બદામ મોંઘી પડતી હોય તો મગફળી ખાઓ, બંનેના ફાયદા તો એકસરખા જ છે!

બદામ મોંઘી પડતી હોય તો મગફળી ખાઓ, બંનેના ફાયદા તો એકસરખા જ છે!

ગુજરાતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે. ત્યારે આજે આપણે મગફળી વિશે જાણીશું કે તેને ખાવાથી શું ફાયદા થાય છે, મગફળી સ્વાસ્થ્ય માટે બદામથી પણ વધારે તાકાતવર હોય છે. 100 ગ્રામ મગફળીમાં 25 % કેલરી મળે છે. ભલે તમે શાકાહારી હોવ કે માંસાહારી બધા માટે જ મગફળી (સિંગ) ખુબ જ ગુણકારી ગણાય છે. જે લોકો […]

Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 9:40 PM

ગુજરાતમાં સૌથી વધારે મગફળીનું ઉત્પાદન થાય છે. ત્યારે આજે આપણે મગફળી વિશે જાણીશું કે તેને ખાવાથી શું ફાયદા થાય છે,
મગફળી સ્વાસ્થ્ય માટે બદામથી પણ વધારે તાકાતવર હોય છે. 100 ગ્રામ મગફળીમાં 25 % કેલરી મળે છે. ભલે તમે શાકાહારી હોવ કે માંસાહારી બધા માટે જ મગફળી (સિંગ) ખુબ જ ગુણકારી ગણાય છે. જે લોકો વધારે સક્રિય રહે છે, એના માટે તો આ મગફળી કોઈ વરદાનથી ઓછી નથી. તમને જણાવીએ મગફળી ખાવાના ફાયદાઓ.

Badam monghi padti hoy to magfali khavo bane na fayda to ek sarkhaj che

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મજબુત હાડકા:

એક સ્વસ્થ આદમી માટે હાડકા મજબુત હોવા ખુબ જ જરૂરી છે. મગફળીમાં ભરપુર પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. મગફળીનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને હાડકામાં પણ ખુબ જ મજબૂતી આવે છે. મજબુત હાડકા બનાવવા માટે મગફળીનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.

Badam monghi padti hoy to magfali khavo bane na fayda to ek sarkhaj che

પાચનતંત્ર માટે લાભદાયી:

મગફળીનું સેવન કરવાથી શરીરને ખુબ જ લાભ મળે છે. સાથે જ મગફળી ફાયબરથી પણ ભરપુર હોય છે એટલે કે મગફળીમાં ફાયબરનું પ્રમાણ પણ ખુબ જ મળી આવે છે. જેના કારણે આપણું પાચનતંત્ર સારું બની રહે છે. જે લોકોને પેટ સબંધિત કોઈ પણ સમસ્યા રહેતી હોય તેના માટે મગફળી ખુબ જ ફાયદાકારક રહે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બ્લડપ્રેશર:

આ મગફળીમાં  પોટેશિયમ અને સોડિયમ તમને જોવા મળે છે અને તેનું સેવન કરવાથી તમારા શરીરમાં એકદમથી રક્તસંચાર યોગ્ય પ્રમાણમા જળવાઈ રહે છે અને તમારું બ્લડ પ્રેશર એકદમ બરાબર રહે છે.

મેદસ્વીપણું:

જો તમે રોજ સવારે આ ખાલી પેટ મગફળી ખાવામાં આવે તો આ ખાવાથી તમારી ચરબી એકદમથી ઘટે છે અને આ મગફળીમાં તમને મોનોસેચ્યુરેટેડ ફેટ તમનો તત્વ જોવા મળે છે. જે તમારી ભૂખને રોકી અને તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને જેથી તમને વારંવાર ખોરાક લેવો પડતો નથી અને તમારા શરીરમાંથી ચરબી ઘટે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Badam monghi padti hoy to magfali khavo bane na fayda to ek sarkhaj che

મગફળી ખાવાની યોગ્ય રીત:

મગફળીનું સેવન કરવા માટે તમારે સાંજના સમયે એક મુઠ્ઠી કે એક નાના બાઉલ મગફળીના દાણાને પાણીમાં પલાળી દેવા જોઈએ અને પછી સવારે ઉઠીને ખાલી પેટ ખાવા જોઈએ, તેમજ એની સાથે જ એનું પાણી પણ પીઈ જવું. જે પાણીમાં મગફળી પલાળેલી હતી એ પાણીને નાખી ન દેવું. પરંતુ એ પાણી પીવાથી પણ ખુબ જ ફાયદા થાય છે. એનાથી એની પોષ્ટિક તત્વ પણ બની રહેશે અને તમારા સ્વાસ્થ્ય શરીર માટે પણ આ ખુબ જ ફાયદાકારક થશે. સાથે જ પલાળેલી મગફળીનું સેવન કરી શકો છો અને એને આસાનીથી પચાવી પણ શકાય છે. મગફળી પચવામાં પણ ખુબ જ સરળ હોય છે. એટલા માટે મગફળીનું સેવન કરવું જોઈએ.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati