વરસાદનાં પગલે ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખિલ્યુ, તો જુઓ એક સાથે 13 વનરાજ ક્યાં પહોચ્યા પાણીની તરસ છીપાવવા

વરસાદનાં પગલે ગિરિમથક સાપુતારાનું સૌંદર્ય સોળે કળાએ ખિલ્યુ, તો જુઓ એક સાથે 13 વનરાજ ક્યાં પહોચ્યા પાણીની તરસ છીપાવવા
http://tv9gujarati.in/varsad-na-pagle-…vva-kya-pochhaya/

ગુજરાતમાં પડી રહેલા વરસાદ વચ્ચે પ્રકૃતિ પણ સોળે કળાએ ખિલી ઉઠી છે, ચાહે વાત ગિરસોમનાથની હોય કે પછી જુનાગઢ કે પછી ગુજરાતનાં એક માત્ર ગિરિમથક સાપુતારાની. વરસાદનાં કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. વોકળા છલકાઈ ગયા છે. ડેમ ઓવર ફ્લો થયા છે જેને લઈને આવા વિસ્તારોની સુંદરતા જ કઈક અલગ બની ગઈ છે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છે એવા જ દ્રશ્યો કે જેને જોઈને આપને પણ થશે કે ક્યારે આ જગ્યા પર પોહચી જઈએ અને પ્રકૃતિનો આનંદ લઈએ. વાત ગીરસોમનાથ અને જુનાગઢ પંથકની કરીએ તો હાલમાં વરસાદનાં કારણે સિંહ ઉંચાણવાળી જગ્યા પર પહોચવા માટે બહાર નિકળતા હોય છે ત્યારે જોવા મળી રહ્યા છે. કોઈક વનરાજ વરસાદની મજા લઈ રહ્યા છે તો સિંહણ પોતાના શિકારનાં માટે નદી તરીને સામે પાર જતી કેમેરામાં કેદ થઈ ગઈ. આ બધાથી ઉપર એક દ્રશ્ય જોઈને આપ વિચારમાં પડી જશો. કેમકે આ એક વિડિયોમાં એક સાથે 13 સિંહ પાણી પીવા માટે લાઈનબંધ બેસી ગયા હતા. આ એ દુર્લભ દ્રશ્ય છે કે જે કદાચ વર્ષમાં એક વાર જોવા મળી શકે છે.

   હવે વાત કુદરતી સૌદર્યથી ભરપુર એવા ડાંગ જિલ્લા તેમજ ગુજરાતના એકમાત્ર ગીરીમથક સાપુતારા ખાતે કોરોનાના કહેર વચ્ચે કુદરતી સૌંદર્યની મજા માણવા ઉમટી પડ્યા હતા. ગુજરાતનુ ચેરાપુજી ગણાતા ડાંગ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં ફરવાની કઈક અલગ જ મજા છે. ઉનાળામાં ગરમીથી કંટાળેલા લોકો ડાંગ જિલ્લામાં ફરવા માટે એક વરસાદની રાહ જોતા હોય છે. એમાં પણ કોરોનાને કારણે લોકડાઉનમાં ઘરમાં પુરાઈ રહેલા સુરતીઓ ખાસ આ મોસમની રાહ જોતા હોય છે, પાનખરમાં પોતાની સુંદરતા ગુમાવી બેસેલા મોટા પર્વતો પ્રથમ વરસાદમાંજ લીલાછમ થઈ જાય છે, આ આહલાદક દ્રશ્યને લોકો પોતાના કેમેરા તેમજ મોબાઈલ માં કંડારવાનુ ચુકતા નથી. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠે છે ત્યારે , દૂર દૂર થી આવતા પ્રવાસીઓ આ કુળદરતી સૌંદર્યને માણવા આવે છે, જોકે આ વર્ષે વરસાદ નહિવત હોવાથી હજુ નદીમાં પાણી આવ્યા નથી જેથી પ્રવાસીઓ એક માત્ર ગિરિમથક સાપુતારાની મુલાકાત લઈ સંતોષ માની રહ્યા છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati