World Nurse day: સુરતની 320 નર્સ થઈ હતી કોરોનાથી સંક્રમિત, 5 નર્સે જીંદગી ગુમાવી છતાં પડતર પ્રશ્નો માટે ધરણા પર બેસવાનો વારો

World Nurse day : 12 મેને વિશ્વ નર્સિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ફ્લોરેન્સ નાઈટીંગલે માનવસેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી છે. ફ્લોરેન્સને લેડી વિથ લેમ્પ કહેવામાં આવે છે. તેમની યાદમાં આ દિવસ ઉજવાય છે.

World Nurse day: સુરતની 320 નર્સ થઈ હતી કોરોનાથી સંક્રમિત, 5 નર્સે જીંદગી ગુમાવી છતાં પડતર પ્રશ્નો માટે ધરણા પર બેસવાનો વારો
World Nurse day:
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 12, 2021 | 2:04 PM

World Nurse day : 12 મેને વિશ્વ નર્સિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ફ્લોરેન્સ નાઈટીંગલે માનવસેવાને નર્સિંગ સાથે જોડીને નર્સિંગને નવી ઓળખ અપાવી છે. ફ્લોરેન્સને લેડી વિથ લેમ્પ કહેવામાં આવે છે. તેમની યાદમાં આ દિવસ ઉજવાય છે.

સુરતમાં પણ સિવિલ અને સરકારી હોસ્પિટલમાં રાત દિવસ જોયા વિના નર્સ દર્દીની સેવાને જ પોતાની ફરજ માને છે. સતત 8 થી 10 કલાક પીપીઈ કીટ પહેરીને, માસ્ક અને ગ્લવ્ઝ પહેરીને છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી તેઓ આ સેવા કરી રહ્યા છે.

સુરત સિવિલમાં 140 અને સ્મીમેર હોસ્પિટલમાં 180 નર્સ કોરોનાથી સંક્રમિત થયા હતા. જેમાંથી પાંચ નર્સનું અવસાન પણ થયું છે. છતાં પણ પોતાની પહેલી ફરજ સમજીને આજે પણ તેઓ કામગીરી કરી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સિવિલ હોસ્પિટલમાં કેટલીક નર્સ એવી છે કે જેઓ કોરોનાથી બે વાર સંક્રમિત થયા પછી ફરજ પર જોડાયા છે તો કેટલીક નર્સ પવિત્ર રમઝાન માસમાં રોજા રાખીને પણ ડ્યુટી કરી રહ્યા છે.

જોકે આજે નર્સિસ ડે ના દિવસે જ તેઓ ધરણા પર બેસવા મજબુર બન્યા છે. વિવિધ માંગણીઓ ન સંતોષાવાને કારણે તેઓ ધરણા પર બેઠા હતા. ગ્રેડ પે, આઉટસોર્સિંગ, ઉચ્ચતર પગાર, ખાલી જગ્યાઓ ભરવા, રજાઓનું વળતર આપવા સહિતની માંગણીઓ તેમના દ્વારા કરવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">