સામાન્ય માણસની અસામાન્ય મુસીબત: પેટ્રોલ 100 ને પાર, BS6 એન્જિનની નવી ગાડીઓમાં CNG કીટની પરવાનગી નહીં

પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકા વચ્ચે રોજ મોટી સંખ્યામાં લોકો CNG કીટ ફીટ કરાવવા અંગે પૂછપરછ કરે છે. પરંતુ સરકારી નિયમોના કારણે નવી ગાડીઓ ધરાવતા લોકો CNG કીટ લગાવી શકતા નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 4:04 PM

કેન્દ્ર સરકારની પોલિસી પ્રમાણે અત્યારે BS6 એન્જિન ધરાવતા વાહનો વેચાય છે. 2020 પછીના પેટ્રોલ-ડીઝલના વાહનોમાં CNG કીટ લગાવવાની પરવાનગી મળી નથી. ત્યારે વાહન ચાલકોની તકલીફ વધી છે. પેટ્રોલના વધતા ભાવ વચ્ચે વાહન ચાલકો પ્રમાણમાં સસ્તી CNG કીટ લગાવવા માગે છે. પરંતુ RTO પરવાનગી આપતું નથી. પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને આંબીને હજુ પણ આગળ વધી રહ્યો હોવાથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે. ત્યારે CNG ના પણ ભાવ તો વધ્યા જ છે. પરંતુ પેટ્રોલના પ્રમાણમાં તે સસ્તું અને વધુ એવરેજ આપતું હોવાથી સામાન્ય માણસના ખિસ્સા પર એટલો બોજ નથી નાખતું. પરંતુ નવી ગાડીઓ ધરાવતા લોકો મૂંઝવણમાં મુકાયા છે.

ત્યારે તમને જણાવી દઈએ કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકા વચ્ચે રોજ મોટી સંખ્યામાં લોકો CNG કીટ ફીટ કરાવવા અંગે પૂછપરછ કરે છે. પરંતુ સરકારી નિયમોના કારણે CNG કીટ લગાવી શકતા નથી. જો CNG કીટ લગાવવાની પરવાનગી મળે તો વાહન ચાલકોને કિલોમીટર દીઠ પડતર ખર્ચ ઘટે એમ છે. અને આર્થિક ફાયદો મળે તેમ છે. ત્યારે સામાન્ય માણસની આ અસામાન્ય મુસીબત સરકાર સમજે તેવી લોકોની અપીલ છે. પેટ્રોલ જ્યારે 100 ને પાર છે. ત્યારે BS6 એન્જિનની નવી ગાડીઓમાં CNG કીટની પરવાનગી આપવા માટે લોકો માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: શિવાંશની માતા મહેંદી ન મળતા પોલીસની તપાસનો ધમધમાટ, મહિલા પ્રેમીની હત્યાની આશંકા અંગે તપાસ

આ પણ વાંચો: પાક મરીન સિકયુરિટી એજન્સીની નાપાક હરકત, પોરબંદરની એક બોટ સાથે 6 માછીમારોનું અપહરણ થતા ખળભળાટ

Follow Us:
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">