ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને કોણ આપી રહ્યું છે આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ ? બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-3

આસામમાં NRCની યાદી જાહેર થયા બાદ દેશભરમા એનઆરસી સર્વે કરવાની માગ ઉઠી છે. અને તેના છેડા ગુજરાત સુધી પણ પહોંચવાના છે. ગુજરાતમાં 50 હજારથી વધુ બાંગ્લાદેશી પરિવારો વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે વરસાટ કરે છે. અને સમયાંતરે પોલીસ આવા લોકોની ધરપકડ પણ કરે છે. અને પરત મોકલી દે છે. તે છતાં પણ બાંગ્લાદેશીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. […]

ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને કોણ આપી રહ્યું છે આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ ? બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-3
TV9 Webdesk12

|

Aug 31, 2019 | 12:04 PM

આસામમાં NRCની યાદી જાહેર થયા બાદ દેશભરમા એનઆરસી સર્વે કરવાની માગ ઉઠી છે. અને તેના છેડા ગુજરાત સુધી પણ પહોંચવાના છે. ગુજરાતમાં 50 હજારથી વધુ બાંગ્લાદેશી પરિવારો વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે વરસાટ કરે છે. અને સમયાંતરે પોલીસ આવા લોકોની ધરપકડ પણ કરે છે. અને પરત મોકલી દે છે. તે છતાં પણ બાંગ્લાદેશીઓની સંખ્યામાં ઘટાડો થયો નથી. થોડા સમય પહેલા જ ગુજરાત પોલીસે 47 બાંગ્લાદેશીઓની ધરપકડ કરી હતી. પરંતુ કહાની અહીંથી આગળ વધી ચૂકી છે. પહેલા આ લોકો પાસે ભારતના કોઈ પુરાવા નહોતા અને હવે બાંગ્લાદેશી એક ભારતીય બની રહ્યા છે. જે સમાજ અને પોલીસ બંને માટે ચિંતાનો વિષય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચોઃ ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને કોણ આપી રહ્યું છે આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ ? બાંગ્લાદેશી ઘૂસણખોરોથી ખતરાનો ભાગ-2

કોણ આ લોકોને અહીં આવવામાં મદદ કરે છે?

ભારતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓનું એક મોટું દલાલ નેટવર્ક છે. અમદાવાદના ચંડોળામાં વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અભિયાન ચલાવતી એનજીઓના સંચાલક ઇમરાન મકરાણીની માનીએ તો, બાંગ્લાદેશી ઘૂસણખોરોને વસવાટ કરાવવા દલાલોનું મોટુ નેટવર્ક કાર્યરત છે. દલાલોએ નક્કી કરેલા રૂપિયા આપીને આ ઘૂસણખોરો પોતાના નકલી ઓળખપત્ર બનાવી લે છે. ભારતમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને નોકરી સહિત સારુ ભવિષ્યનુ સ્વપ્ન દેખાડીને તેઓ બાગ્લાદેશીઓ પાસે નાણા લઇને ભારતમાં ઘૂસણખોરી કરાવે છે. આ દલાલોનું નેટવર્ક બાંગ્લાદેશથી લઇને ભારતના જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલું છે. 50 હજાર રુપિયાથી લઇને 2 લાખ રુપિયા બાગ્લાદેશની બોર્ડર પાર કરાવવા માટે દલાલો ચાર્જ કરતા હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ દલાલો ઘેટાં-બકરાંની જેમ ભારતમાં જવા ઇચ્છતા લોકોને બોર્ડર ઉપર લઇ આવે છે. અને તેમને બોર્ડર પાર કરાવે છે. ઘણી વખત સુરક્ષા જવાનોની ગોળીબારમાં બાગ્લાદેશીઓની મોત થતી હોય છે. 40થી ટકા પકડાઇ જાય છે જ્યારે બાકીના લોકો ભારતમાં ઘૂસી જાય છે.

