દિલ્હીમાં Vibrant Gujarat Summit 2022નો ભવ્ય મેગા-શો, CM ભુપેન્દ્ર પટેલ યોજશે રોડ શો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના પ્રથમ રોડ શો ના પ્રારંભે નવીદિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી દિવસ ની શરુઆત કરી હતી.મુખ્યમંત્રીએ આ અન્વયે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડ ના એમ.ડી અને સીઈઓ કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી.

દિલ્હીમાં Vibrant Gujarat Summit 2022નો ભવ્ય મેગા-શો, CM ભુપેન્દ્ર પટેલ યોજશે રોડ શો
CM Bhupendra patel (વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022)

ગુજરાતમાં ઉદ્યોગોને આકર્ષવાના ઉદ્દેશ સાથે તત્કાળ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કર્યો હતો. જે પરંપરા ગુજરાત સતત યથાવત રાખવમાં આવી અને ગુરુવારે 10 માં વાયબ્રન્ટ ગુજરાતનો આજે સત્તાવાર કર્ટન રેઝર દિલ્હી ખાતે જાહેર કરાશે . જે માટે cm ભુપેન્દ્ર પટેલ સાથે સરકારના ઉચ્ચ અધિકારીઓ દિલ્હી પહોંચી ચુક્યા છે.

વાઇબ્રન્ટ સમિટની વિશેષતાઓ દર્શાવતો પહેલો રોડ-શો ટુક સમયમાં થશે શરૂ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2022નું આજે જાહેર થશે કર્ટન રેસર

મહત્વપૂર્ણ છે કે દિલ્હીમાં સવારે ૯ થી સાંજે ૭ દરમ્યાન ઊદ્યોગ-વેપાર જગતના વરિષ્ઠ સંચાલકો અગ્રણીઓ સાથે વાયબ્રન્ટ સમિટ-ર૦૨૨ સંદર્ભે બેઠકો યોજશે. બેઠકમાં વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથે કોવિડ મહામારી બાદ બેઠા થતા વૈશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના ક્ષેત્રોની તક તથા સંભાવના પર ચર્ચા થશે. સી એમ આ બેઠક માં ડેલીગેશન ને ગુજરાત રાજ્યની ઉદ્યોગ-વ્યાપારલક્ષી નીતિઓ વિશે માહિતી આપશે સાથે જ સીએમ ભુપેન્દ્ર પટેલ વિવિધ રાષ્ટ્રોના નવી દિલ્હી સ્થિત રાજદૂતો-ડિપ્લોમેટ્સને પણ ગુરૂવારે સાંજે મળશે.

આ બેઠકોમાં cm સાથે cmo ના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર, ઉદ્યોગ અને ખાણ ના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તથા મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાશે. આ વખતે વાયબ્રન્ટ સમીટની થીમ “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત” રાખવામાં આવી છે. ત્યારે રોડ શોમાં કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ તથા વિદેશ મંત્રી એસ જય ક્રિષ્નન પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના પ્રથમ રોડ શો ના પ્રારંભે નવીદિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી દિવસ ની શરુઆત કરી હતી.મુખ્યમંત્રીએ આ અન્વયે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડ ના એમ.ડી અને સીઈઓ કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી.

મારૂતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે તેમણે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારૂતિ દ્વારા 16 હજાર કરોડના રોકાણની પણ વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી.

આ પણ વાંચો : JAMNAGAR : રિલાયન્સ ગેસીફિકેશનની અસ્ક્યામતોનું પુનર્ગઠન અને પુનઃઉપયોગિતા નક્કી કરશે

આ પણ વાંચો : Funny Video : કુતરા સાથે ઈન્સ્ટાગ્રામ રીલ બનાવવી યુવતીને ભારે પડી ! ગુસ્સે થયેલા કુતરાએ દીદીના કર્યા હાલ-બેહાલ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati