Valsad : કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાને કોરોના છતાં શાળા ચાલું રખાઇ, શાળા તંત્રની ગંભીર બેદરકારી

વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા શાળામાં 6 થી 8 ના વર્ગો બંધ કરવામાં આવ્યા છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે શિક્ષિકાને કોરોનાના લક્ષણો હોવા છતાં શાળા ચાલુ હતી. ત્યારે શાળાની આ ગંભીર લાપરવાહી સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Valsad : કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાને કોરોના છતાં શાળા ચાલું રખાઇ, શાળા તંત્રની ગંભીર બેદરકારી
Valsad: Convent school teacher continues school despite corona, serious negligence of school system
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 21, 2021 | 6:02 PM

વલસાડમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. આ વખતે વલસાડની કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકા કોરોનાની ચપેટમાં આવી છે. જોકે શાળાએ આ માહિતી છુપાવી અને શાળા ચાલુ રાખતા વિવાદ સર્જાયો છે. તો બીજી બાજુ આરોગ્ય અને શિક્ષણ વિભાગએ શાળા અને હોસ્પિટલને માત્ર નોટીસ ફટકારીને સંતોષ માની લીધો છે.

કોરોનાની બીજી લહેર તબાહી મચાવી ચુકી છે. સેંકડો લોકોને બીજી લહેર ભરખી ગઈ છે. તો કેટલાક બાળકો અનાથ થાય છે, કેટલાક ઘરો તૂટ્યા છે, કેટલાક દંપતીના જોડા વિખેરાયા છે. અને કેટલાક પરિવારોએ મોભી ગુમાવ્યા છે. આ વિચાર માત્રથી આંખોમાં આંસુ આવી જાય છે. જોકે આટઆટલુ થવા છતાં કોરોનાની ગંભીરતા કેટલાક લોકો સમજવા માંગતા નથી.

આવી જ એક ઘટના વલસાડની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલની એક શિક્ષિકાનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા શાળામાં 6 થી 8 ના વર્ગો બંધ કરવામાં આવ્યા છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે શિક્ષિકાને કોરોનાના લક્ષણો હોવા છતાં શાળા ચાલુ હતી. ત્યારે શાળાની આ ગંભીર લાપરવાહી સામે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

3 દિવસ પેહલા આ શિક્ષિકા કોરોના પોઝીટીવ આવ્યા હતા.જોકે તેમ છતાં શાળા તો ચાલુ જ રખાઈ હતી. પરંતુ અહી માત્ર શાળા જ નહિ પણ હોસ્પિટલની પણ લાપરવાહી છતી થઇ છે. વલસાડની કસ્તુરબા હોસ્પીટલમાં આ શિક્ષિકાનો રિપોર્ટ કરાયો હતો. જોકે હોસ્પિટલ સંચાલકોએ પણ આરોગ્ય વિભાગને જાણ કરી ન હતી. ત્યારે જીવલેણ સાબિત થયેલા કોરોનાની ગંભીરતાની જાણ હોવા છતાં હોસ્પિટલએ શા માટે માહિતી છુપાવી હતી એ પણ સવાલ ઉભો થયો છે.

તો બીજી બાજુ આરોગ્ય વિભાગે માટે હોસ્પિટલને નોટિસ ફટકારી ભવિષ્યમાં થતા ટેસ્ટ અંગે જાણ કરવા જણાવ્યું છે. આ રીતે શિક્ષણ વિભાગે પણ માત્ર શાળાને નોટિસ ફટકારી છે. બન્ને વિભાગ તરફથી બેદરકારી દાખવનાર બન્ને સંસ્થા સામે કોઈ પણ કડક કાર્યવાહી કરવામાં આવી નથી.

આ સમગ્ર ઘટના અંગે શાળા સંચાલકોએ કેમેરા સામે આવવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે અહીં સવાલ એ છે કે શિક્ષિકાના કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ જો કોરોનાનો શિકાર બને તો જવાબદારી કોની ? કોરોનાના કારણે લોકોના ટપોટપ મોત થયા હતા એ દિવસો હજુ ભુલાયા નથી.

ત્યારે કોન્વેન્ટ સ્કુલની સાથે સાથે કસ્તુરબા હોસ્પિટલ બન્ને ગંભીર બેદરકાર હોવાનું છતું થયું છે. તો શા માટે માત્ર નોટીસ આપીને તંત્ર ચુપ બેસી ગયું છે? જે હોય એ પણ આવા બેદરકારો સામે સખત કાર્યવાહી થવી જોઈએ કે જેથી આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એવી લોક માંગ ઉઠી છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">