કોરોનાથી ગુજરાતને બચાવવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો શું છે પ્લાન? 

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના દર્દીઓનો 'સરકારી' આંકડો જ 10,000 પાર થઈ ચૂક્યો છે. બેડ, વેન્ટિલેટર, તથા ઓક્સિજનની અછતની તમામ જિલ્લામાંથી ફરિયાદ આવી રહી છે, ત્યારે સરકારને પૂરક બનવા ભાજપ સંગઠને કમર કસી છે.

કોરોનાથી ગુજરાતને બચાવવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો શું છે પ્લાન? 
CR Patil
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Apr 18, 2021 | 9:44 PM

ગુજરાતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. કોરોના દર્દીઓનો ‘સરકારી’ આંકડો જ 10,000 પાર થઈ ચૂક્યો છે. બેડ, વેન્ટિલેટર, તથા ઓક્સિજનની અછતની તમામ જિલ્લામાંથી ફરિયાદ આવી રહી છે, ત્યારે સરકારને પૂરક બનવા ભાજપ સંગઠને કમર કસી છે. સુરતમાં છેલ્લા કેટલાય સમયથી ભાજપ દ્વારા કોરોનાના સંક્રમણ સામે લોકોને મદદ મળે એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેમાં મહદઅંશે સફળતા પણ મળી છે. ત્યારે ભજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ આ મોડેલને સમગ્ર રાજ્યમાં લાગુ કરવા જઈ રહ્યા છે, જેની માટે આજે પ્રદેશ પ્રમુખ દ્વારા વર્ચ્યુઅલ બેઠક બોલાવવામાં આવી હતી.

જેમાં ‘મારુ પેજ કોરોના મુક્ત’ મુહિમની શરૂઆત કરવા સૂચના આપવામાં આવી છે. જેમ ચૂંટણી જીતવા માટે ભાજપ દ્વારા પેજ કમિટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, એ જ રીતે હવે કોરોનામાંથી ગુજરાતને બચાવવા માટે પેજ કમિટીને એકટિવ કરવા ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે બેઠકમાં પ્રદેશ પદાધિકારી, કારોબારી ,જિલ્લા મહાનગર પ્રમુખ, ધારાસભ્યો, સાંસદસભ્યો સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ઉપસ્થિત હતા.  બેઠકમાં કેટલાક મહત્વમાં સૂચન પણ કરવામાં આવ્યા છે. જેમાં સંસદ સભ્યો તથા ધારાસભ્યોએ 100 બેડના કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવા સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ જિલ્લા કક્ષાએ હેલ્પ ડેસ્ક શરૂ કરવા સૂચન કર્યું છે. સાથે જ પ્રદેશ કાર્યાલય કમલમ પર પણ આગામી દિવસોમાં હેલ્પ લાઈન શરૂ કરવામાં આવશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

ત્યારે એક નજર કરીએ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો પર

1. ‘મારું પેજ કોરોના મુક્ત’ કેમ્પઈન શરૂ કરવું.

2. ભાજપ જિલ્લા મહાનગર કક્ષાએ હેલ્પ ડેસ્ક શરૂ કરાશે, પ્રદેશ કક્ષાએથી  હેલ્પલાઈન શરૂ કરશે.

3. ગુજરાતભરમાં પેજ બુથ લેવલે કામગીરી કરવા સૂચના

4. ચૂંટાયેલી પાંખની જવાબદારી છે કે પોતાના વિસ્તારના પેજ સમિતિના સભ્યો અને એમના પરિવારની કાળજી લેવી.

5. એનજીઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળીને કોવિડ કેર સેન્ટર વધુમાં વધુ શરૂ કરવા.

6.જિલ્લાઓમાં સિવિલ હોસ્પિટલ કે PHC સેન્ટર પર હેલ્પ ડેસ્ક બનાવવામાં આવે.

7. સરકારની કામગીરીમાં મદદરૂપ થવાય તે માટેના તમામ પ્રયત્નો કરવા, તમામ ધારાસભ્ય,સાંસદો 100 બેડના આઈસોલેશન કોવિડ કેર સેન્ટર નિર્માણ કરવી જોઈએ.

8. આઈસોલેશન વોર્ડમાં નાની નાની બાબતો પર ભાજપના કાર્યકર્તાઓ ધ્યાન રાખે, સામાજિક સ્તરે લોકોને જોડી વ્યવસ્થા ઉભી કરે.

9. ઘરે એકલા કવોરન્ટાઈન લોકો માટે ભોજન વ્યવસ્થા કરવી.

10. પ્રદેશ કક્ષાએ હેલ્પ લાઈન નંબર  જાહેર કરવામાં આવશે, ગુજરાતમાં બેડ, ઓક્સિજન પૂરતા પ્રમાણમાં છે. વેન્ટિલેટરની વ્યવસ્થા પણ થઈ રહી છે.

11. બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેશન કેમ્પ કરવા ઉપર ભાર મૂક્યો.

12. કોરોનાકાળમાં ભાજપના ધારાસભ્ય, સાંસદો, કાઉન્સિલરો અને ભાજપના નેતા કાર્યકર્તા પ્લાનિંગ સાથે કામ કરે.

13. ગુજરાતમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના કોમ્યુનિટી હોલનો ઉપયોગ કરવા માટે ભલામણ કરવામાં  આવશે અને પેજ કમિટી મુજબ ઉંમર પ્રમાણે વેક્સિનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે.

મહત્વનું છે કે ગુજરાત સંગઠન કેડર બેઝ સંગઠન છે, દેશભરમાં ભાજપ ચૂંટણી રણનીતિ અને કાર્યકર્તાઓના સહારે જીતે છે. ત્યારે ગુજરાતમાં જ્યારે મહામારી ચાલી રહી છે, ત્યારે આ જ સંગઠનનો લોકોને તકલીફમાંથી બહાર લાવવા માટે ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. જેના કારણે જ્યાં એક તરફ લોકોને રાહત મળશે તો બીજી તરફ સરકારને પણ કોરોના સામેની લડાઈના પૂરક બળ મળશે.

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં પહેલીવાર કોરોનાના નવા 10 હજારથી વધુ કેસ, 100થી વધુ મૃત્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">