શું છે સિંહોના મોત પાછળનું યોગ્ય કારણ ? વાયરસ, બેદરકારી કે પછી તંત્ર

સમગ્ર વિશ્વમાં વન્યપ્રેમીઓને સ્તબ્ધ કરી દે તે રીતે એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામ ગીરમાં ઘાતક બિમારીથી વનરાજો એક પછી એક મરી રહ્યાં છે. આ બિહામણો સિલસિલો આગળ વધતા મૃત્યુઆંક 23 ઉપર પહોંચ્યો છે. શરૂઆતમાં 11 સિંહ પછી 10 સિંહ અને ગઇકાલે એટલે કે મંગળવારે વધુ બે સિંહના મોતને લઇ આ આંકડો 23 પર પહોંચી ગયો છે. […]

શું છે સિંહોના મોત પાછળનું યોગ્ય કારણ ? વાયરસ, બેદરકારી કે પછી તંત્ર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2018 | 2:31 PM
સમગ્ર વિશ્વમાં વન્યપ્રેમીઓને સ્તબ્ધ કરી દે તે રીતે એશિયાટીક સિંહોના એકમાત્ર મુકામ ગીરમાં ઘાતક બિમારીથી વનરાજો એક પછી એક મરી રહ્યાં છે. આ બિહામણો સિલસિલો આગળ વધતા મૃત્યુઆંક 23 ઉપર પહોંચ્યો છે. શરૂઆતમાં 11 સિંહ પછી 10 સિંહ અને ગઇકાલે એટલે કે મંગળવારે વધુ બે સિંહના મોતને લઇ આ આંકડો 23 પર પહોંચી ગયો છે. હજુ પાંચ સિંહની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.  હજી પણ 28 સિંહો સારવાર હેઠળ છે. આમ છતાં બેદરકાર વનતંત્ર અને મંત્રીઓ ખોટાં નિવેદનો આપતાં હોય ત્યારે ગીરમાં વનરાજો ઉપર ખતરો વધુને વધુ ઘેરો બની રહ્યો છે.
માત્ર દેખાવ કરતા વનતંત્રે હવે ઊંઘમાંથી જાગી નિષ્ણાંતોની ટીમને બોલાવી છે, ઉપરાંત અમેરિકાથી પણ દવા મંગાવી છે. મુખ્ય વન સંરક્ષક વન્ય પ્રાણી વર્તુળ જૂનાગઢની સત્તાવાર વિગતો જ ચોંકાવનારા ઘટનાક્રમને બયાન કરી દે છે.
– છેલ્લાં 3 સપ્તાહમાં, 12મી સપ્ટેમ્બરથી 19મી સપ્ટેમ્બર સુધીમાં દલખાણીયા, જસાધાર રેન્જના 11 સિંહોનાં મોત થયા હતા. જેમાં 7 સિંહોના મૃતદેહ જંગલમાંથી મળેલા, જયારે 4ના સારવાર દરમિયાન મોત થયા હતા.
– 20મી સપ્ટેમ્બરથી 30મી સપ્ટેમ્બર સુધીમાં દલખાણીયા રેન્જમાંથી રેસ્કયૂ કરી 10 સિંહોને લાવવામાં આવેલા જેના મોત થયાની વિગતો જાહેર થઈ છે. કહેવાય છે કે 7 સિંહોના મૃતદેહ જંગલમાંથી કોહવાયેલા મળ્યા છે.
– વનમંત્રી મોડે મોડે ગીર પહોંચ્યા અને જે રીતે 10 સિંહોના મોત પછી મોડે મોડે નિષ્ણાતોની ટીમ બોલાવાઈ ત્યારે જ વન્યપ્રેમીઓ ઉકળી ઉઠયા હતા.વનતંત્રે હવે ઊંઘમાંથી જાગી નિષ્ણાંતોની ટીમને બોલાવી છે, ઉપરાંત અમેરિકાથી પણ દવા મંગાવી છે.
-11 સિંહોના મોત થયા બાદ વધુ 10 સિંહોના મોત નિપજ્યા ત્યારે ‘ઈનફાઈટ’ને આગળ ધરી વન્ય વિભાગે ત્વરિત પગલા ન લીધા. હવે વાયરસ અને ઈન્ફેકશનના કારણે સિંહોના મોત થયાનું બહાર આવતા તજજ્ઞોને બોલાવી અને વેક્સિનેશનની જાહેરાત થઈ છે.
– ગીરમાં કેટલાક સિંહોની તપાસ કરતી ટીમે જણાવ્યું હતું કે, પૂણેની વાઈરોલોજીના રિપોર્ટ્સ, જૂનાગઢ વેટરનરી કોલેજના રિપોર્ટ્સ તથા સિંહોની બોડી લેંગ્વેજ પરથી અને તેમના ખોરાક વગેરે પરથી ખબર પડી કે કેટલાક સિંહોની રોગ પ્રતિકારક શક્તિ મંદ થઇ હોવાનો સંકેત આપે છે.
