આ સિઝનમાં ટ્રેન્ડી લુક માટે પહેરો બટરફ્લાય પ્રિન્ટના આઉટફિટ

વરસાદના કારણે હાલ જ્યાં જુઓ ત્યાં, લીલોતરી અને વિવિધ રંગીન ફૂલો ખીલેલા જોવા મળે છે. આવી મોસમમાં મુશ્કેલી એ રહે છે કે, ગમે ત્યારે વરસાદ વરસી પડે, ત્યારે જો તમે બહાર જાઓ કે ઓફિસે નીકળો ત્યારે, કપડાં અને પોશાક એવો હોવો જોઈએ જે પલળે તો પણ ખરાબ ન લાગે. અને લોકોને તે પોશાક ગમે પણ […]

આ સિઝનમાં ટ્રેન્ડી લુક માટે પહેરો બટરફ્લાય પ્રિન્ટના આઉટફિટ
Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Sep 18, 2020 | 3:05 PM

વરસાદના કારણે હાલ જ્યાં જુઓ ત્યાં, લીલોતરી અને વિવિધ રંગીન ફૂલો ખીલેલા જોવા મળે છે. આવી મોસમમાં મુશ્કેલી એ રહે છે કે, ગમે ત્યારે વરસાદ વરસી પડે, ત્યારે જો તમે બહાર જાઓ કે ઓફિસે નીકળો ત્યારે, કપડાં અને પોશાક એવો હોવો જોઈએ જે પલળે તો પણ ખરાબ ન લાગે. અને લોકોને તે પોશાક ગમે પણ ખરો. આવા પોશાકમાં આજકાલ બટરફલાય પ્રિન્ટના પોશાક યુવતીઓ અને કુમારીકાઓને ખૂબ પસંદ પડી રહ્યા છે.

ફ્રોક, મીડી, વનપીસ, જમ્પસૂટ વગેરે ડ્રેસીસ લીનન, લિઝીબીઝી, પોલીએસ્ટર, ટેરિકોટન જેવા મટિરિયલમાંથી તૈયાર કરવામાં આવે છે. જેના પર બટરફલાય એટલે કે પતંગિયાની સુંદર મજાની પ્રિન્ટ હોય છે.

બટરફલાય પ્રિન્ટ ધરાવતા ની લેન્ધ ફ્રોક તો આજે ઓફિસવેર તરીકે તો ચાલે જ છે. એટલું જ નહીં, ઘરમાં પણ આવું બટરફલાય પ્રિન્ટ ધરાવતું ફ્રોક પહેરી શકો છો. બટરફલાય પ્રિન્ટ ધરાવતા ફ્રોકમાં ક્યારેક વ્હાઇટ બેકરાઉન્ડમાં બ્લેક અને કોન્ટ્રાસ્ટ કલરની બટરફલાય પ્રિન્ટનો ગેટઅપ જ અનેરો હોય છે. ઘણી યુવતીઓ મલ્ટીકલર બટરફલાય પ્રિન્ટ ધરાવતા વનપીસ પહેરે છે. મીની સ્કર્ટમાં બટરફલાય પ્રિન્ટ અને તેની સાથે સિમ્પલ સ્લીવલેસ શોર્ટ ટોપ પણ આકર્ષક લાગે છે.

ફ્રોક, વનપીસ, મીડી વગેરે ડ્રેસીસ હરવા ફરવામાં તો કમ્ફર્ટેબલ છે જ પણ સાથે ઘણી યુવતીઓ બટરફલાય પ્રિન્ટ ધરાવતા એન્કલ લેન્ધ જમ્પસૂટ પહેરવા પર પણ પસંદગી ઉતારે છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati