CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં 7થી વધુ નવા ચહેરોઓને મળશે સ્થાન ? આ 10 મંત્રીઓના નામ લગભગ નક્કી

ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 7થી 8 પાટીદાર પ્રધાનો, પાંચ અન્ય સવર્ણ પ્રધાન, 8થી 10 OBC, 2 દલિત અને 2થી 3 આદિવાસી પ્રધાન હોય શકે છે.

CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં 7થી વધુ નવા ચહેરોઓને મળશે સ્થાન ? આ 10 મંત્રીઓના નામ લગભગ નક્કી
Will there be more than 7 new faces in CM Bhupendra Patel's new cabinet?

CM ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળની આજે બપોરે શપથવિધિ છે. જેમાં 7થી વધુ નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. ટીવીનાઇન પાસે સૌથી પહેલા આ 10 નવા નામની યાદી છે.

આત્મારામ પરમાર, કિરીટસિંહ પરમાર, જગદીશ પંચાલ, રાકેશ શાહ, શશીકાંત પંડ્યા, દુષ્યંત પટેલ, નિમિષા સુથાર અને પ્રદ્યુમ્નસિંહ જાડેજા, હર્ષ સંઘવી, રાજેન્દ્ર ત્રિવેદી, ઋષિકેશ પટેલ – આ નામ પ્રધાનમંડળમાં લગભગ નક્કી જ છે.

ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 7થી 8 પાટીદાર પ્રધાનો, પાંચ અન્ય સવર્ણ પ્રધાન, 8થી 10 OBC, 2 દલિત અને 2થી 3 આદિવાસી પ્રધાન હોય શકે છે. છેલ્લી ઘડીએ શપથવિધિ એક દિવસ વહેલા કરવાના નિર્ણયથી નો-રિપિટ થિયરી લાગુ કરાય તેવી પક્ષમાં આશંકા છે.

ભાજપના સૂત્રોના જણાવ્યાનુસાર, ગત સરકારના લગભગ તમામ પ્રધાનોને પડતા મૂકીને ગુજરાતમાં સંપૂર્ણ નવુ જ પ્રધાનમંડળ રચવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેટલાક નવા અને જાણિતા ચહેરાઓને સ્થાન આપવામાં આવનાર છે.

સંભવિત મંત્રીઓની રાજકીય સફર પર એક નજર કરીએ

મનીષા વકીલ
25 માર્ચ 1975ના રોજ વડોદરામાં જન્મ
M.A., B.Ed (અંગ્રેજી સાહિત્ય)નું શિક્ષણ લીધું
બ્રાઇટ ડે સ્કૂલમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી
2012ની વિધાનસભાની ચૂંટણીમાં શહેર વાડીની બેઠક પર જીત્યા
ધારાસભ્ય તરીકે મનીષા વકીલની સતત બીજી ટર્મ
ભાજપના સંનિષ્ઠ મહિલા કાર્યકર્તાઓની યાદીમાં સમાવિષ્ટ
વડોદરા અને મધ્ય ગુજરાતમાં પ્રતિનિધિત્વ આપવા પસંદગી

રાજેન્દ્ર ત્રિવેદી
19 જૂન 1954ના દિવસે વડોદરામાં જન્મ થયો
B.Sc (ઓનર્સ), LLBનું શિક્ષણ લીધું
વડોદરાની રાવપુરા બેઠક પરથી ધારાસભ્ય
તેરમી વિધાનસભામાં પણ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા
રાજ્યકક્ષાના પ્રધાનમાંથી વિધાનસભા અધ્યક્ષ બન્યા
2012-17માં રાજ્યકક્ષાના પ્રધાન તરીકે ફરજ બજાવી
ફેબ્રુઆરી-2018થી વિધાનસભામાં સ્પીકર તરીકે કાર્યરત
વાંચન અને સામાજિક પ્રવૃત્તિનો શોખ

દુષ્યંત પટેલ
ભરૂચના આ ધારાસભ્ય પોલિશ્ડ રાજનેતા
અંગ્રેજી આવડતું હોવાથી આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં સરકારની સારી ઇમેજ પાડી શકે
વિધાનસભાની કાર્યવાહીના જાણકાર
દુષ્યંત પટેલ સરકારમાં હોય તો પ્રધાનમંડળનું વજન વધી જાય

હર્ષ સંઘવી
સી.આર.પાટીલના નજીકના લોકોમાં ગણતરી
ભાજપનો યુવા ચહેરો
કોઇ પણ પ્રજાલક્ષી કામમાં તત્પર વ્યક્તિત્વ
પ્રધાનમંડળમાં પાટીલનું વર્ચસ્વ સાચવી રાખવા મહત્વપૂર્ણ

જીતુ વાઘાણી
ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ
સંગઠનનો સારો અનુભવ
ચૂંટણીઓની બાબતમાં પણ અનુભવી
ઘણા સમયથી હોદ્દાથી દૂર
યુવાન પાટીદાર ચહેરા તરીકે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ

આત્મારામ પરમાર-
સિનિયર દલિત આગેવાન
સી.આર.પાટીલના ખૂબ નજીકના
વિધાનસભામાં બોટાદનું પ્રતિનિધિત્વ કરે છે
દક્ષિણ ગુજરાતમાં સારી નામના
મંત્રી બનતા કેબિનેટમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની હિસ્સેદારી બનશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati