આરતીના સમયે શા માટે ઘંટી કે ઘંટ વગાડવામાં આવે છે, શું છે આનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ !

આરતીના સમયે શા માટે ઘંટી કે ઘંટ વગાડવામાં આવે છે, શું છે આનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ !

શાસ્ત્રોમાં ઘંટ કે ઘંટી વગાડવાનો અર્થ ભગવાન સમક્ષ હાજરી આપવાનો છે. આ સિવાય, ઘંટી કે ઘંટ વગાડવા પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે જે આપણે બધાએ જાણવું જોઈએ.

TV9 Gujarati

| Edited By: Utpal Patel

Feb 12, 2021 | 5:09 PM

સનાતન ધર્મમાં આરતી દરમિયાન ઘંટ કે ઘંટી વગાડવાની પ્રથા છે. એટલું જ નહીં, જ્યારે પણ આપણે કોઈ મંદિરે જઈએ છીએ, ત્યારે આપણે વિવિધ પ્રકારના ઘંટ અને ઘંટીઓ જોવા મળે છે. જેને લોકો મંદિર માં પ્રવેશ દરમિયાન અને આરતીના સમયે વગાડે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે કરવામાં આવે છે ? ચાલો તેના ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ વિશે જાણીએ.

પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે સમયે બ્રહ્માંડની રચના કરવામાં આવી હતી, તે સમયે ધ્વનિનો પડઘો સંભળાયો હતો. ઘંટ તે અવાજનું પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન સામે ભક્તો ઘંટ કે ઘંટી વગાડીને પોતાની હાજરી દર્શાવે છે.

શરીરના ચક્રો સક્રિય થાય છે

એવું માનવામાં આવે છે કે આનાથી ભગવાનની મૂર્તિમાં ચેતના આવે છે. આ સિવાય ત્યાં હાજર લોકોમાં ભક્તિભાવ સ્વૈછિક ઉતપન્ન થવા લાગે છે. ભગવાન તમારી પ્રાર્થના અને તમારી ભોગ સ્વીકારે છે. જ્યોતિષ શાસ્ત્રનું માનીએ તો , ઘંટ કે ઘંટીની ગુંજ આપણા શરીરના સાત ચક્રોને થોડા સમય માટે સક્રિય કરે છે, તેનાથી નકારાત્મક વિચારો દૂર થાય છે અને શરીરને સકારાત્મક ઊર્જાથી શક્તિ મળે છે.

વાતાવરણ શુદ્ધ થાય

ઘંટી કે ઘંટ વાગવાથી વાતાવરણમાં કંપન થાય છે. આ સ્પંદન દૂર-દૂર સુધી પહોંચે છે. આને કારણે, તે વિસ્તારના વાયરસ, બેક્ટેરિયા અને સુક્ષ્મજીવો નાશ પામે છે. આ ત્યાંનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બને છે અને સાથે નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ઘંટ કે ઘંટી વગાડવાથી તમારા મન અને મગજમાં પણ વિશેષ પ્રભાવ પડે છે. ઘંટનો અવાજ મગજના જમણા અને ડાબા ભાગોને સંતુલિત કરે છે. તમારા મગજમાં તણાવ દૂર કરે છે અને એકાગ્રતા વધારે છે.

જાણો કેટલા પ્રકારના હોય છે ઘંટ (ઘંટી)

1. ઘરમાં વગાડવામાં આવતી નાની ઘંટી જેને હાથમાં લઈને વગાડવાની હોય છે, તે ગરુડ ઘંટી કહેવામાં આવે છે.

2. ઘંટનું મોટું સ્વરૂપ જેને વગાડવાથી દૂર દૂર સુધી અવાજ પહોંચે છે, જેને ઘંટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ મંદિરોમાં જોવા મળે છે.

3. પિત્તળની એક ગોળ પ્લેટ જેને લાકડા અથવા નાના હથોડાથી મારવામાં આવે છે તેને હાથ ઘંટી કહેવામાં આવે છે. તે ઘણીવાર કથા વગેરેમાં વપરાય છે.

4. મંદિરના પ્રવેશ દ્વાર પર લટકતી ઘંટી જે નાની અને મોટી આકારની હોય છે, જેને દ્વાર ઘંટ કે ઘંટી કહેવામાં આવે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati