Valsad: નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવામાં આવશે, દરિયાઈ વેપાર માટે મહત્વનું પોર્ટ બની રહેશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani)એ વલસાડ જિલ્લાના નારગોલને ગ્રીનફિલ્ડ પોર્ટ (Greenfield Port) તરીકે વિકસાવવાની સૈદ્ધાંતિક મંજુરી આપી છે.

Valsad: નારગોલ બંદરને ગ્રીનફિલ્ડ પોર્ટ તરીકે વિકસાવવામાં આવશે, દરિયાઈ વેપાર માટે મહત્વનું પોર્ટ બની રહેશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2021 | 6:08 PM

Valsad: રાજ્યમાં વિવિધ વિકાસ કાર્યોને સરકાર તરફથી લીલી ઝંડી મળી ગઈ છે, વલસાડ (Valsad) માટે પણ સારા સમાચાર આવ્યા છે. મુખ્યપ્રધાન વિજય રુપાણી (Chief Minister Vijay Rupani)એ વલસાડ જિલ્લાના નારગોલને ગ્રીનફિલ્ડ પોર્ટ (Greenfield Port) તરીકે વિકસાવવાની મંજુરી આપી છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Chief Minister Vijay Rupani)એ વલસાડ જિલ્લાના નારગોલને ગ્રીનફિલ્ડ પોર્ટ (Greenfield Port) તરીકે વિકસાવવાની સૈદ્ધાંતિક મંજુરી આપી છે. આ પોર્ટને પીપીપી મોડલ પર BOOT (બિલ્ડ, ઑન, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે વિકસાવાશે, જે માટે ગ્લોબલ બિડીંગ પ્રોસેસ દ્વારા પારદર્શી અને ફ્લેક્સીબલ પ્રક્રિયાથી પોર્ટ ડેવલપરની પસંદગી કરવામાં આવશે. નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટમાં પ્રથમ ફેઝમાં રુપિયા 3,800 કરોડના સંભવિત રોકાણ સાથે આ પોર્ટ મલ્ટીફંકસનલ પોર્ટ તરીકે કાર્યરત થશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં પોર્ટ લેડ ડેવલપમેન્ટ અન્વયે આવા મોટા પ્રોજેકટના કિસ્સામાં પ્રોજેકટ કાર્યરત થવામાં લાગતા લાંબા સમયને ધ્યાને રાખીને નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ ડેવલપમેન્ટ માટે 30ને બદલે 50 વર્ષનો BOOT પિરિયડ રાખવાનો ઉદ્યોગ સાનૂકુલ અભિગમ અપનાવ્યો છે.

આ પ્રથમ ફેઈઝમાં અંદાજે 40 મિલિયન ટન કાર્ગો હેન્ડલીંગ ક્ષમતા આ પોર્ટ પર વિકસાવવાનું આયોજન છે. નારગોલ પોર્ટ(બંદર) દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર (DMIC) અને ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોર-ડી.એફ.આઈ.સીના રૂટ પરનું એક વ્યૂહાત્મક પોર્ટ છે, તેનો લાભ પણ લાંબાગાળે આ ગ્રીનફિલ્ડ પોર્ટને મળશે.

ડેડીકેટેડ ફ્રેઈટ કોરીડોરના કેચમેન્ટ વિસ્તારનો 38 ટકા ગુજરાતમાં આવે છે. દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર DMICથી રાજ્યનો 62 ટકા વિસ્તાર લાભાન્વિત થવાનો છે, ત્યારે આ ગ્રીનફિલ્ડ પોર્ટ (Greenfield Port)ની સુવિધાઓનો વિકાસ થતાં આ પ્રોજેકટસના પરિણામે ઉભી થનારી કાર્ગો પરિવહન સંભાવનાઓ અને બંદર કાર્ગો પરિવહનની વધારાની માંગ સંતોષી શકાશે. આના પરિણામે દેશના કાર્ગો પરિવહનમાં ગુજરાતનો હાલનો 40 ટકાનો શેર છે, તેમાં પણ ઉત્તરોત્તર વધારો થશે.

  • ગ્લોબલ બિડીંગ પ્રોસેસ દ્વારા પારદર્શી અને ફ્લેક્સીબલ પ્રક્રિયાથી પોર્ટ ડેવલપરની પસંદગી થશે.
  • પીપીપી મોડલ પર BOOT (બિલ્ડ, ઑન, ઓપરેટ, ટ્રાન્સફર) ધોરણે વિકસાવાશે નારગોલ પોર્ટ.
  • પોર્ટ ડેવલપમેન્ટ માટે 30 વર્ષના બદલે 50 વર્ષનો BOOT પિરીયડ રાખવાનો ગુજરાત સરકારનો ઉદ્યોગ-સાનુકૂળ ઉદાહરણીય અભિગમ.
  • પ્રથમ ફેઝમાં અંદાજે રૂ.3,800 કરોડના સંભવિત રોકાણ સાથે નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ મલ્ટી ફંકશનર પોર્ટ બનશે.
  • 40 મિલિયન ટન કાર્ગો હેન્ડલિંગની ક્ષમતા વિકસાવવાનું આયોજન.
  • નારગોલ આવનારા દિવસોમાં દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉદ્યોગગૃહોના દરિયાઈ વેપાર માટે મહત્વનું પોર્ટ બની રહેશે.

કેમિકલ અને ટેકસટાઈલ ક્ષેત્રની અનેક મોટી કંપનીઓના એકમ આ વિસ્તારમાં આવેલા છે. તેમજ વાપી અને પારડી બે મહત્વના ઔદ્યોગિક ક્ષેત્રોના પરિણામે આ પોર્ટના વિકાસ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને પણ વેગ મળશે. દક્ષિણ ગુજરાતમાં આવેલી પેપર અને સુગર મિલ્સના લીધે નારગોલ માટે આયાત-નિકાસનો ટ્રાફિક હેન્ડલ કરવાની વધારાની તકો પણ ઉભી થશે.

વર્ષ 2025 સુધીમાં મુંબઈના જવાહરલાલ નહેરુ (Jawaharlal Nehru) પોર્ટની કન્ટેઈનર હેન્ડલિંગ કેપેસિટીનો પૂર્ણ ઉપયોગ થઈ જવાની સંભાવના છે, પરિણામે આ નારગોલ ગ્રીનફિલ્ડ પોર્ટ (Greenfield Port) દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ઉદ્યોગગૃહોની દરિયાઈ વેપારની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકશે, તેવા વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ ગ્રીનફિલ્ડ પોર્ટ ડેવલપ કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">