પોલીસ અધિકારીને આવ્યો ગુસ્સો, કહ્યું ‘ગાડીમાંથી મારી લાકડી લાવો’, વીડિયો થયો વાયરલ

પોલીસ અધિકારીને આવ્યો ગુસ્સો, કહ્યું 'ગાડીમાંથી મારી લાકડી લાવો', વીડિયો થયો વાયરલ

મોડાસાના ખંભીસર ગામે ગઈકાલે સર્જાયેલા વિવાદનો DYSP ફાલ્ગુની પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ગુસ્સામાં આવીને લોકોને બોલતા જોવા મળી રહ્યાં છે. મોડાસામાં વરઘોડા બાબતે ડીવાયએસપી ફાલ્ગુની પટેલ ખૂબજ ગુસ્સામાં આવીને લોકોને બોલતા એક વીડિયોમાં જોવા મળી રહ્યા છે.  ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના વરઘોડા દરમિયાન માહોલ ગરમાયો હતો. તે દરમિયાન DySP ફાલ્ગુની […]

TV9 WebDesk8

|

May 13, 2019 | 4:59 PM

મોડાસાના ખંભીસર ગામે ગઈકાલે સર્જાયેલા વિવાદનો DYSP ફાલ્ગુની પટેલનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ ગુસ્સામાં આવીને લોકોને બોલતા જોવા મળી રહ્યાં છે.

મોડાસામાં વરઘોડા બાબતે ડીવાયએસપી ફાલ્ગુની પટેલ ખૂબજ ગુસ્સામાં આવીને લોકોને બોલતા એક વીડિયોમાં જોવા મળી રહ્યા છે.  ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના વરઘોડા દરમિયાન માહોલ ગરમાયો હતો. તે દરમિયાન DySP ફાલ્ગુની પટેલ પણ અકળાઈ ગયા હતા.તેઓને ધક્કામુક્કીમાં કોઈ  અડકી જાય તો પણ ચીડાઈ ગયા હતા.

આ પણ વાંચો: દેશનું એકમાત્ર પરિવાર જેને આપ્યા છે આજ સુધીમાં કુલ 27 વખત સાંસદ!

ફાલ્ગુની પટેલે જાણે મગજ પરથી કાબૂ ગુમાવી દીધો હોય તેમ લોકોને બોલી રહ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે.જેમાં જોઈ શકાય છે કે તેઓ લોકો સાથે કેવી રીતે વર્તન કરી રહ્યા છે. તે સમયે તેમની પાસે લાકડી નહોતી. જેથી ગુસ્સામાં આવીને તેમણે નીચેના કર્મચારીને આદેશ કરી દીધો કે તેઓ ગાડીમાંથી તેમને લાકડી લાવી આપે. જેના કારણે તેઓ પોતાનો રોષ લોકો પર ઠાલવી શકે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati