વાપીની નાથ કેમિકલમાં ગેસ ગળતરથી થઇ દોડધામ,10 કામદારો ઘવાયા

વલસાડના ઔદ્યોગિક નગરી વાપી ના સેકન્ડ ફેઝમાં ગેસ ગળતર ની ઘટના પ્રકાશમાં આવી છે. નાથ કેમિકલ માં ગેસ ગળતર થી અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. ગેસ ગળતર ને પગલે કંપની માં કામ કરતા 10 થી વધુ કામદારો ને ગેસ ની અસર થઇ હતી. ઘાયલ કામદારો ને વાપી ની હરિયા હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા […]

વાપીની નાથ કેમિકલમાં ગેસ ગળતરથી થઇ દોડધામ,10 કામદારો ઘવાયા
| Edited By: | Updated on: Feb 17, 2019 | 12:25 PM

વલસાડના ઔદ્યોગિક નગરી વાપી ના સેકન્ડ ફેઝમાં ગેસ ગળતર ની ઘટના પ્રકાશમાં આવી છે. નાથ કેમિકલ માં ગેસ ગળતર થી અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. ગેસ ગળતર ને પગલે કંપની માં કામ કરતા 10 થી વધુ કામદારો ને ગેસ ની અસર થઇ હતી.

ઘાયલ કામદારો ને વાપી ની હરિયા હોસ્પિટલ માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 3 કામદારો ને આઈ સી યુ માં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે તબીબો ના જણાવ્યા મુજબ એક કામદાર ની હાલત ગંભીર છે.

આ પણ વાંચો : મોદી સરકાર દેશની ઈમરજન્સી મદદ માટે સમગ્ર દેશમાં લોન્ચ કરશે 112 નંબર, કોણે અને કેવી રીતે મળશે લાભ ?

ઉલ્લેખનીય છે વાપી આ નાથ કેમિકલ માં કંપની ની બેદરકારી અગાઉ પણ અકસ્માત બની ચુક્યા છે અને અનેક કામદારો કંપની ની બેદરકારી નો ભોગ બની ચુક્યા છે. ત્યારે વારંવાર બનતી આવી ઘટનાઓ ને કારણે કંપની ના કામદારો ના જીવન સાથે કંપની સંચાલકો રમત રમી રહ્યા હોય તેવું હાલ પ્રતીત થઇ રહ્યું છે. આ ગેસ ગળતર કઈ રીતે બન્યું અને તે માટે કોણ જિમ્મેદાર છે તે મામલે તંત્ર કેવા પગલાં લે છે તે જોવું રહ્યું.

[yop_poll id=1525]