ભારતમાં આવતાની સાથે આ લોકોને હિન્દુસ્તાની નામ અને ઓળખ આપી દેવાઈ છે. ગુજરાતમાં સહિતના વિસ્તારમાં તેમને એક સાથે કોલોનીમાં રાખવામાં આવે છે. ભોજન અને નોકરી માટેની વ્યવસ્થા પણ આ દલાલ દ્વારા જ થતી હોય છે. જે બાદ રૂપિયા કમાવવા કડીયા કામ, ઔદ્યોગિક વસાહતો, ભીખ માગવાના કામથી મજૂરીએ રાખવામાં આવે છે. અને ઘૂસણખોરોની આવકમાંથી 30 ટકા હિસ્સો દલાલને આપવાનો હોય છે. અને તે નિશ્ચિત સીમકાર્ડ થકી તેમને પોતાના વતનમાં પણ વાત પણ કરાવે છે. ફોન પર વાત કરાવવાનો ચાર્જ અલગથી વસૂલાત કરાઈ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કેટલા સમયથી ચાલી રહ્યું છે ઘૂસણખોરીનું આ કાવતરું

એક માહિતી અનુસાર અમદાવાદના ચંડોળા તળાવ નજીક ત્રણ પેઢીથી ઘૂસણખોર બાંગ્લાદેશીઓ વસવાટ કરી રહ્યા છે. અને માત્ર વસવાટ નહીં પણ તેમની પાસે આધાર કાર્ડ, પાનકાર્ડ ચૂંટણી કાર્ડમાં છે. તેમના બાળકો શાળાઓમાં અભ્યાસ કરે છે. તેમની ભાષા બંગાળી હોવાથી તેમને ઓળખ કરવા પણ મુશ્કેલ બને છે. પોલીસ તંત્ર શંકાના આધારે ઘણી વખત કોમ્બિંગ કરીને ધરપકડ કરે છે. પણ તેઓ પરત આવી જાય છે. ત્યારે ઓલ ગુજરાત બંગાળી એસોસિએશનના પ્રમુખ રઉફ શેખની માનીએ તો, શરુઆતમાં પશ્ચિમ બંગાળથી આવતા કારીગરો અને મજૂરોને પણ પોલીસ બાંગ્લાદેશી સમજીને પકડતી હતી. પણ હવે અમે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અભિયાન ચલાવીએ છે. જેથી અનેક બાગ્લાદેશીઓ પકડાયા છે.

[yop_poll id=”1″]

આ બાંગ્લાદેશીઓ કેમ સરળતાથી દેશમાં આવી શકે છે

આ ઘૂસણખોરીનું કાવતરું એટલે સફળ બની રહ્યું છે. કારણ કે, સ્થાનિક દલાલો તમામ દસ્તાવેજો બનાવવા માટે મદદ કરી રહ્યા છે. સૌથી પહેલા કોઇ સ્થાનિકના ઘરમાં ભાડા કરાર કરીને તેઓ અહી રહી જાય છે. જે બાદ LICની પોલિસીનું એકાઉન્ટ ખોલાવી દેવાય છે. અને LICના આધારે સરકારી ડોક્યુમેન્ટ જેવા કે, રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ વિગેરે નિકળી જાય છે. સૂત્રોની માનીએ તો આવી રીતે પાંચ હજારથી વધુ પરિવારો ચંડોળા અને અમદાવાદમાં વિવિધ હિસ્સાઓમાં હજુ પણ વસવાટ કરે છે. જેમને લોકેટ કરવામાં સ્થાનિક IB પણ નિષ્ફળ નિવડે છે.

થોડા સમય અગાઉ SOGએ 47 જેટલા બાંગ્લાદેશીને પકડ્યા છે. જેમાં મોટાભાગના લોકો નાના-મોટા ગુનાઓ સાથે જોડાયેલા હતા. આ લોકો ઘરફોડ ચોરી, ચેન સ્નેચિંગ, ચોરી જેવી પ્રવૃતિઓમાં પોલીસના ચોપડે ચિતરાયેલા છે. ત્યારે આવા ગેરકાયદે લોકોના કારણે એક તરફ ગુજરામાં પણ જોખમ ઉભું થયું છે તો, બીજી તરફ તંત્ર બાગ્લાદેશ તરફથી આવતા લોકો આતંકવાદી ગ્રૂપનો હિસ્સો હોઈ શકે છે. છેલ્લા પાંચ વરસમાં 250થી વધુ બાંગ્લાદેશીઓ પકડાયા છે. સરકારના ગૃહ વિભાગના આંકડા મુજબ અમદાવાદાથી લઇને સુરત અને ભુજ સહિત રાજ્યમાંથી ગેરકાયદે વસતા બાગ્લાદેશીઓને પોલીસે પકડ્યા છે. જેમાં 200 જેટલા અમદાવાદમાંથી ઝડપાયા છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati