સાવધાન! આડેધડ કાવા અને ઘરેલુ નુસખાના અખતરા પડી શકે છે ભારી, થઈ શકે છે જીવનું જોખમ

સાવધાન! આડેધડ કાવા અને ઘરેલુ નુસખાના અખતરા પડી શકે છે ભારી, થઈ શકે છે જીવનું જોખમ

કોરોના સામે રક્ષણ આપતા આ આ કાવા અને અન્ય ઘરેલુ નુસખાની અલગ અલગ રીતો ઈન્ટરનેટ પર ખાસી વાયરલ થાય છે જેને લોકો કોઈ પણ નિષ્ણાતની સલાહ સૂચન વગર અપનાવી રહ્યા છે.

Rahul Vegda

| Edited By: Kunjan Shukal

May 20, 2021 | 7:57 PM

Home remedies Side Effects: કોરોનાથી બચવા માટે લોકો ઘણા પ્રકારના ઉપાયો કરે છે, જેમાં ઈમ્યુનિટી વધારતા કાવાનું સેવન છાશવારે વધી ગયું છે. કોરોના સામે રક્ષણ આપતા આ આ કાવા અને અન્ય ઘરેલુ નુસખાની અલગ અલગ રીતો ઈન્ટરનેટ પર ખાસી વાયરલ થાય છે જેને લોકો કોઈ પણ નિષ્ણાતની સલાહ સૂચન વગર અપનાવી રહ્યા છે.

અહીં આપને અમે જણાવીશું કે શું કાવા પીવા ફાયદાકારક છે ? અથવા તો કેટલી હદે નુકસાન કરી શકે?

કોરોનાની બીજી આ લહેર ઘણી ઘાતક સાબિત થઈ છે. સ્વાભાવિક છે કે ડરના કારણે લોકો કોરોનાથી બચવા માટે પોતાનું ઘણું ધ્યાન રાખી રહ્યા છે અને સાથે સાથે વોટસએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતા તમામ ઘરેલુ નુસખાનું આંધળૂ અનુકરણ કરે છે. લોકો Vitamin C, Zinc, પ્રોટીન ડાઈટનું પણ સાથે સાથે સેવન કરી રહ્યા છે. જેની તાસીર અત્યંત ગરમ છે.

સામાન્ય રીતે કાવા પીવાનું ચલણ શિયાળાની ઠંડી ઋતુમાં હોય છે. લોકો પોતાના શરીરને ગરમ રાખવા માટે કાવો પીતા હોય છે. પરંતુ ગરમીના દિવસોમાં પણ કાવાને ઈમ્યુનિટી બુસ્ટર સમજીને લોકો આડેધડ કાવાનું સેવન કરી રહ્યા છે.

કાવાના ઉપયોગ લેવાતું આદું, તીખા, મરી જેવી સામગ્રીઓ ગરમ હોય છે. જેને લઈને એક્સપર્ટનું કહેવું છે કે ગરમીઓમાં આનું સેવન કરવું તે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કાવો કોરોના સામે લડવા સક્ષમ છે કે આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે.

એક્સપર્ટ આ સવાલને અલગ દ્રષ્ટિકોણથી જોવે છે. કાવા અને કોઈ પણ ઘરેલુ ઉપાયને લઈને કોઈ પણ ચોક્કસ રિસર્ચ નથી થયું અને કોઈ ચોક્કસ નિષ્કર્ષ નથી બહાર આવ્યું અને કાવો એક વ્યક્તિ પર કેટલો સારો પ્રભાવ પાડશે અને તેવો જ પ્રભાવ અન્ય વ્યક્તિ પર પણ પાડશે તે કહેવું પણ ઘણું મુશ્કેલ છે.

તેમજ બીજી બાજુ કાવો બનાવાની સામગ્રી કેટલી માત્રમાં ઉપયોગ કરવામાં આવી રહી છે તેના પર કોઈ રિસર્ચ એક પ્રમાણ મોજૂદ નથી. સાથે સાથે કોઈ ડોક્ટર દ્વારા પણ તેને લેવાની સલાહ આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે આ રિસર્ચને લઈને એક્સપર્ટે સવાલ ઉઠાવ્યા છે. ચાલો જાણીએ કે કોરોનાકાળમાં નુસ્ખાઓ લોકોને ફાયદા કરતાં નુકસાન કેટલું પહોંચાડી રહ્યા છે.

કાવા પર સવાલ

આપણે સૌ જાણીએ છીએ કે કાવો બનાવવા માટે ગરમ પ્રકૃતિની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. આદું, તીખા, મરી, અશ્વગંધા જેવી વસ્તુઓ પ્રકૃતિએ ગરમ હોય છે. જે શરીરમાં પ્રવેશતાની સાથે જ ગરમી પેદા કરે છે.

જેના કારણે નાકમાંથી લોહી નીકળવું, એસિડિટી થવી, મોઢામાં ચાંદા પાડવા જેવી અને ક તકલીફો થાય છે. આપણે જણાવી દઈએ કે આવી સામગ્રીની ઉપયોગ અને તેની માત્ર વિષે જો ખ્યાલ ન હોય તો ટે લાંબા સમયે નુકસાન પહોંચાડી શકે છે.

નાસ લેવો (સ્ટીમ) ભારત તો શું દુનિયાભરના લોકો કોરોનાથી બચવા માટે સ્ટીમ એટ્લે કે નાસ લઈ રહ્યા છે. જો કે એવી કોઈ જ રિસર્ચમાં કહેવામાં નથી આવ્યું કે સ્ટીમ/નાસ લેવો તે કોરોનાનો અકસીર ઉપાય છે. વધુ પડતાં નાસ લેવાથી આંખોની બળતરા, આંખો લાલ થવી, સ્કીન બળી જવી, તેમજ ધ્યાન ન રહે તો ગરમ પાણીને કારણે નાના મોટા અકસ્માતો પણ થવાની બીક રહે છે.

ઈમ્યુનિટી બુસ્ટર પાઉડર

કોરોનાકાળમાં બજારોમાં ઘણા ઈમ્યુનિટી બુસ્ટર પાઉડર મળી રહ્યા છે. લોકો તેનું પણ સેવન આડેઘડ કરી રહ્યા છે. લોકો કોરોનાથી બચવા માટે આનો ઉપયોગ કરી રહ્યા છે પણ જણાવી દઈએ કે આમાં પણ સ્ટેરોઈડ હોય છે જે આપણે ઘણું નુકસાન પહોંચાડી શકે છે.

કપૂરનો ઉપયોગ

આપણે સૌ જાણીએ છીએ કે કપૂરના પોતાના અલગ જ ફાયદા છે. સ્ટીમ લેતી સમયે તેની અમુક માત્ર ફાયદાકારક છે. અધિક માત્રમાં તેનો ઉપયોગ અને તેનું સેવન નુકસાનકારક સાબિત થાય છે. તેના લીધે કોઈ પણ વ્યક્તિને હુમલો પણ આવી શકે છે. ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી મહિલાઓએ ક્યારેય કપૂરનો ઉપયોગ ના કરવો જોઈએ.

તેમજ અન્ય પ્રકારની અલગ અલગ દવાઓ અને કોગળા કરવાથી પણ તમને નુકસાન થઈ શકે છે, માટે કોઈ પણ ઘરેલુ નુસખા અપનાવતા પહેલા કે તેનો પ્રયોગ કરતાં પહેલા તેના કાયદેસરના નિષ્ણાતની સલાહ લઈને જ કરવા અને દવાઓનો ઉપયોગ ડોક્ટરની સલાહ વગર ઉપયોગ કરવો ખતરનાક સાબિત થઈ શકે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati