આટલું ધ્યાન રાખો અને એસીડીટીને હંમેશા માટે કહો અલવિદા

આટલું ધ્યાન રાખો અને એસીડીટીને હંમેશા માટે કહો અલવિદા

અત્યારની ભાગદોડની જિંદગીમાં આપણે જે લાઈફ સ્ટાઇલ અપનાવી રહ્યા છે. તેના કારણે એસીડીટીનો પ્રોબ્લેમ વધી જાય છે. ઘણા લોકોને તો રાત્રે કે મોડી રાત્રે જમવાનો મેળ પડતો હોય છે. તેના કારણે રાત્રે ઊંઘતી વખતે પણ પ્રોબ્લેમ થતા હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એસીડીટીને કંટ્રોલમાં રાખવા માટે આ ઉપાયો અજમાવી જુઓ :

1.બની શકે એટલું વધારે પાણી પીઓ, સવારની શરૂઆત ઓછામાં ઓછા બે ગ્લાસ પાણીથી કરો, એસીડીટીના પેશન્ટે બહુ ગરમ પાણીનો ઉપયોગ ન કરવો. માટલાનું કે સાદું પાણી જ પીવું જોઈએ.
2.રાત્રે એક ચમચી વરિયાળી, 5-6 કાળી દ્રાક્ષ પલાળી રાખો. સવારે કંઈપણ ખાધા પીધા વિના આ પાણી પી જાઓ. વરિયાળી અને દ્રાક્ષને ચોળીને ખાઈ જાઓ.

3.દિવસમાં એક વખત કાચી દૂધીનો રસ પીવાનું રાખો.
4.બને ત્યાં સુધી કબજિયાત ન થાય તેનું ધ્યાન રાખો. મેંદાની વાનગીઓ અને તીખા તળેલા નાસ્તા કે મરી મસાલાનો ઉપયોગ ઓછો કરવો.
5.ભોજનમાં દાળ કઠોળ વાપરતા પહેલા તેને 3 થી 4 કલાક પલાળી રાખો પછી તેનું પાણી કાઢી નાંખો, તે પછી બીજું પાણી ઉમેરી બાફીને ખાઓ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

6.વધુ પડતા કાચા ખોરાકને બદલે બાફેલો ખોરાક ખાઓ. કાચા શાકભાજી ખાસ કરીને કાચી કાકડી, કાચા કાંદા વગેરે વધારે ખાવાનું ઓછું કરો.
7.રાતના ભોજનમાં વધુ પડતા મસાલેદાર ખોરાકથી દૂર રહો. ભજીયા, પાંઉ ભાજી, પીઝા વગેરે રાત્રે મોડેથી ખાવાથી પણ એસીડીટીની સમસ્યા થઈ શકે છે.
8.જમ્યા પછી 3 થી 4 કલાક ઊંઘવાનું ટાળો. જમીને તરત સુવાથી પણ એસીડીટી થાય છે.
9.કેફીનવાળા પીણાંથી દૂર રહો. ચા-કોફી વધુ પીવાથી પણ એસીડીટી થાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

  • Follow us on Facebook

Published On - 1:51 pm, Fri, 18 September 20

Click on your DTH Provider to Add TV9 Gujarati