નાની બહેનનું દિલ તોડનારા પ્રેમીની જાહેરમાં સરભરા…એક પછી એક થપ્પડનો ચખાડ્યો મેથીપાક

નાની બહેનનું દિલ તોડનારા પ્રેમીની જાહેરમાં સરભરા...એક પછી એક થપ્પડનો ચખાડ્યો મેથીપાક

નવસારીમાં નાની બહેનના પ્રેમીને મોટી બહેને જાહેરમાં સજા આપી. પ્રેમીનો વાંક એટલો જ હતો કે તેણે પોતાની પ્રેમિકાનું દિલ તોડ્યું. નાની બહેનનું  દિલ તૂટતા જ મોટી બહેન હચમચી ઉઠી. અને એકપણ ક્ષણનો વિચાર કર્યા વિના બહેનના પ્રેમીની જાહેરમાં સરભરા કરવાનો નિર્ણય કરીને નીકળી પડી. હાલ નવસારીમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.  આ પણ […]

TV9 Webdesk12

|

Oct 21, 2019 | 11:21 AM

નવસારીમાં નાની બહેનના પ્રેમીને મોટી બહેને જાહેરમાં સજા આપી. પ્રેમીનો વાંક એટલો જ હતો કે તેણે પોતાની પ્રેમિકાનું દિલ તોડ્યું. નાની બહેનનું  દિલ તૂટતા જ મોટી બહેન હચમચી ઉઠી. અને એકપણ ક્ષણનો વિચાર કર્યા વિના બહેનના પ્રેમીની જાહેરમાં સરભરા કરવાનો નિર્ણય કરીને નીકળી પડી. હાલ નવસારીમાં આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

આ પણ વાંચોઃ સંસદના શિયાળા સત્રની શરૂઆત 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર સુધી ચાલશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોમાં એક યુવતી ગાર્ડનમાં બેઠેલા એક યુવકની જાહેરામાં ધોલાઇ કરે છે. પહેલા તે યુવક પર થપ્પડોનો વરસાદ વરસાવે છે. અને ત્યારબાદ આ યુવતી પોતાના પટ્ટા વડે આ યુવકને મેથીપાક ચખાડે છે. સ્તબ્ધ થયેલો પ્રેમી યુવક માર ખાતો રહે છે અને તમાશો જોતો રહે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જોકે યુવકનો વાંક હોવાથી તેના મિત્રો પણ તેને છોડાવા આગળ નથી આવતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ વીડિયો નવસારીના જ્યુબિલી બાગનો છે. જ્યાં નાની બેહનના પ્રેમીની અક્કલ ઠેકાણે લાવવા મોટી બહેન આગળ આવી. હાલ નવસારીમાં આ વીડિયોએ ભારે ચકચાર જગાવી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati