શું તમે પીળા દાંતથી પરેશાન છો ? ટ્રાય કરી જુઓ આ ઉપાય !

તમારાં દાંત માત્ર વાતો કરવામાં કે ભોજન ચાવવામાં જ મદદરૂપ થાય છે તેવું નથી. દાંત એ તમારાં વ્યક્તિત્વને પણ અનોખી ઓળખ આપે છે.આપણું સ્મિત ત્યારે ખુબસુરત લાગે જ્યારે આપણા દાંત ખુબ જ સારા અને ચમકદાર હોય. પરંતુ આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો દાંતનું ધ્યાન વ્યવસ્થિત નથી રાખી શકતા. જો યોગ્ય સમયે દાંત પર ધ્યાન આપવામાં ન […]

શું તમે પીળા દાંતથી પરેશાન છો ? ટ્રાય કરી જુઓ આ ઉપાય !
Parul Mahadik

| Edited By: Pinak Shukla

Jan 18, 2021 | 1:18 PM

તમારાં દાંત માત્ર વાતો કરવામાં કે ભોજન ચાવવામાં જ મદદરૂપ થાય છે તેવું નથી. દાંત એ તમારાં વ્યક્તિત્વને પણ અનોખી ઓળખ આપે છે.આપણું સ્મિત ત્યારે ખુબસુરત લાગે જ્યારે આપણા દાંત ખુબ જ સારા અને ચમકદાર હોય. પરંતુ આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો દાંતનું ધ્યાન વ્યવસ્થિત નથી રાખી શકતા. જો યોગ્ય સમયે દાંત પર ધ્યાન આપવામાં ન આવે તો ખુબ જ ખરાબ થઈ જાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચાલો જાણીએ કે દાંતને કેવી રીતે સફેદ અને ચમકદાર કરવા.

 

તુલસીનો ઉપયોગ :
તુલસી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી અને ઉપયોગી છે. તો તે દાંતને સફેદી આપવા માટે પણ ખુબ જ સહાયક બને છે. તુલસી દાંતને સફેદ કરવા માટે ખુબ જ ઉપયોગી છે. તુલસીના પાન અને સંતરાની છાલને સુકવી લેવાના. બરાબર સુકાઇ ગયા બાદ તે બંનેને દળી નાખવાનું અને ચૂર્ણ બનાવી લેવાનું. ત્યાર બાદ જો તમે દરરોજ આ ચૂર્ણથી દાંતની મસાજ કરો છો, તો તમારા દાંતની પીળાશ દુર થઇ જશે. દાંત એકદમ ચમકદાર બનવા લાગશે.

મીઠું અને બેકિંગ સોડાનો ઉપયોગ :
દાંતને ચમકદાર બનાવવા માટે આ ઉપાય સૌથી શ્રેષ્ઠ છે. નમક અને બેકિંગ સોડાનો ઉપયોગ દાંત માટે કરવામાં આવે તો તે ખુબ જ લાભદાયક છે. એક વાટકીમાં અડધી ચમચી નમક અને બેકિંગ સોડા લો, ત્યાર બાદ તેમાં થોડું પાણી મિક્સ કરી લો. પેસ્ટ બની ગયા બાદ તેનાથી દાંત પર સારી રીતે મસાજ કરો. આ પેસ્ટથી મસાજ કરવામાં આવે તો દાંત પરની પીળી પરત તરત જ ગાયબ થવા લાગે છે, અને દાંત પણ ચમકવા લાગે છે. પરંતુ આ પેસ્ટ બનાવતા સમયે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું કે, બેકિંગ સોડા અથવા તો મીઠું વધારે માત્રામાં ન લેવું. તેનું વધારે પ્રમાણ દાંત માટે નુકશાનકારક પણ સાબિત થઇ શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

લીંબુ :
લીંબુમાં બ્લીચિંગ એજન્ટ્સ હોય છે જેથી તે કુદરતી દાંતને સફેદ બનાવે છે. દાંત સફેદ બનાવવા તમે લીંબુની છાલનો ઉપયોગ કરી શકો છો અથવા લીંબુનો રસ એક ગ્લાસમાં કાઢીને તેના કોગળા કરી શકો છો.

સફરજન :
કેટલાક નિષ્ણાંતો એ પણ કહે છે કે સફરજન પણ પ્રાકૃતિક રીતે દાંતને સફેદ બનાવે છે. રોજ એક સફરજન ખાઓ તેના એસિડિક ગુણો દાંત પર બહુ શાનદાર કામ કરે છે.


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati