Gujarat Election 2022 : ધરમપુરમાં મતદાન બાદ બબાલ, EVMમાં છેડછાડ થઇ હોવાના આક્ષેપ અંગે કલેકટરે કર્યો ખુલાસો

ગ્રામજનોનો આક્ષેપ છે કે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીન બસમાં મુકાઇ ગયા હતા, પરંતુ બસમાંથી EVM પાછા ઉતારી સ્કૂલમાં લવાયા હોવાનો પણ આક્ષેપ થયો છે.

Gujarat Election 2022 : ધરમપુરમાં મતદાન બાદ બબાલ, EVMમાં છેડછાડ થઇ હોવાના આક્ષેપ અંગે કલેકટરે કર્યો ખુલાસો
પાટણમાં પોલીસ બંદોબસ્ત સાથે EVM મોકલાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 12:03 PM

Valsad Voting :   વલસાડના ધરમપુરમાં કાકડકુવા ગામમાં મતદાન બાદ બબાલ થઇ. ચૂંટણી એજન્ટો અને ગામ લોકો વચ્ચે બબાલ થતાં માહોલ ગરમાયો. ગ્રામજનોનો આક્ષેપ છે કે મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીન બસમાં મુકાઇ ગયા હતા,પરંતુ બસમાંથી EVM પાછા ઉતારી સ્કૂલમાં લવાયા હોવાનો પણ આક્ષેપ થયો છે. સાથે સાથે એજન્ટોએ EVM સાથે છેડછાડ કરી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યો. તો બીજી તરફ વિવાદ થયા બાદ EVMમાં છેડછાડ થઇ હોવાના આક્ષેપ અંગે કલેકટરે ખુલાસો કર્યો છે. કલેક્ટરે કહ્યું કે EVMમાં કોઈ પણ પ્રકારની છેડછાડ કરવામાં આવી નથી. EVM સિલ કરવાનું રહી ગયું હોવાથી ફરી ઉતારવામાં આવ્યાં હતા.

EVM સાથે છેડછાડ કરી હોવાના પણ આક્ષેપ

તો બીજી તરફ ચૂંટણી પંચને અલગ- અલગ 104 ફરિયાદ મળી છે. EVMને લગતી 6, બોગસ વોટિંગની 2 ફરિયાદ, પાવર કટની લિંબાયતથી ફરિયાદ મળી છે. મોક પોલ દરમિયાન BU 144, 244 CU, 335 VVPAT રીપ્લેસ કરાયા. જ્યારે મતદાનમાં લોકોની નિરસતા પણ જોવા મળી હતી. કુલ 6 ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. જેમાં નર્મદાના સામોટ, જામનગરના ધ્રાફા અને ભરુચના કેસર ગામમાં એકપણ મત પડ્યો નહોતો.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર સરેરાશ 62 ટકા મતદાન થયું છે. પ્રથમ તબક્કામાં થયેલું મતદાન વર્ષ 2017ની ચૂંટણી કરતા 6 ટકા જેટલું ઓછું છે. લોકશાહીના આ પર્વની ઉજવણીમાં આદિવાસીઓ અવ્વલ રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્રમાં એક દાયકા દરમિયાન સૌથી ઓછું મતદાન થયું છે. મતદારોના નિરુત્સાહના કારણે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના જીવ તાળવે ચોંટી ગયા છે, કારણ કે આ વખતે કુલ 4 લાખ 75 હજાર 228 નવા મતદારો ઉમેરાયા હતા. અને કુલ મતદારોમાં 48 ટકા જેટલા મતદારો તો 18 વર્ષથી 45 વર્ષની વયના હતા. જેના કારણે મતદાન વધશે તેવી આશા હતી, પરંતુ અનેક લોકો લોકશાહીના આ પર્વની ઉજવણીના ભાગીદાર ન બન્યા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">