GANDHINAGAR : રાજ્ય સરકારની કેબીનેટ બેઠકમાં નાગરિકો અને ખેડૂતોના હિતમાં વિવિધ નિર્ણયો લેવાયા

રાજ્યભરના શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ આગામી તા.25 મી ઓક્ટોબરના રોજ રાજ્યમાં સામૂહિક ખાદી ખરીદી કરીને વણાટકામના કારીગરોને પ્રોત્સાહિત કરશે.

GANDHINAGAR : રાજ્ય સરકારની કેબીનેટ બેઠકમાં નાગરિકો અને ખેડૂતોના હિતમાં વિવિધ  નિર્ણયો લેવાયા
Various decisions were taken in the interest of citizens and farmers in the cabinet meeting of Gujarat government
TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Oct 06, 2021 | 7:34 PM

GANDHINAGAR : આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની કેબીનેટ બેઠક યોજાઈ હતી. આ કેબીનેટ બેઠકમાં ખાદી સહીતના મુદ્દે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યાં છે. રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને આજે રાજ્ય પ્રધાનમંડળની બેઠક યોજાઇ હતી, જેમાં નાગરિકો અને ખેડૂતોના હિતમાં વિવિધ નિર્ણયો કરવામાં આવ્યા હતા.

રાજ્યમાં વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાત મંદ લોકોને રોજગારી મળી રહે અને ખાદી ખરીદી માટે લોકો પ્રોત્સાહિત થાય એ માટે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશનના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રને ચરિતાર્થ કરવા માટે રાજ્યભરના શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓ આગામી તા.25 મી ઓક્ટોબરના રોજ રાજ્યમાં સામૂહિક ખાદી ખરીદી કરીને વણાટકામના કારીગરોને પ્રોત્સાહિત કરશે. ખાનગી સંસ્થાના અધિકારી-કર્મચારીઓને પણ આ દિવસે ખાદી ખરીદવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.

ઇન્ડીયા ટુડે ગ્રુપ વર્ષ 2015થી વાર્ષિક સફાઇગીરી પુરસ્કાર આપવાનું આયોજન કરે છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં યોગદાન આપીને પોતાની ઓળખ બનાવનાર અનેક લોકોને શ્રેણીબદ્ધ એવોર્ડ આપ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે ઇન્ડીયા ટુડે હેલ્થગીરી એવોર્ડ ગુજરાતને એનાયત કરાયો છે. આ એવોર્ડ ઇન્ડીયા ટુડે સફાઇગીરી એવોર્ડનું પુનર્જન્મ સ્વરૂપ છે. તેમણે આ એવોર્ડ બદલ સૌ આરોગ્ય કર્મીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આજે તા.6 ઓક્ટોબર-2021 સુધીમાં ગુજરાતમાં 4,26,71,906 એટલે કે,86.5 ટકા નાગરિકોને પ્રથમ ડોઝ તથા 2,00,58,028 નાગરિકોને બીજો ડોઝ મળી કુલ 6.27 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ એક હજારે બે ડોઝના નાગરિકોને 634 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં દેશના મોટા રાજ્યમાં ગુજરાત અગ્રેસર સ્થાન ધરાવે છે.

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની પ્રેરક ઉપસ્થિતિમાં ડીફેન્સ રીચર્સ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન-DRDO અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે અંદાજે રૂ.100 કરોડના ખર્ચે સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના માટે નવી દિલ્હી ખાતે MOU કરવામાં આવ્યા છે. આ સેન્ટર ભારતનું DRDO અનુદાનિત સાયબર સિક્યુરીટી ઉપર કામ કરતું એક માત્ર સંશોધન કેન્દ્ર બની રહેશે. રાષ્ટ્રીય કક્ષાએ સંરક્ષણ ક્ષેત્રે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ વ્યવસ્થા ગુજરાત સરકાર દ્વારા અનુદાનિત રીસર્ચ પાર્ક યુનિવર્સિટી ખાતે કાર્યરત થશે.

તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, કેન્દ્રીય અનુદાનથી અંદાજે રૂ.100 કરોડના ખર્ચે સરકારી યુનિવર્સિટીમાં આકાર પામી રહેલા રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત સંશોધન એ ગુજરાત માટે ગૌરવની બાબત છે.

તેમણે કહ્યુ હતું કે, સરકારના સિનિયર પ્રધાનો સાથે તલાટીઓના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે હકારાત્મક ચર્ચા થયા બાદ રાજ્યના હજારો ખેડૂતોના હિતમાં તલાટી-કમ-મંત્રીઓએ તેમની રાજ્યવ્યાપી હડતાળ મુલતવી રાખીને ખેડૂતોને આજથી જણસીના દાખલાઓ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati