હોસ્પિટલમાં ગરબા રમતા રાજકોટના 95 વર્ષના દાદીનો વિડીયો વાયરલ, જોઇને બધા ટેન્શન થઇ જશે દુર

આ દિવસોમાં એક વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં રહેતા 95 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ છે અને હોસ્પિટલમાં દાખલ છે.

હોસ્પિટલમાં ગરબા રમતા રાજકોટના 95 વર્ષના દાદીનો વિડીયો વાયરલ, જોઇને બધા ટેન્શન થઇ જશે દુર
Viral Video
Gautam Prajapati

|

May 12, 2021 | 6:47 PM

કોરોનાવાયરસની બીજી લહેરના કારણે આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે. દિવસે દિવસે કોરોનાનું પ્રમાણ વધતું જાય છે. ન તો હોસ્પિટલમાં બેડ મળે છે, ન કોઈ સ્મશાનમાં લાકડા મળે છે. આ દિવસોમાં, ઓક્સિજન અને હોસ્પિટલના બેડના અભાવને કારણે, આખા દેશમાં કટોકટી જેવી સ્થિતિ છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના વિડીયો આ જીવલેણ રોગચાળા સાથે સંકળાયેલા વાયરલ થાય છે.

આમાંના કેટલાક વિડીયો સારવાર, રોગની રોકથામને લગતી માહિતી આપે છે. તે જ સમયે કેટલાક ભાવનાત્મક વિડીયો સામે આવે છે જે માનવ અને પ્રાણીઓ પર આ ભયંકર રોગચાળાની અસર દર્શાવે છે. તો ક્યાંક એવા વિડીયો આવે છે જે મન ખુશ કરી જાય. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ દિવસોમાં એક વૃદ્ધ મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં રહેતા 95 વર્ષીય મહિલા કોરોના પોઝિટિવ છે અને હોસ્પિટલમાં દાખલ છે. પરંતુ માંદગીએ પણ તેમનો ઉત્સાહ ઓછો કર્યો નહીં. વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ વૃદ્ધ મહિલાઓ નાકમાં ઓક્સિજન માસ્ક લગાવીને કેવી રીતે આરામથી ગરબા રમી રહ્યા છે. તેમના ચહેરા પર કોઈ ઉંમર કે રોગની કરચલીઓ દેખાતી નથી.

આ વાયરલ વીડિયોને વાયરલ ભયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. લોકો આ વિડીયોનો ખૂબ જ આનંદ લઈ રહ્યા છે. વિપરીત સંજોગોમાં પણ આ દાદીમાંનો જુસ્સો, ઉત્સાહ ઉત્તમ છે. સોશિયલ મીડિયા પર લોકોને આ વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે. અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લોકો તેને જોઇ ચૂક્યા છે. લોકો તેને એકબીજા સાથે શેર કરી રહ્યા છે, તેના પર વિવિધ ટિપ્પણીઓ અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. લોકો 95 વર્ષની વયે પણ મહિલાની જીવંતતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેની ઝડપથી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો: 54 લોકો સામે કેસ દાખલ, PM મોદી, ફડણવીસ અને ભાજપના અન્ય નેતાઓ સાથે જોડાયેલો છે મામલો

આ પણ વાંચો: આ મહિલાઓએ ‘પિયા તુ અબ તો આજા’ ગીત પર કર્યો જોરદાર ડાન્સ, જુઓ વાયરલ વિડીયો

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati