Child Care : ઓનલાઈન અભ્યાસ બાદ બાળકોની આંખોનું રાખો ખાસ ધ્યાન

કોરોના કાળમાં બાળકોને ઓનલાઇન શિક્ષણ (Online Education) આપવામાં આવતું હોય છે. જેને લઈને બાળકોની આંખને નુકસાન પહોંચે છે. આંખને સ્વસ્થ (Eye Care) રાખવા માટે દર વર્ષે આંખનું ચેકઅપ કરાવવું જોઈએ.

Child Care : ઓનલાઈન અભ્યાસ બાદ બાળકોની આંખોનું રાખો ખાસ ધ્યાન
બાળકોની આંખોનું રાખો ખાસ ધ્યાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 8:47 AM

કોરોનાકાળમાં બાળકોના જીવન પર ઘણી અસર થઈ છે. બાળકો રમવા જવાની જગ્યાએ કૉમ્પ્યુટર કે મોબાઇલ પર વધારે સમય વિતાવી રહ્યા છે. હવે તો શાળાનું શિક્ષણ પણ mobile કે computer પર થવા લાગ્યું છે. પરિણામે બાળકોને લાંબો સમય મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન સામે બેસી રહેવું પડે છે. જેનાથી તેમની આંખને નુકસાન પહોંચે છે. જોકે બાળકોની આંખને સ્વસ્થ (Eye Care) રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ બાબતોનું ધ્યાન રાખશો તો બાળકોની દ્રષ્ટિ નહીં બગડે. બાળકોના આંખની કાળજી રાખવા માટે કઈ બાબત પર ધ્યાન રાખવાની જરૂર છે તે અમે તમને બતાવીશું.

દર વર્ષે આંખનું ચેકઅપ આંખમાં કોઈ સમસ્યા થાય ત્યારે ડોક્ટર પાસે જવું જરૂરી નથી. બાળકોની આંખનું ચેક અપ દર વર્ષે કરાવવું જોઈએ તેવી સલાહ આપતા હોય છે. તમારા બાળકોને આંખની તપાસ દર વર્ષે કરાવો તો તેમની દ્રષ્ટિ લાંબા સમય સુધી સારી રહેશે. ખુલ્લા વાતાવરણમાં કોરોનાના કારણે તમે બાળકોને બહાર લઈ જઈ શકતા ન હોવ, તો અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ બહાર લઈ જાઓ. તમે તેમને કારમાં બેસાડીને શહેર બહાર પણ લઈ જઈ શકો છો.

આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો
IPL 2024: રોહિત શર્માએ 'ડબલ સેન્ચુરી' ફટકારીને રચ્યો ઈતિહાસ
કંગના પહેલા આ અભિનેત્રીઓ રાજકારણમાં કરી ચુકી છે એન્ટ્રી, જુઓ લિસ્ટ

આવું કરવાથી તેમની દ્રષ્ટિ લાંબા સમય સુધી સારી છે. સાથે શારીરિક અને માનસિક વિકાસ પણ સારો થશે. બાળકોને રંગબેરંગી ફળ-શાકભાજી જરૂર ખવડાવો. બાળકોને પૌષ્ટીક ખોરાક આપશો તો તેઓ તંદુરસ્ત રહેશે અને આંખની દ્રષ્ટિ પણ સારી રહેશે.

માછલી, ઈંડા, ચિકન, ડ્રાયફ્રુટ, ફળ અને શાકભાજી ખવડાવવા. શક્ય હોય એટલા ફળ અને શાકભાજી બાળકોને ખવડાવો. સ્ક્રીન ટાઈમ માં ઘટાડો કરો. જો તમારા બાળકની દ્રષ્ટિ પહેલાથી જ નબળી હોય તો તેના માટે ઇલેક્ટ્રોનિક સ્ક્રીન પર વધુ સમય વિતાવવું ખૂબ નુકસાનકારક હોઈ શકે છે.

આવી સ્થિતિમાં જ્યારે બાળકો સ્ક્રીન સામે વધુ બેસે ત્યારે વચ્ચે બ્રેક લેવાનો હોય. ચશ્મા હોય તો નિયમિત પહેરાવો. જો તમારા બાળકને ચશ્મા આવી ગયા હોય તો તેની પહેરવા જરૂરી છે. જેથી ટીવી કે લેપટોપ કે મોબાઈલ જોતી વખતે તેમની આંખો પર ભારણ આવશે નહીં. આંખ વધુ ખરાબ થશે નહીં.

આંખની કસરત કરાવો. નિયમિત આંખની કસરત કરવી ખૂબ જરૂરી છે. બાળકોના રોજિંદા કાર્યોમાં તેને સામેલ કરવાથી બાળકોની આંખ તંદુરસ્ત રહેશે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">