આરોગ્ય અને સુંદરતા બંનેને જાળવી રાખવા માગો છો? તો કરો મીઠાનાં પાણીથી સ્નાન અને મેળવો પરિણામ

આરોગ્ય અને સુંદરતા બંનેને જાળવી રાખવા માગો છો? તો કરો મીઠાનાં પાણીથી સ્નાન અને મેળવો પરિણામ

આરોગ્ય અને સુંદરતાને જાળવી રાખવા માટે મીઠું પાણી ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે. તમે નહાવાના પાણીમાં ફૂલ, ગુલાબજળ અથવા તો બીજા પદાર્થો નો ઉપયોગ જરૂર કર્યો હશે. પરંતુ મીઠાનું પાણી પણ તમારા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે તમારી ત્વચા પણ હેલ્ધી થઈ શકે છે. આવો જાણીએ તેના […]

Parul Mahadik

| Edited By: Pinak Shukla

Oct 30, 2020 | 5:27 PM

આરોગ્ય અને સુંદરતાને જાળવી રાખવા માટે મીઠું પાણી ખૂબ જ કારગર સાબિત થઇ શકે છે. તમે નહાવાના પાણીમાં ફૂલ, ગુલાબજળ અથવા તો બીજા પદાર્થો નો ઉપયોગ જરૂર કર્યો હશે. પરંતુ મીઠાનું પાણી પણ તમારા આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સાથે તમારી ત્વચા પણ હેલ્ધી થઈ શકે છે.

આવો જાણીએ તેના ફાયદાઓ વિશે. મીઠું પાણીમાં નાંખીને નહાવાથી મળે છે તે આરોગ્ય અને સુંદરતાના આ 5 લાભ .

તણાવથી બચવા માટે હળવા હૂંફાળા પાણીમાં મીઠું નાખીને નહાવાથી ખૂબ જ ફાયદો થાય છે. તેનાથી માનસિક રોગનો ખતરો ઓછો થાય છે.

મીઠાંનું પાણી મિનરલ્સથી ભરપૂર હોય છે. અને ત્વચાના રોમછિદ્રો સુધી પહોંચીને સફાઈ કરે છે. જેનાથી ત્વચામાં ઈંફેક્શનનો ખતરો નથી રહેતો.

મીઠાના પાણીથી નાહવાથી ત્વચાની કોશિકાઓનો વિકાસ સારો થાય છે. અને ત્વચા પરના ડાઘ ધબ્બા અને કરચલીઓ પર સકારાત્મક અસર નાખે છે.

મીઠાના પાણીનો એક મોટો ફાયદો એ છે કે તે હાડકા માં થનારા નાના-મોટા દર્દથી રાહત આપે છે. અને આગળ જઈને આર્થરાઈટિસની સમસ્યા એટલે કે હાડકાના દુખાવાથી પણ બચાવે છે.

ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાની સાથે તે મૃત ત્વચાને પણ સાફ કરે છે. અને ત્વચાને નરમ, ચમકદાર અને ગોરી બનાવવામાં મદદ કરે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati