Tauktae Cycloneમાં અનેક પ્રકારની સેવા કરતા મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ ટ્રેનિંગ એકેડેમીના જાંબાઝ યુવાનો

ગુજરાતમાં ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાએ તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે કેટલાય વૃક્ષો ધરાશાયી થયા છે, તેમજ ઘરો અને વીજ પોલ પણ ધરાશાયી થયા હતા. વાવાઝોડાને કારણે ભારે પવન સાથે પડેલા વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે. 

Tauktae Cycloneમાં અનેક પ્રકારની સેવા કરતા મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ ટ્રેનિંગ એકેડેમીના જાંબાઝ યુવાનો
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: May 20, 2021 | 11:10 PM

ગુજરાતમાં ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાએ તબાહી મચાવી છે. વાવાઝોડાને કારણે કેટલાય વૃક્ષો ધરાશાયી થયા છે, તેમજ ઘરો અને વીજ પોલ પણ ધરાશાયી થયા હતા. વાવાઝોડાને કારણે ભારે પવન સાથે પડેલા વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

માનવતાના ઉત્તમ સેવાકાર્ય માટેની મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત-મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્કયુ ટ્રેનિંગ એકેડેમી ટીમ નિઃસ્વાર્થ સેવાકાર્યમાં જોડાઈ છેલ્લાં બે દિવસથી ખડેપગે રહી માનવતાનું ઉદાહરણ પુરૂં પાડી રહી છે.

ભારે વરસાદ અને વાવાઝોડાને કારણે બગોદરા-ભાવનગર હાઈવે રોડ ઠપ્પ થઈ ગયો હતો. રોડ પર પડી ગયેલા વૃક્ષો અને હોર્ડિંગ્સને હટાવી વાહન વ્યવહાર ચાલુ કરવાની કામગીરી સાથે કાચા મકાનોના પતરાં ઉડી જતા બચાવ કામગીરી, ઘવાયેલા માણસોને પ્રાથમિક સારવાર માટે ફર્સ્ટ એડ બોક્સ તેમજ પક્ષી-પશુ જીવ – વન્ય અભ્યારણ કે જે વિલુપ્ત પ્રજાતિ. જેમાં 7 ઈગલ, 1 ઘુવડ, 2 કોબ્રા સ્નેક, 12 મોર, 4 બેબી મંકી, 1 મોનિટર લીઝાર્ડ, 1 સનબર્ડ વગેરેને  અમદાવાદમાંથી રેસ્કયુ કરી લાઈફ કેર સેન્ટરમાં સારવાર માટે આપવામાં આવ્યાં હતાં.

શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય આશીર્વાદથી અને પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીની પ્રેરણાથી આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે અને સાથે સાથે નાની ઉંમરના બાળકો પણ આ બચાવ કામગીરી સહયોગ આપી રહ્યા છે. વળી ગઈરાત્રે જ આસ્ટોડિયા ખાતે બિલ્ડીંગ પડી જવાથી તત્કાળ રેસ્ક્યુ અને કોલ UPS એરિયા કોર્ડનની સેવા મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ રેસ્ક્યુ એન્ડ ટ્રેનિંગ એકેડેમીની ટીમ આપી રહી છે.

આ ઉપરાંત IDRRC / MDMRTA દ્વારા અમદાવાદ સિવાય મુંબઈ, મહીસાગર, પંચમહાલ, ગીર – સોમનાથ, ભાવનગર, મોરબી વગેરે અનેક સ્થળે માનવીય સેવાકીય કામગીરી પોતાને રાષ્ટ્રીય જવાબદારી સમજીને માનવીય સેવા આપી રહ્યા છે.

કપરા સમયમાં પણ અવિરતપણે સેવાની જ્યોત જલતી રાખવામાં આવી હતી. ટીમના હેડ હિતેશ પટેલ તથા સભ્યોનું કહેવું છે કે હજુ પણ જ્યાં સુધી સેવાકાર્યમાં અમારી સેવાની જરૂરિયાત રહેશે, ત્યાં સુધી અમે નિ:સ્વાર્થભાવે સેવા બજાવતા રહીશું.

આ પણ વાંચો: કેરળમાં બની નવી RT-PCR કીટ, ખોટો પોઝિટિવ રિપોર્ટ આવવાની સંભાવના નહીવત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">