મોટી થતી દિકરીને મહિનાના ‘એ’ દિવસોની જાણકારી આપતા ખચકાશો નહી

મોટી થતી દિકરીને મહિનાના 'એ' દિવસોની જાણકારી આપતા ખચકાશો નહી

એક એવો સમય આવે છે, જયારે એક માતાએ તેની દીકરી સાથે બેસીને, પીરિયડ્સ અંગે વાત કરવી જરૂરી બની જાય છે. કારણ કે આ ઉંમરમાં દીકરી, બાળપણથી કિશોરાવસ્થામાં પ્રવેશ કરે છે. કોઈપણ કિશોરીના જીવનમાં પિરિયડ્સની શરૂઆત, એક મોટી વાત હોય છે, અને એટલા માટે જ જરૂરી છે કે તમારી દીકરીને તેની જાણકારી પહેલાથી હોય.

દીકરીને એ વાતની જાણકારી જરૂરથી આપો કે હવે તે એક યુવતી અને મહિલા બનવા જઈ રહી છે. માસિકસ્ત્રાવ એક સામાન્ય પ્રક્રિયા છે જેમાં યુટીરસમાંથી રક્ત નીકળે છે. જેને પીરિયડ્સ કહેવાય છે.

છોકરીઓને 10 થી 13 વર્ષની ઉંમરમાં પિરિયડ્સની શરૂઆત થાય છે. કેટલીક છોકરીઓને તે 16 વર્ષ સુધી પણ લંબાય છે. પહેલા પિરિયડનો અર્થ એ થાય છે કે હવે શરીર પ્રેગ્નન્સી માટે તૈયાર થઈ રહ્યું છે પણ પ્રેગ્નન્સી માટે જરૂરી બીજ આ દરમ્યાન બનતા નથી.

એક માસિક સ્રાવની સાઇકલ સામાન્ય રીતે 28 દિવસોની હોય છે. પણ તે 21 થી 45 દિવસની વચ્ચે પણ હોઈ શકે છે. શરૂઆતમાં કેટલાક વર્ષોમાં તે અનિયમિત હોય છે. પછી તે રેગ્યુલર થઈ જાય છે.

પીરિયડ્સ દરમ્યાન એક સ્ત્રીના શરીરમાંથી 1 થી 10 ચમચી રક્ત વહી જાય છે. આ દરમ્યાન સોજો, કમરદર્દ, જકડાવ, પેટમાં દુઃખાવો જેવી સમસ્યા સામાન્ય હોય છે. એક યુવતીના શરીરમાં આખી ઉંમર બીજ બને છે. એક છોકરીનું ભ્રૂણ તેની માતાના ગર્ભમાં હોય છે ત્યારે પણ તેના શરીરમાં 7 મિલિયન બીજ હોય છે. અને જન્મ પછી તે બે ગણા થઈ જાય છે. બીજના બહાર આવવાને ઓવ્યુલેશન કહેવાય છે. તે ઓવેરીમાંથી ફેલોપિયન ટ્યુબમાં જાય છે.

માસિકસ્ત્રાવ દરમ્યાન ધ્યાનમાં રાખવા જેવી વાતો :

1).માસિક ધર્મ દરમિયાન સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

2).માસિક ધર્મ દરમિયાન કોઈ સારા સેનેટરી પેડનો ઉપયોગ કરો અને તેને શરૂઆતના દિવસોમાં 3 થી 4 વાર બદલો.

3).રક્ત સ્ત્રાવને રોકવા માટે ભીના કપડાનો ઉપયોગ ન કરો. તેનાથી ઈંફેક્શનનો ખતરો રહે છે.

4).આ દિવસોમાં રોજ શક્ય હોય તો બે વાર સ્નાન કરો અને સ્વચ્છ કપડા પહેરો.

5).આ દરમિયાન તમારે દુઃખાવો ઓછો કરવા એક્સરસાઈઝ કરવી જોઈએ. તેનાથી મસલ્સમાં ઓક્સીજનની પૂર્તિ વધે છે અને શરીરને આરામ મળે છે.

6).આ દિવસે લોહીનો સ્ત્રાવ થાય છે તેનો મતલબ એ નથી કે તમે આખો દિવસ પથારીમાં પડ્યા રહો. તમે તમારા રોજના નાના-નાના કામ તો કરી શકો છો.

7).કેટલાક લોકો એવુ માને છે કે આ દરમિયાન ન્હાવુ ન જોઈએ કે વાળ ન ધોવા જોઈએ. કારણ કે તેનાથી લોહીનો સ્ત્રાવ ધીમો થઈ શકે છે. પણ આ એક ગેરમાન્યતા છે.

આ પણ વાંચોઃબાળકોના પહેલા દુધિયા દાંત આવે ત્યારે શું ખવડાવશો ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

  • Follow us on Facebook

Published On - 5:51 pm, Thu, 17 September 20

Click on your DTH Provider to Add TV9 Gujarati