પશ્ચિમ રેલ્વે શરુ કરી રહ્યું છે 11 સ્પેશિયલ ટ્રેન, જુઓ ગુજરાતને મળશે કઈ ટ્રેનોનો લાભ

પશ્ચિમ રેલ્વેએ (Western Railway) 11 નવી સ્ટ્રેપેશીયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ લીસ્ટમાં 6 ટ્રેન એવી છે જેનો લાભ ગુજરાતને મળશે. ગુજરાતીઓ આ સેવાનો લાભ લઇ શકાશે.

પશ્ચિમ રેલ્વે શરુ કરી રહ્યું છે 11 સ્પેશિયલ ટ્રેન, જુઓ ગુજરાતને મળશે કઈ ટ્રેનોનો લાભ
પ્રતિકાત્મક તસ્વીર
Follow Us:
Gautam Prajapati
| Edited By: | Updated on: Feb 24, 2021 | 2:42 PM

કોરોના કાળમાં બંધ ટ્રેનો હવે ફરી દોડી રહી છે, રેલ્વે હવે ખાસ ટ્રેનો પણ શરુ કરી રહ્યું છે. પશ્ચિમ રેલ્વેએ 11 નવી વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. એક ટ્વિટમાં પશ્ચિમ રેલ્વેએ જણાવ્યું છે કે મુસાફરોની સુવિધા માટે ટૂંક સમયમાં આ ટ્રેનો શરૂ કરવામાં આવશે. રેલ્વેએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરોએ કોરોના સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. ચાલો જાણીએ આ 11 વિશેષ ટ્રેનો વિશે.

1. 09009/09010 મુંબઇ સેન્ટ્રલ – નવી દિલ્હી દુરંતો સુપરફાસ્ટ સ્પેશ્યલ આ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ ચાલશે. 09009 સોમવાર અને શુક્રવારે રાત્રે 11 વાગ્યે મુંબઇ સેન્ટ્રલથી ઉપડશે. 25 ફેબ્રુઆરીએ મુંબઇથી ઉપડશે અને 26 ફેબ્રુઆરીએ સાંજે 4.45 વાગ્યે નવી દિલ્હી પહોંચશે. નવી દિલ્હીથી ટ્રેન દર મંગળવાર અને શનિવારે રાત્રે 10:10 વાગ્યે ઉપડશે. 26 ફેબ્રુઆરીએ નવી દિલ્હીથી ઉપડશે અને 27 ફેબ્રુઆરીએ બપોરે 3.35 વાગ્યે મુંબઇ પહોંચશે. ક્યાં ક્યા રોકાશે -વડોદરા, રતલામ અને કોટા ખાતે

2. 09289/09290 બાન્દ્રા ટર્મિનસ-મહુવા સુપરફાસ્ટ સ્પેશ્યલ આ ટ્રેન 09289 દર શુક્રવારે સાંજે 4.45 કલાકે બાંદ્રાથી ઉપડશે. શરૂઆત 25 ફેબ્રુઆરીથી થશે અને તે 26 ફેબ્રુઆરીએ સવારે 7.45 વાગ્યે મહુવા પહોંચશે. મહુવાથી સાંજે 7.20 વાગ્યે નકળીને બીજા દિવસે સવારે 9:30 વાગ્યે બાંદ્રા પહોંચશે. કયા સ્ટેશન પર રોકાશે – બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, બોટાદ, ઢોલા, ઢાસા, લીલીયા મોટા, સાવરકુંડલા અને રાજુલા

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

3. 09293/09294 બાન્દ્રા ટર્મિનસ-મહુવા સુપરફાસ્ટ સ્પેશ્યલ આ ટ્રેન 09293 દર બુધવારે સાંજે 4.45 કલાકે બાંદ્રાથી ઉપડશે. તેની શરૂઆત 2 માર્ચથી થશે અને 3 માર્ચે સવારે 7.45 વાગ્યે મહુવા પહોંચશે. મહુવાથી સાંજે 7.20 વાગ્યે નીકળીને બીજા દિવસે સવારે 9:30 વાગ્યે બાંદ્રા પહોંચશે. કયા સ્ટેશન પર રોકાશે – બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, વિરમગામ, સુરેન્દ્રનગર, બોટાદ, ઢોલા, ઢાસા, લીલીયા મોટા, સાવરકુંડલા અને રાજુલા

4. 09336/09335 ઇન્દોર-ગાંધીધામ સુપરફાસ્ટ સ્પેશ્યલ આ ટ્રેન 09336 દર રવિવારે સવારે 11:30 વાગ્યે ઈન્દોરથી ઉપડશે અને બીજા દિવસે બપોરે 2 વાગ્યે ગાંધીધામ પહોંચશે. દર સોમવારે ગાંધીધામથી નીકળીને બીજા દિવસે સવારે 8.55 વાગ્યે ઈન્દોર પહોંચશે. આ ટ્રેન 27 ફેબ્રુઆરીથી શરુ થશે. કયા સ્ટેશન પર રોકાશે – દેવાસ, ઉજ્જૈન, રતલામ, દાહોદ, ગોધરા, અમદાવાદ અને વિરમગામ

5. 09528/09527 ભાવનગર ટર્મિનસ-સુરેન્દ્રનગર સ્પેશ્યલ (દૈનિક) આ ટ્રેન 1 માર્ચથી ચાલશે. ટ્રેન 09528 સવારે 5 કલાકે ભાવનગરથી ઉપડશે અને સવારે 9 વાગ્યે સુરેન્દ્રનગર પહોંચશે. રીટર્નમાં સુરેન્દ્રનગરથી સાંજના 6:30 વાગ્યે નીકળીને 11 વાગ્યે ભાવનગર પહોંચશે.

6. 09534/09533 ભાવનગર ટર્મિનસ-સુરેન્દ્રનગર સ્પેશ્યલ (દૈનિક) આ ટ્રેન 1 માર્ચથી ચાલશે. ભાવનગરથી દરરોજ બપોરે 2 વાગ્યે નીકળીને સાંજે 6.05 કલાકે સુરેન્દ્રનગર પહોંચશે. સુરેન્દ્રનગરથી સવારે 9.40 વાગ્યે નીકળીને બપોરે 1.30 કલાકે ભાવનગર પહોંચશે.

7. 09507/09506 ઇન્દોર-ઉજ્જૈન સ્પેશ્યલ (દૈનિક) આ ટ્રેન 1 માર્ચથી ચાલશે. 09507 દરરોજ સાંજે 6 વાગ્યે ઈન્દોરથી નીકળીને રાત્રે 8.05 વાગ્યે ઉજ્જૈન પહોંચશે. અને ટ્રેન સવારે 8 વાગ્યે ઉજ્જૈનથી નીકળીને સવારે જ 10.40 વાગ્યે ઇન્દોર પહોંચશે. કયા સ્ટેશન પર રોકાશે – લક્ષ્મીબાઈ નગર, મંગળિયા ગામ, બરાલાઇ, દેવાસ વગેરે સ્ટેશનો પર રોકાશે.

8. 09518/09517 ઉજ્જૈન-નાગદા સ્પેશ્યલ (દૈનિક) આ ટ્રેન 2 માર્ચથી ચાલશે. ટ્રેન 09518 સવારે 7 કલાકે ઉજ્જૈનથી ઉપડશે અને તે જ દિવસે સવારે 8.25 વાગ્યે નાગદા પહોંચશે. રીટર્ન નાગદાથી સાંજે 6 વાગ્યે નીકળીને સાંજે 7.40 વાગ્યે ઉજ્જૈન પહોંચશે. કયા સ્ટેશન પર રોકાશે – નાઈખેડી, અસલોદા, પલસોરા મકરાવા, ઉન્હેલ, પીપલોદા બાગલા અને ભાટીસૂદા

9. 09554/09553 ઉજ્જૈન-નાગદા સ્પેશ્યલ (દૈનિક) આ ટ્રેન 1 માર્ચથી ચાલશે. ટ્રેન 09554 રાત્રે 8.40 કલાકે ઉજ્જૈનથી ઉપડશે અને રાત્રે 10.10 વાગ્યે નાગડા પહોંચશે. રીટર્ન તે નાગડાથી સવારે 11.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 1.30 વાગ્યે ઉજ્જૈન પહોંચશે. કયા સ્ટેશન પર રોકાશે – નાઈખેડી, અસલોદા, પલસોરા મકરાવા, ઉન્હેલ, પીપલોદા બાગલા અને ભાટીસૂદા

10. 09341/09342 નાગદા-બીના સ્પેશ્યલ (દૈનિક) આ ટ્રેન 2 માર્ચથી ચાલશે. ટ્રેન 09341 સવારે 11:10 કલાકે નાગડાથી ઉપડશે અને 10 વાગ્યે બીના પહોંચશે. રીટર્ન બીનાથી સવારે 7 વાગ્યે દોડશે અને સાંજે 5:30 વાગ્યે નાગડા પહોંચશે.

11. 09545/09546 રતલામ-નાગદા સ્પેશ્યલ (દૈનિક) આ ટ્રેન 2 માર્ચથી પણ દોડશે. સવારે 10 વાગ્યે રતલામથી નીકળીને સવારે 11 વાગ્યે નાગદા પહોંચશે. તે દરરોજ નાગડાથી સવારે 8.35 વાગ્યે નીકળીને સવારે 9.30 વાગ્યે રતલામ પહોંચશે. કયા સ્ટેશન પર રોકાશે – બાંગરોદ, રૂનખેડા, ખાચરોડ અને બેરાવન્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">