બટાકાને ફ્રિજમાં સ્ટોર કરો છો તો થઈ સાવધાન, ખતરનાક સાબિત થઈ શકે છે આ આદત, જાણો કેમ?

જો તમે ખાદ્ય પદાર્થોને વધારે સમય સુધી તાજા અને સુરક્ષિત રાખવા માટે ફ્રીઝમાં મૂકો છો. પણ જો આ વસ્તુઓ સુરક્ષિત રહેવાની જગ્યાએ ખરાબ અથવા હાનિકારક થઈ જાય તો તમે શું કરશો ? આ વાત અજીબ નથી, પરંતુ એવું થાય છે કે કેટલીક વસ્તુઓ એવી પણ છે જે ને ફ્રિજમાં રાખવું સુરક્ષિત નથી હોતું અને તે […]

બટાકાને ફ્રિજમાં સ્ટોર કરો છો તો થઈ સાવધાન, ખતરનાક સાબિત થઈ શકે છે આ આદત, જાણો કેમ?
Parul Mahadik

| Edited By: Pinak Shukla

Oct 30, 2020 | 6:16 PM

જો તમે ખાદ્ય પદાર્થોને વધારે સમય સુધી તાજા અને સુરક્ષિત રાખવા માટે ફ્રીઝમાં મૂકો છો. પણ જો આ વસ્તુઓ સુરક્ષિત રહેવાની જગ્યાએ ખરાબ અથવા હાનિકારક થઈ જાય તો તમે શું કરશો ? આ વાત અજીબ નથી, પરંતુ એવું થાય છે કે કેટલીક વસ્તુઓ એવી પણ છે જે ને ફ્રિજમાં રાખવું સુરક્ષિત નથી હોતું અને તે તમારા આરોગ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

બટાકા પણ તેમાંથી એક છે. આ વાત એ લોકો માટે છે, જે ફ્રેન્ચ ફ્રાઈસ અથવા તો તળેલા બટાકા ખાવાનું પસંદ કરે છે. જો તમે પણ તે લોકોમાં છો જે બટાકાને લાંબા સમય સુધી સુરક્ષિત રાખવા માટે ફ્રિઝમાં મૂકી રાખો છો, તો તમે ખોટું કરી રહ્યા છો. બટાકાને ફ્રિજમાં રાખવું ખતરનાક સાબિત થઈ શકે છે.

વાસ્તવમાં બટાકામાં સ્ટાર્ચ હોય છે, અને જ્યારે તમે બટાકા ને ફ્રીજમાં રાખો છો, તો ફ્રીજ નું ઠંડુ તાપમાન બટાકામાં રહેલાં સ્ટાર્ચને સુગરમાં બદલી નાખે છે. આ સુગર ખતરનાક કેમિકલમાં બદલાઈ જાય છે, અને તેના સેવનથી ઘણા પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે.

આ અમે નથી કહેતા પરંતુ રિસર્ચમાં સાબિત થઈ ચૂક્યું છે. ફૂડ સ્ટાન્ડર્ડ એજન્સી દ્વારા કરવામાં આવેલા એક સંશોધન અનુસાર, જ્યારે તમે ફ્રીજ અથવા ફ્રીઝરમાં રાખેલા બટાકાને જ્યારે બેક અથવા ફ્રાય કરો છો, તો બટાકા માં રહેલ સુગર કન્ટેન્ટ તેમાં રહેલા એમિનો એસિડ એસ્પરેગીન સાથે મળીને, એક્રાઇલમાઇડ નામનું કેમિકલ ઉત્પન્ન કરવા લાગે છે.

આ કેમિકલ નો ઉપયોગ પેપર બનાવવા, પ્લાસ્ટિક બનાવવા અને કપડાની ડાઈ બનાવવા માટે કરવામાં આવે છે. શોધમાં એ વાત પણ સાબિત થઇ ચૂકી છે કે જે લોકો ઉચ્ચ તાપમાન પર પાકેલા સ્ટાર્ચવાળા ખાદ્ય પદાર્થોનું સેવન કરે છે,તેમને અલગ અલગ પ્રકારના કેંસર થવાનો ખતરો વધારે થતો હોય છે. બટાકાને ઉચ્ચ તાપમાન પર બનાવવું પણ હાનિકારક હોય છે.તેના ખતરાથી બચવું હોય તો બટાકાને બનાવતા પહેલા તેને છોલીને 15થી 30 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખો. આવું કરવાથી બટાકાને બનાવવા તેમાં એક્રાઇલમાઇડ બનવાની આશંકા ઓછી થઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati