VALSAD: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના કામનો પ્રારંભ, અંડર ગોટા ગામમાં નખાયા પ્રથમ પાયા

રાજ્યમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના અંડર ગોટા ગામમાં આ બુલેટ ટ્રેનના કામની શરૂઆત કરવામાં આવી છે.

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 13, 2021 | 12:01 AM

રાજ્યમાં અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાના અંડર ગોટા ગામમાં આ બુલેટ ટ્રેનના કામની શરૂઆત કરવામાં આવી છે. અંડર ગોટા ગામમાં આ બુલેટ પ્રોજેક્ટના બાંધકામના પ્રથમ પાયા નાખવામાં આવ્યા છે અને આ સાથે વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી ગુજરાતમાં શરૂ કરી દેવામાં આવી છે.

 

 

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નેશનલ હાઈ સ્પીડ રેલવે કોર્પોરેશને ઈન્ફાસ્ટ્રક્યર ક્ષેત્રની અગ્રણી કંપની લાર્સન એન્ડ ટુબ્રોની સાથે દેશનો સૌથી મોટો 24,000 કરોડનો સિવિલ કોન્ટ્રાક્ટ કર્યો હતો, જેમાં ગુજરાતમાં 325 કિલોમીટરનું કામ કરવામાં આવનાર છે. વડાપ્રધાન મોદીએ આ યોજના માટે મહારાષ્ટ્રમાં જરૂરી જમીનની રાહ જોવાના બદલે ગુજરાતમાં 325 કિલોમીટરના કામને ઝડપથી પૂરું કરવા કહ્યું હતું.

 

આ પણ વાંચો: Andhra Pradesh: વિશાખાપટ્ટનમમાં પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી, 8ના મૃત્યુ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">