કોરોનાની કોને પડી ? રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવા હીરાબજારમાં નિરસતા

સુરત મહાનગરપાલિકાએ કોરોનાને કંટ્રોલ કરવા માઇક્રોપ્લાનીંગ શરૂ કર્યું છે. ખાસ કરીને સુરતમાં અનલોક પછી ટેક્સટાઇલ અને હીરાઉધોગ ધમધમતા થયા છે ત્યારબાદ સૌથી વધુ કેસ આ બે ઇન્ડસ્ટ્રીઝમાંથી સામે આવી રહ્યા છે. પાલિકાએ સુપર સ્પ્રેડર અને સુપર વેન્યુ શોધીને રોજ અલગ અલગ કોમ્યુનિટીના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હીરાબજારમાં પણ સુરત […]

કોરોનાની કોને પડી ? રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવવા હીરાબજારમાં નિરસતા
Parul Mahadik

| Edited By: Bipin Prajapati

Sep 29, 2020 | 4:43 PM

સુરત મહાનગરપાલિકાએ કોરોનાને કંટ્રોલ કરવા માઇક્રોપ્લાનીંગ શરૂ કર્યું છે. ખાસ કરીને સુરતમાં અનલોક પછી ટેક્સટાઇલ અને હીરાઉધોગ ધમધમતા થયા છે ત્યારબાદ સૌથી વધુ કેસ આ બે ઇન્ડસ્ટ્રીઝમાંથી સામે આવી રહ્યા છે. પાલિકાએ સુપર સ્પ્રેડર અને સુપર વેન્યુ શોધીને રોજ અલગ અલગ કોમ્યુનિટીના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હીરાબજારમાં પણ સુરત મનપાએ એક ટીમ મૂકી છે. જે આ વિસ્તારમાં કામ માટે આવતા રત્નકલાકારો તેમજ હીરાવેપારીઓના રેપીડ એન્ટીજન ટેસ્ટ કરાવી રહી છે. અને ત્વરિત પરિણામ પણ આપી રહી છે.

પણ તેના માટે હીરાબજારમાં કામ કરતા લોકોમાં નીરસ માહોલ હોય તેવું દેખાઈ રહ્યું છે. રેપીડ એન્ટીજન ટેસ્ટ માટે ટીમ મૂકી હોવા છતાં હીરાઉધોગ સાથે જોડાયેલા લોકોમાં આ ટેસ્ટ કરાવવા ગંભીરતા નથી દેખાઈ રહી.

વધુમાં અહીં લોકો ટોળામાં માસ્ક વગર તેમજ સોશિયલ ડિસ્ટનસિંગ વગર બેસેલા જોવા મળ્યા હતા. આ જ બતાવે છે કે સુરતમાં કોરોના વકરી રહેલો હોવા છતાં તેનાથી બચવા માટે લોકોમાં હજી પણ જાગૃતિનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃસુરતના કાપડના વેપારીઓને છેતરપિંડીથી બચાવશે ‘અર્જુન’

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati