આણંદ-વિદ્યાનગરના યુવાનોમાં વિંગ કમાન્ડર અભિનંદન જેવી મૂછો રાખવાનો ટ્રેન્ડ, પાર્લર સંચાલકો પણ અભિનંદન સ્ટાઈલની મૂછ મફત બનાવી આપે છે

‘મૂછે હો તો અભિનંદન જૈસી’ વિંગ કમાન્ડર અભિનંદનના પાકિસ્તાનમાંથી પરત આવ્યા બાદ આ ટ્રેન્ડ થઈ ગયો છે. યુવાનો હવે અભિનંદન જેવી મૂછો રાખવા લાગ્યા છે.  પાકિસ્તાનની કેદમાં રહ્યા પછી માતૃભૂમિ પરત આવેલ વિંગ કમાન્ડર અભિનંદનને વિરતાના જેટલા ઉદાહરણો આપવામાં આવે તેટલા ઓછા પડે, તેમજ તેમની એક વધુ આઇકોનિક વાત પણ છે. તે છે તેમની મૂછોની […]

આણંદ-વિદ્યાનગરના યુવાનોમાં વિંગ કમાન્ડર અભિનંદન જેવી મૂછો રાખવાનો ટ્રેન્ડ, પાર્લર સંચાલકો પણ અભિનંદન સ્ટાઈલની મૂછ મફત બનાવી આપે છે
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Mar 06, 2019 | 1:36 PM

‘મૂછે હો તો અભિનંદન જૈસી’ વિંગ કમાન્ડર અભિનંદનના પાકિસ્તાનમાંથી પરત આવ્યા બાદ આ ટ્રેન્ડ થઈ ગયો છે. યુવાનો હવે અભિનંદન જેવી મૂછો રાખવા લાગ્યા છે. 

પાકિસ્તાનની કેદમાં રહ્યા પછી માતૃભૂમિ પરત આવેલ વિંગ કમાન્ડર અભિનંદનને વિરતાના જેટલા ઉદાહરણો આપવામાં આવે તેટલા ઓછા પડે, તેમજ તેમની એક વધુ આઇકોનિક વાત પણ છે. તે છે તેમની મૂછોની સ્ટાઈલ. તણાવ અને દબાવ ના વાતાવરણ વચ્ચે પણ ‘હેન્ડલબાર’  સ્ટાઈલ તેમના ચહેરાના રૂઆબને વધુ પ્રકાશિત બનાવી રહી હતી. જેની અસર આણંદ વિધાનગરના  યુવાનો પણ જોવા મળી અને તેમની આ સ્ટાઈલ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. 

TV9 Gujarati

અભિનંદનની મૂછો માત્ર તેમની શક્તિ અથવા બુદ્ધિ નહીં પરંતુ ગૌરવ અને હિંમત પણ દર્શાવે છે. કપરા સમયમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ સાથે વાતચીત અને શાંતચિત્તે ખરેખર પ્રેરણાદાયી છે,સામાન્ય રીતે  ફિલ્મ હીરો સ્ટાઈલ તો હંમેશા યુવાનોમાં ચાલે જ છે. પણ આ વખતે આ  એક રિયલ હીરોથી યુવાનો પ્રેરણા  લઇ રહ્યા  છે. યુવાનોનું માનવું છે કે  આપણા દેશના સૈનિકો દેશ  માટે આટલું બલિદાન આપે છે, તો એમનો  આભાર માનવાનો આ એક રસ્તો છે. 
 અભિનદન સ્ટાઇલની  મૂછો બનાવી આપતા પાર્લર સંચાલક જણાવી રહ્યા છે કે આ એક નવો ટ્રેન્ડ છે અને તેને બનાવવાનું પણ સરળ છે. વધુમાં પાર્લર સંચાલક દ્વારા અભિનંદન સ્ટાઇલની મૂછ બનાવતા આવતા યુવાનો પાસે કોઈ ચાર્જ  વસુલવામાં આવતો નથી. 
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">