ઉત્તર ભારતમાં હિમવર્ષાથી રાજ્યમાં ઠંડા પવનને લીધે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 12.9 ડિગ્રીએ પહોંચ્યો

ઉત્તર ભારતમાં હિમવર્ષાથી રાજ્યમાં ઠંડા પવનને લીધે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 12.9 ડિગ્રીએ પહોંચ્યો

ઉત્તર ભારતમાં હિમવર્ષાથી રાજ્યમાં ઠંડા પવનને લીધે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 12.9 ડિગ્રી થયો હતો. શહેરમાં એક જ અઠવાડિયામાં સતત ત્રીજીવાર ઠંડીનો પારો ગગડતાં સોમવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ હતો. બે દિવસ પારો 12થી 13 ડિગ્રી રહેવાની શક્યતા છે. રવિવારે અમદાવાદમાં શિયાળાની સિઝનમાં પ્રથમવાર 8 ડિસેમ્બરે 14.3 ડિગ્રી સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું.  […]

TV9 Webdesk12

|

Dec 17, 2019 | 3:48 AM

ઉત્તર ભારતમાં હિમવર્ષાથી રાજ્યમાં ઠંડા પવનને લીધે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 12.9 ડિગ્રી થયો હતો. શહેરમાં એક જ અઠવાડિયામાં સતત ત્રીજીવાર ઠંડીનો પારો ગગડતાં સોમવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ હતો. બે દિવસ પારો 12થી 13 ડિગ્રી રહેવાની શક્યતા છે. રવિવારે અમદાવાદમાં શિયાળાની સિઝનમાં પ્રથમવાર 8 ડિસેમ્બરે 14.3 ડિગ્રી સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું.

આ પણ વાંચોઃ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ રામ મંદિર મુદ્દે ભાજપ અને RSS પર કરી ટિપ્પણી

ત્યારબાદ 11 ડિસેમ્બરને બુધવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13.4 ડિગ્રી નોંધાતા છેલ્લાં ત્રણ દિવસમાં બીજીવાર અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જયારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4.3 ડિગ્રી ગગડીને 25.0 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહિત 11 શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. રાજ્યમાં 9.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati