Valsad: કડવી લાગશે મીઠી કેરી, આસમાને છે કેરીના ભાવ
વલસાડ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર ઠેક ઠેકાણે કેરીના સ્ટોલની લાંબી લાઈન જોવા મળે છે અને કેરીના શોખીનો કેરીની ખરીદી કરતા ઠેર ઠેર નજરે પડે છે
Valsad : કેરી (Mango) રસિકોને આ વર્ષે પણ કેરી કડવી લાગશે.કેરીનો ભાવ આસમાને હોવાથી મોંઘી કેરી ખરીદવી પડશે.રત્નાગીરી આફૂસ અને દેવગઢ ની કેરી માર્કેટમાં વાચવવા તો આવી છે.પરંતુ ગત વર્ષની સરખામણીમાં ૩૦ થી ૪૦ ટકા ભાવ વધારે હોવાથી કેરી રસિયાઓમાં નારાજગી છે.ઉનાળો માથે છે અને કેરી માર્કેટમા ધીમે ધીમે આવી રહી છે. જોકે આસમાને પહોંચેલા કેરીના ભાવ કેરી રસિકોને કળવાશનો અહેસાસ કરાવી રહ્યો છે. વલસાડના મુખ્યમાર્ગો પર રત્નાગીરી આફૂસ અને દેવગઢની કેરી આવી ચુકી છે. જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે કેરીના ભાવમાં 30 થી 40 ટકાનો વધારો થતા ગ્રાહકો પરાણે કેરી ખરીદવા મજબૂર બન્યા છે
વલસાડ ભલે કેરીના નામથી ઓળખાય છે.પરંતુ કેરીની સિઝનની શરૂઆતમાં રાજ્ય બહારની કેરીઓ માર્કેટમાં પેહલા આવી જાય છે.ખાસ કરીને વલસાડ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર ઠેક ઠેકાણે કેરીના સ્ટોલની લાંબી લાઈન જોવા મળે છે અને કેરીના શોખીનો કેરીની ખરીદી કરતા ઠેર ઠેર નજરે પડે છે.પરંતુ આ વખતે કેરીના વિક્રેતાથી લઈને કેરીના રસિયાઓમાં કોઈ ઉત્સાહ જોવા નથી મળી રહ્યો કેમ કે આ વર્ષે કેરીનો ભાવ ૩૦ થી ૪૦ ટકા વધારે છે.એટલે કેટલાક કેરીના શોખીનો માત્ર નામ પુરતી કેરીની ખરીદી કરી રહ્યા છે.તો કેટલાક મોંઘી કેરી હોવા છતાં સ્વાદ માણવા તત્પર દેખાઈ રહ્યા છે.
ગયા વર્ષે સીઝીનની શરૂઆતમાં કેરીની બજારો જોરશોરમાં શરુ થઇ હતી અને જે કેરી હાલ ૧૦૦૦ થી લઈને ૧૪૦૦ રૂપિયા ડઝન વેચાતી હતી એજ કેરી ગત વર્ષે ૭૦૦ રૂપિયા ડઝન સુધી વેચાઈ હતી. જોકે થોડા સમયમાંજ કોરોના નો અજગરી ભરડો વધુ વકરતા લોક ડાઉન આવ્યું હતું અને તે સમયે કેરીના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.અચાનક લોક ડાઉનના કારણે કેટલાક વેપારીઓએ તો કેરી બગડી જતા ફેંકવાનો વારો આવ્યો હતો.તો આ વર્ષે પણ કેરી મોંઘી હોવાથી ખાસ ખરીદદાર નથી.પરંતુ વલસાડની કેરી બજારમાં આવ્યા બાદ ભાવ ઘટશે અને સારો વેપાર થશે એવી વેપારીઓને આશા છે.
આ વર્ષે વલસાડ જિલ્લામાં પણ કેરીનો પાક સારો થયો છે.ખેડુતોને આશા છે કે જો કોરોનાના કારણે ફરી કોઈ વિલંભ ન આવે તો આ વર્ષે તેમને સારો નફો થશે.તો એજ રીતે વેપારીઓ પણ હવે વલસાડની કેરીની રાહ જોઈ રહ્યા છે કેમકે વલસાડી કેરી માર્કેટમાં આવશે ત્યારે કેરીનો ભાવ પણ ઓછો થશે અને તેમની ઘરાકીમાં તેજી આવશે..