જાણો, 2015માં ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કયા પક્ષની, શુ હતી સ્થિતિ ?

Gujarat municipal corporation election result 2021 : ગુજરાતમાં આ વર્ષે યોજાયેલી છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઓછા મતદાનથી સૌ કોઈ ચોકાવનારા પરિણામની અપેક્ષા રાખી રહ્યાં છે. ત્યારે જોઈએ કે 2015માં ગુજરાતની છ મહાનગરપાલિકાની ચૂંટણીમા કયા રાજકીય પક્ષે કેવુ કાઠુ કાઢ્યુ હતું.

  • Bipin Prajapati
  • Published On - 7:10 AM, 23 Feb 2021
gujarat-civic-polls-2021-live-news-for-voting-on-district-panchayat-81-nagar-palika-and-214-taluka-panchayat
File Image

Gujarat municipal corporation election result 2021 : ગુજરાતમાં નવેમ્બર 2015માં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. 2015ની મનપાની ચૂંટણીના પરીણામો પર કરીએ એક નજર.

અમદાવાદ
વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલનના વધતા પ્રભાવ વચ્ચે ભાજપે 192 માંથી 143 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસ માત્ર 48 બેઠકો જ મેળવી શક્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ વર્ષ 2005 થી સતત જીતતુ આવ્યું છે. જ્યારે કોંગ્રેસ 2005 બાદ 48થી વધારે બેઠક મેળવી શક્યું નથી.

વડોદરા
Vadodara મહાનગરપાલિકામાં કુલ 19 વોર્ડ અને 76 બેઠકો છે. જેમાં વર્ષ 2015ની ચુંટણીના પરિણામ પર નજર કરીએ તો ભાજપ પાસે 58 બેઠક હતી. જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 13 બેઠક જ હતી. જ્યારે અન્ય પાટી આરએસપી પાસે 4 બેઠકો હતી. જો કે આ વખતે આરએસપી પક્ષના અધ્યક્ષ રાજેશ આયરે સહિત તેમના પક્ષના કોર્પોરેટરે ભાજપમાં જોડાયા છે. જો કે આ વખતે ચુંટણીમાં ભાજપ માટે કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી અને ઓવેસીની પાર્ટી એઆઈએમઆઈએમ પડકાર બને તેમ લાગી રહ્યું છે.

સુરત
સુરત શહેરમાં કુલ 30 વોર્ડ અને 120 બેઠકો માટે મતદાન થવાનું છે. જેમાં વર્ષ 2015માં ભાજપને પાટીદાર અનામત આંદોલનના પગલે માત્ર 89 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. જયારે કોંગ્રેસનો 37 બેઠક પર વિજય થયો હતો. જ્યારે આ વર્ષે સુરતનો ડાયમંડ અને ટેકસટાઇલ ઉદ્યોગ કોરોના અને જીએસટીનો માર સહન કરી રહ્યો છે. તેવા સમયે સુરતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી આ વખતના ચુંટણી પરિણામોમાં મોટા ફેરફાર લાવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. તેમજ સુરતના પાટીદાર મતદારોનું વલણ કોના તરફ રહે છે તેની પર ચુંટણી પરિણામોનો મદાર છે.

ભાવનગર
ગુજરાતમાં ભાજપ માટે અમદાવાદ, સુરત, વડોદરા બાદ ભાજપ માટે સૌરાષ્ટ્રમાં રાજકોટ બાદ Bhavnagar પણ એટલી જ મહત્વની મહાનગરપાલિકા છે. Bhavnagar મહાનગરપાલિકામાં કુલ વોર્ડ 13 છે જેમાં 52 બેઠકોનો સમાવેશ થાય છે.ભાવનગરમાં વર્ષ 2015ની ચુંટણી પરિણામોની વાત કરીએ તો ચૂંટણીઓમાં ભાજપે 34 બેઠકો પર અને કોંગ્રેસ 18 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જો કે આ વખતે ભાજપ માટે ચુંટણી થોડી કપરી બની શકે તેમ છે.ભાવનગરમાં સ્થાનિક જાતિગત સમીકરણોને લઇને ભાજપ માટે ગત ચુંટણી જેટલી બેઠકો આ ચુંટણીમાં જાળવી રાખવી પડકાર બની શકે તેમ છે.

જામનગર
જામનગર ( Jamnagar ) મહાનગરપાલિકાની વાત કરીએ તો કુલ 16 વોર્ડમાં 48 બેઠકો આવેલી છે. જેમાં પણ વર્ષ 2015ની ચુંટણીમાં 48 બેઠકમાંથી ભાજપને કુલ 32 બેઠકો મળી હતી. જયારે કોંગ્રેસને કુલ 16 બેઠકો મળી હતી. જો કે આ વખતે સૌરાષ્ટ્રમાં એનસીપી અને આમ આદમી પાર્ટીના સ્થાનિક રાજકારણમાં પ્રવેશના લીધે ચુંટણી પરિણામો પણ તેની અસર જોવા મળી શકે છે.

રાજકોટ
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હોમટાઉન એવા, રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ 2015ના ચુંટણી પરિણામની વાત કરીએ તો ભાજપે રાજકોટ મહાનગરપાલિકામાં 38 બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે કોંગ્રેસને 34 બેઠકો મળી હતી. જેમાં પાટીદાર આંદોલનના પ્રભાવને લીધે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર રહી હતી. જો કે આ વખતે ભાજપના મતદારોને યોગ્ય વિકલ્પ આપવા માટે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યુ છે. ત્યારે જોવાનું એ છે શુ આપ પાર્ટી રાજકોટમાં ભાજપનો વિક્લ્પ બની શકે છે કે નહી ?