બદામ ખાવાથી બુદ્ધી જ નહી સાથે આટલું પણ સુધરશે, સાદી નહિં પણ પલાળેલી બદામ જ ખાવાનો આગ્રહ રાખો.

સૂકા મેવામાં દરેકના ઘરમાં બદામ તો હોય જ છે, પણ શું તમે જાણો છો કે સાદી બદામ ખાવાને બદલે પલાળેલી બદામ ખાવાના ઘણા ફાયદા છે. નિષ્ણાતો પણ કહે છે કે પલાળેલી બદામ આરોગ્ય માટે શ્રેષ્ઠ છે. બદામને પલાળવાથી તેના છોતરા નરમ થઇ જાય છે. જેથી તેનામાં એક વિશેષ પ્રકારની એન્જાઈમ્સની પ્રક્રિયા થાય છે. પાણીમાં રાખવાથી […]

બદામ ખાવાથી બુદ્ધી જ નહી સાથે આટલું પણ સુધરશે, સાદી નહિં પણ પલાળેલી બદામ જ ખાવાનો આગ્રહ રાખો.
Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Oct 07, 2020 | 6:11 PM

સૂકા મેવામાં દરેકના ઘરમાં બદામ તો હોય જ છે, પણ શું તમે જાણો છો કે સાદી બદામ ખાવાને બદલે પલાળેલી બદામ ખાવાના ઘણા ફાયદા છે. નિષ્ણાતો પણ કહે છે કે પલાળેલી બદામ આરોગ્ય માટે શ્રેષ્ઠ છે.

બદામને પલાળવાથી તેના છોતરા નરમ થઇ જાય છે. જેથી તેનામાં એક વિશેષ પ્રકારની એન્જાઈમ્સની પ્રક્રિયા થાય છે. પાણીમાં રાખવાથી બદામ નરમ અને ચાવવામાં આસાન થઇ જાય છે. જેથી શરીરને બદામમાંથી મળતા પોષકતત્વો વધારે સારી રીતે મળે છે.

બદામમાંથી ઓમેગા 3, વિટામિન ઈ, ઝીંક, મેગ્નેશિયમ, પ્રોટીન અને ફાઈબર મળે છે. બદામને પાંચ છ કલાક પલાળીને રાખવી જોઈએ અને તે પછી તેને બાળકો, ગર્ભવતી બહેનો, વૃધ્ધો સૌ કોઈ ખાઈ શકે છે.

પલાળેલી બદામ ખાવાના ફાયદા : 1) નાના બાળકોની યાદશક્તિ વધારવા માટે તેમને આવી બદામ ખવડાવવી જોઈએ. 2) પચવામાં હળવી હોવાથી પલાળેલી બદામ ડાયજેશન પણ સુધારે છે.

3) વેઇટ લોસ માટે પલાળેલી બદામ ખાવાથી વજન જલ્દી ઉતરે છે. 4) હૃદય સંબંધિત બીમારીઓ પણ ઓછી થાય છે. 5) બદામ વાળું દૂધ પીવાથી પણ શરીરને અસંખ્ય ફાયદાઓ થાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati