દૂધ પીધા પહેલાં ભૂલમાં પણ આ ખોરાક લેવો નહીં, આરોગ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન

નિયમિત દૂધ પીવું સારી વાત છે પણ તેને પીવાનો ફાયદો ત્યારે જ થશે, જ્યારે તમે તેને પીવાના કેટલાક નિયમો જાણતા હશો. ખાવા-પીવાની અમુક વસ્તુઓ એવી છે જેને પીતા પહેલા કેટલાક કલાકો પહેલા અમુક ખોરાક તમારે ભુલથી પણ ખાવા ન જોઈએ, નહીં તો આરોગ્ય અને ખૂબ નુકસાન થઈ શકે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

દૂધ પીધા પહેલાં ભૂલમાં પણ આ ખોરાક લેવો નહીં, આરોગ્યને પહોંચાડી શકે છે મોટું નુકસાન
Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Oct 22, 2020 | 4:58 PM

નિયમિત દૂધ પીવું સારી વાત છે પણ તેને પીવાનો ફાયદો ત્યારે જ થશે, જ્યારે તમે તેને પીવાના કેટલાક નિયમો જાણતા હશો. ખાવા-પીવાની અમુક વસ્તુઓ એવી છે જેને પીતા પહેલા કેટલાક કલાકો પહેલા અમુક ખોરાક તમારે ભુલથી પણ ખાવા ન જોઈએ, નહીં તો આરોગ્ય અને ખૂબ નુકસાન થઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તલ અને મીઠું

જો તમે તલ અને મીઠાથી બનેલી વસ્તુઓને ખાઓ છો તો તેના પછી દૂધનું સેવન જરાય ન કરવું જોઈએ. તે તમને નુકસાન પહોંચાડી શકે છે. તેના સેવનના બે કલાક પછી જ દૂધ પીવું જોઈએ.

અડદ

અડદની દાળ ખાધા પછી દૂધનું સેવન પેટ અને સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યાનું કારણ બની શકે છે, જેથી અડદની દાળ અને દૂધ વચ્ચે ઓછામાં ઓછા બે કલાકનું અંતર ચોક્કસથી રાખો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સાઈટ્રીક એસિડ :

સાઈટ્રિક એસિડ યુક્ત ખાટા ફળોનું સેવન કર્યા પછી દૂધનું સેવન હાનિકારક છે, આ બંનેના સેવન કરતી વખતે સમય વચ્ચે લાંબુ અંતર હોવું જરૂરી છે.

માછલી

જો તમે માછલી ખાવાના શોખિન છો તો તેને ખાધા પછી ભૂલથી પણ ક્યારેય દૂધનું સેવન કરવું નહીં. તેનાથી તમને ફૂડ પોઈઝનિંગની સાથે સાથે પેટ સંબંધિત અસંખ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

દહીં

દહીં ખાધા પછી દૂધનું સેવન કરવાથી બચો નહીં તો પેટ સંબંધી સમસ્યાઓ અને પાચનમાં ગરબડી થઈ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati