ગરમી પડે તો પણ, હંમેશા હૂંફાળું પાણી જ પીવાનો રાખો આગ્રહ

હમણાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. ત્યારે લોકોને હૂંફાળું ગરમ પાણી, પીવાનો ફાયદો હવે સમજાયો છે. તમે કોઈ સારા ડોક્ટર કે ડાયટિશ્યન પાસે જાઓ, તો તેઓ તમને હંમેશા, ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળું અથવા ગરમ પાણી પીવાની જ સલાહ આપે છે.  જ્યારે પણ ઋ્તુના બદલાતા વાતાવરણમાં શરદી, ખાંસીનું જોખમ વધી જાય છે. એવામાં તેનાથી બચવા […]

ગરમી પડે તો પણ, હંમેશા હૂંફાળું પાણી જ પીવાનો રાખો આગ્રહ
Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 07, 2020 | 6:23 PM

હમણાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે. ત્યારે લોકોને હૂંફાળું ગરમ પાણી, પીવાનો ફાયદો હવે સમજાયો છે. તમે કોઈ સારા ડોક્ટર કે ડાયટિશ્યન પાસે જાઓ, તો તેઓ તમને હંમેશા, ઠંડા પાણીની જગ્યાએ હૂંફાળું અથવા ગરમ પાણી પીવાની જ સલાહ આપે છે.

 જ્યારે પણ ઋ્તુના બદલાતા વાતાવરણમાં શરદી, ખાંસીનું જોખમ વધી જાય છે. એવામાં તેનાથી બચવા માટે દરરોજ સવારે ખાલી પેટ 1 ગ્લાસ ગરમ પાણી લઇ શકાય છે. તેમાં જો લીંબૂ પણ નાંખીને પીવામાં આવે તો તેનાથી શરીરની ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.

દરરોજ સવારે જો દિવસની શરૂઆત હુંફાળા પાણીથી કરવામાં આવે તો ગેસ, એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે. આ ઉપરાંત પેટ સંબંધિત કેટલીય સમસ્યાઓ દૂર થાય છે અને કબજિયાતથી પણ રાહત મળે છે.

હુંફાળું પાણી સ્કિન માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેનાથી પેટ સાફ રહે છે, એટલા માટે પિમ્પલ્સ વગેરેની સમસ્યા પણ થતી નથી. માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે હૂંફાળા પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.

તળેલો-શેકેલો આહાર લીધાના થોડાક સમય બાદ હુંફાળું પાણી પીવામાં આવે તો આ ભોજનને પચાવવામાં મદદ કરે છે અને એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થઇ જાય છે.

શરીરમાં પાણીની કમી સર્જાવાથી કબજિયાતની સમસ્યા પેદા થાય છે. દરરોજ સવારે એક ગ્લાસ હૂંફાળું પાણી પીવાથી ફૂડ પાર્ટિકલ્સ તૂટી જાય છે અને સરળતાથી મળ બનીને નીકળી જશે.

વધતું વજન આજની સામાન્ય સમસ્યા છે. એવામાં દરરોજ સવારે હુંફાળું પાણી પીવામાં આવે તો શરીરમાં રહેલું ફેટ ઓછુ થવા લાગે છે અને વજનમાં પણ ઘટાડો થવા લાગે છે.
જો ગળામાં પીડા કે ટોન્સિલ થઇ ગયા છે તો હૂંફાળું પાણી પીઓ. હૂંફાળાં પાણીમાં સામાન્ય સિંધાલૂણ મિક્સ કરીને પીવાથી લાભ મળે છે

આ પણ વાંચોઃઆજથી જ તાંબાના વાસણમાં પાણી પીવાનું શરૂ કરો અને ફાયદા જાતે જ અનુભવો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati