રૂટિન બગડવાના કારણે ઊંઘ બગડે તેનો શું છે ઈલાજ ? વાંચો આ આર્ટિકલમાં

રૂટિન બગડવાના કારણે ઊંઘ બગડે તેનો શું છે ઈલાજ ? વાંચો આ આર્ટિકલમાં

કેટલીક વાર રૂટિન ખોરવવાના કારણે ઊંઘમાં ખલેલ પહોંચે છે. અને જયારે ઊંઘમાં ખલેલ પડે છે ત્યારે આખો દિવસ બગડે છે ત્યારે આજે અમે તમને અમારી હેલ્થ સ્ટોરીઝમાં બતાવીશું કે જયારે દિનચર્યા ખોરવવાથી ઊંઘ બગડે ત્યારે શું કરવું જોઈએ. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો 1). ગરમ દૂધ […]

Parul Mahadik

| Edited By: TV9 Webdesk11

Oct 06, 2020 | 8:02 AM

કેટલીક વાર રૂટિન ખોરવવાના કારણે ઊંઘમાં ખલેલ પહોંચે છે. અને જયારે ઊંઘમાં ખલેલ પડે છે ત્યારે આખો દિવસ બગડે છે ત્યારે આજે અમે તમને અમારી હેલ્થ સ્ટોરીઝમાં બતાવીશું કે જયારે દિનચર્યા ખોરવવાથી ઊંઘ બગડે ત્યારે શું કરવું જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1). ગરમ દૂધ પીઓ :
રાત્રે ઊંઘતા પહેલા આમ પણ ગરમ દૂધનો એક ગ્લાસ પીવું ફાયદાકારક છે. ગરમ દૂધ આખા દિવસનો થાક દૂર કરે છે. તેમાં એવા ઘણા તત્વો હોય છે જે સારી ઊંઘ લાવવા મદદ કરે છે.

2). કેળા ખાઓ :
કેળા એક એવું ફળ છે, જેમાં રહેલા પોષક તત્વ ઊંઘ લાવવા મદદ કરે છે. કેળામાં રહેલ કાર્બોહાઇડ્રેટ તમને એનર્જી તો આપે જ છે સાથે જ સારી ઊંઘ લાવવા પણ મદદ કરે છે. કાર્બોહાઇડ્રેટ પેટમાં જતા જ તમને બગાસા આવે છે.

3). પાલક છે લાભકારક :
ઊંઘ માટે પાલકની શાક ઘણી સારી છે. પાલકમાં ટ્રીપ્ટાફાન સાથે ફોલેટ, મેગ્નેશિયમ, વિટામિન બી 6 અને વિટામિન સીનો સ્ત્રોત છે. તેમાં રહેલ ગ્લુટામાઇનથી પણ ઊંઘ સારી આવે છે.

4). બદામનું સેવન કરો :
બદામમાં મેલાટોનિન નામનું હોર્મોન રહેલું છે. જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. મેગ્નેશિયમ પણ રહેલું હોવાથી તેનાથી ઊંઘ પણ સારી આવે છે.

5). સાંજે 4 પછી ચા કોફીનું સેવન નહિ કરો. રાત્રે પણ ઓછો ખોરાક ખાઓ. વધારે ખાવાથી પણ રાત્રે ઊંઘ આવવામાં સમસ્યા આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati