અમદાવાદના ઈસનપુર વોર્ડના ભાજપ કોર્પોરેટર પુલકિત વ્યાસનો એક VIDEO વાયરલ

અમદાવાદના ઈસનપુર વોર્ડના ભાજપ કોર્પોરેટર પુલકિત વ્યાસનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપ કોર્પોરેટર કોઈ બિલ્ડર કે તેના માણસ પાસેથી પૈસા સ્વીકારી રહ્યો છે. વાયરલ વીડિયોની વાતચીત અનુસાર ગેરકાયદે બાંધકામ પેટે ભાજપ કોર્પોરેટર મોટી રકમની માગ કરે છે. પહેલાથી નક્કી થયા કરતા ઓછા રૂપિયા મળતા કોર્પોરેટર નારાજગી પણ વ્યક્ત કરે છે. આ પણ વાંચોઃ […]

અમદાવાદના ઈસનપુર વોર્ડના ભાજપ કોર્પોરેટર પુલકિત વ્યાસનો એક VIDEO વાયરલ
pulkit vyas
TV9 Webdesk12

|

Aug 23, 2019 | 9:55 AM

અમદાવાદના ઈસનપુર વોર્ડના ભાજપ કોર્પોરેટર પુલકિત વ્યાસનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ભાજપ કોર્પોરેટર કોઈ બિલ્ડર કે તેના માણસ પાસેથી પૈસા સ્વીકારી રહ્યો છે. વાયરલ વીડિયોની વાતચીત અનુસાર ગેરકાયદે બાંધકામ પેટે ભાજપ કોર્પોરેટર મોટી રકમની માગ કરે છે. પહેલાથી નક્કી થયા કરતા ઓછા રૂપિયા મળતા કોર્પોરેટર નારાજગી પણ વ્યક્ત કરે છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં પોલીસ ડીપાર્ટમેન્ટમાં 15 હજારથી વધુ પોસ્ટ ખાલી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ વીડિયો અને તેમાં થતી વાતચીત એ વાતની સાબિતીરૂપ છે કે જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિ ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરી રહ્યાં છે. તેમાં અધિકારીઓની પણ મિલિભગત છે. કોર્પોરેટર અધિકારીઓને પોતે સાચવી લેશે તેવું વીડિયોમાં ભારપૂર્વક જણાવે છે. શિસ્તબદ્ધ પાર્ટીની છાપ ધરાવતો ભાજપ વાયરલ વીડિયો બાદ એક્શન ક્યારે લે છે તે જોવું રહ્યું. શું પક્ષની આબરૂને ધૂળધાણી કરનાર કોર્પોરેટર પુલકિત વ્યાસ સામે તાત્કાલિક કાર્યવાહી કરાશે. કે પછી તપાસના નામે ભીનુ સંકેલવાનો પ્રયાસ કરાશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati