Viral Video: કોરોના સંક્રમિત દાદીનો આ વીડિયો જોઈને તમારા મોઢા પર હળવુ સ્મિત આવી જશે

આજકાલ સોશિયલ મીડિયામાં કોઈ પણ વીડિયો ખૂબ જ જલદી વાયરલ થઈ જાય છે. કેટલાક વીડિયો એવા હોય છે જે જોનારને મજા કરાવી દે તો કેટલાક વીડિયો આંખોમાંથી આંસૂ પણ લાવી દે, પરંતુ આજે આપણે એક એવા વીડિયોની વાત કરીશું જેને જોઈને તમારા મોઢા પર હળવું સ્મિત આવી જશે.

Viral Video: કોરોના સંક્રમિત દાદીનો આ વીડિયો જોઈને તમારા મોઢા પર હળવુ સ્મિત આવી જશે
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: May 16, 2021 | 10:16 PM

આજકાલ સોશિયલ મીડિયામાં કોઈ પણ વીડિયો ખૂબ જ જલદી વાયરલ થઈ જાય છે. કેટલાક વીડિયો એવા હોય છે જે જોનારને મજા કરાવી દે તો કેટલાક વીડિયો આંખોમાંથી આંસૂ પણ લાવી દે, પરંતુ આજે આપણે એક એવા વીડિયોની વાત કરીશું જેને જોઈને તમારા મોઢા પર હળવું સ્મિત આવી જશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગુજરાતના રાજકોટમાં એક 95 વર્ષના દાદી કે જેઓ કોરોનાથી સંક્રમિત છે અને તેમને એક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે, તેઓ બેડ પર જ બેસીને ગરબા રમી રહ્યા છે. વીડિયોમાં મોર બની થનગાટ કરે ગીત વાગી રહ્યુ છે અને આ દાદી તેના પર ગરબા રમી રહ્યા છે.

હાલના સમયમાં જ્યારે ચારે તરફ ભયનો અને દુ:ખનો માહોલ છે, તેવામાં આવો વીડિયો ચોક્કસપણે લોકોના જુસ્સામાં વધારો કરે છે અને એક સકારાત્મક લહેર ઉત્પન્ન કરે છે. આ દાદીનો વીડિયો ગુજરાતના એક ફોટોગ્રાફરે રેકોર્ડ કરીને શેયર કર્યો છે.

રાજકોટના એક 95 વર્ષના દાદી એક હોસ્પિટલમાં દાખલ છે. વધુ ઉંમર હોવા છતાં અને બિમાર હોવા છતાં પણ આ દાદી ખુશી ખુશી ગરબા રમી રહ્યા છે. આ દરમિયાન તેમના ચહેરા પર ઓક્સિજન માસ્ક પણ જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેયર થઈ રહ્યો છે અને લોકો આ દાદીની સકારાત્મકતા તેમજ જુસ્સાના વખાણ કરી રહ્યા છે. તેઓ જલદી સાજા થઈ જાય તેના માટે લોકો પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો: શું હવામાં જ ફેંકી દેવામાં આવે છે હવાઈ જહાજના ટોઇલેટની ગંદકી ? જાણો અહી સમગ્ર હકીકત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">