– બીજી તરફ વનવિભાગે નબળા સિંહોને અમેરિકી રસી આપવાનો નિર્ણય લેતા સક્કરબાગ ઝૂમાં સિંહ-દિપડામાં સી.ડી.વી. દેખાયા બાદ આ રસી આપનારા ડો.સી.એન.ભુવા આજે મોડેથી વેક્સિનેશનની કામગીરીમાં જોડાયા હતા અને વેટરનરી રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ બરેલીની ટીમ સાથે તેઓએ ચર્ચા કરી હતી.
તો આ તરફ ગીરમાં સિંહોની કુદરતી મારણ શકિત સામે જ પ્રશ્નાર્થ ઊભો થયો છે. સિંહોને બિમાર પશુઓ અને મરઘા ખવડાવાતા હોવાના કારણે બિમાર થઇ રહ્યા છે. તંત્રની ઘોર બેદરકારીથી સિંહોના પ્રાકૃતિક શિકાર સામે ખલેલ સર્જાઈ છે, અને મારણની બિમારી સિંહોને લાગૂ પડી છે.
– તમામ રિપોર્ટ પછી વન તંત્રના ઉચ્ચ અધિકારીએ આખરે સિંહોમાં ‘કેનાઈન ડિસ્ટેમ્પર’ નામની ઘાતક બીમારી હોવાનો સ્વીકાર કર્યો છે. હાલમાં વધુ 3 સિંહોની સ્થિતિ નાજૂક હોવાનું જાણવા મળે છે. જે પછી દલખાણીયા રેન્જના વધુ બે સિંહોએ પણ સારવાર દરમિયાન દમ તોડયો હતો. સિંહોને કુદરતી શિકારને બદલે તૈયાર મારણ આપવાથી બીમારી વકરી છે.
– વનતંત્રએ આખરે મોડે મોડે સ્વીકાર્યું હતું કે 4 સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પર જેવી ઘાતક બિમારીના લક્ષણો જોવા મળ્યા છે. આથી 28 સિંહોને રેસ્કયુ કરી એનિમલ કેર સેન્ટરમાં રાખી વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે. હાલમાં મૃત્યુ પામેલા 23 સિંહોની સાથેના અન્ય પાંચ સિંહોની સ્થિતિ ચિંતાજનક છે.
– સરકારના ગીરમાં 64 ટીમો દ્વારા 600 સિંહોના સ્ક્રિનિંગનું નેતૃત્વ કરનાર ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન અક્ષય સક્સેનાએ જણાવ્યું કે 4 સિંહોમાં કેનાઈન ડિસ્ટેમ્પરના લક્ષણો જણાતા તમામ સિંહોનું પરીક્ષણ થઇ રહ્યું છે. જુદી જુદી રેન્જ જામવાળા, જસાધાર અને આસપાસના સિંહો પર પણ નજર રાખવામાં આવી રહી છે.
– આ તરફ ગીરમાં સિંહોના મોત વાયરસ અને પ્રોટોઝોલા ઈન્ફેક્શનના કારણે થયાની જાહેરાત બાદ હવે આ મામલે અધિકારીઓની બેદરકારીની પણ તપાસ શરૂ થઈ છે.
– તો મુખ્યમંત્રીએ જણાવ્યું કે સિંહોના મોત મામલે જે પણ અધિકારી બેદરકાર જણાશે તેની સામે આકરાં પગલાં લેવાશે. બીજી તરફ ઉત્તરપ્રદેશના ઈટાળા સફારી પાર્ક અને દિલ્હી ઝૂના નિષ્ણાતોએ આઈસોલેટ કરેલા સિંહો ઉપર વેક્સિનેશન માટે કામગીરી શરૂ કરી દીધી છે. તેમજ આ મામલે હવે રાજ્ય સરકારની કેબિનેટ ટીમ પણ મોટી જાહેરાત કરી શકે છે.
– બીજી તરફ નામદાર હાઇકોર્ટે પણ આ મામલે લાલ આંખ કરતાં અવલોકન કર્યું છે અને સિંહોને આપવામાં આવતાં ખોરાક સામે સવાલો ઉઠાવ્યા છે અને તેમાં પગલાં ભરવા માટે કહ્યું છે.
-મુખ્ય વન સરંક્ષક ડીટી વસાવડાએ કરી જાહેરાત, ગીરના સરસિયા વિડી સિવાયના 575 સિંહો સંપૂર્ણ સ્વસ્થ હોવાનો દાવો કરવામાં આવ્યો. 31 સિંહોને જામવાલા એનિમલ કેર સેન્ટર ખાતે તથા 5 સિંહોને જસાધાર ખાતે નિરીક્ષણમાં રખાયા છે. તેમજ 22000 ચોરસ કિ.મીમાં માત્ર 25 ચોરસ કિ.મી વિસ્તારમાં સિંહોના મોત થયા છે.વન વિભાગની સ્ક્રીનીંગમાં સિંહોની સંખ્યા રેકોર્ડબ્રેક 600થી વધુ નોંધાઇ છે.તેમજ અમેરિકાથી મંગાવેલી વેકસીન સાવચેતીના ભાગરૂપે મંગાવાય છે જરૂર જણાશે તો ઉપયોગમાં લેવાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">