VALSAD : ડુમલાવ ગામમાં પશુઓમાં ખરમાન નામનો રોગચાળો ફેલાયો, 10થી વધુ પશુઓના મોતનો પશુપાલકોનો દાવો

પારડી તાલુકાના ડુમલાવ ગામમાં પશુપાલકો ઉપર આફત આવી છે. જે પશુઓ થકી તેમનું ગુજરાન ચાલે છે એવા પશુઓ મોતને ભેટી રહ્યા છે.

VALSAD : ડુમલાવ ગામમાં પશુઓમાં ખરમાન નામનો રોગચાળો ફેલાયો, 10થી વધુ પશુઓના મોતનો પશુપાલકોનો દાવો
VALSAD: An epidemic called Kharman spread among cattle in Dumlaw village
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 11, 2021 | 7:25 PM

વલસાડ જિલ્લાના ડુમલાવ ગામમાં ખરમાન નામનો રોગ 10થી વધુ પશુઓને ભરખી ગયો છે.આ રોગએ પશુ પાલકોમાં ફફડાટ ફેલાવ્યો છે. અને પશુઓના મોતથી પશુપાલકો આર્થિક મુસીબતમાં મુકાઈ રહ્યા છે.

પશુપાલકોમાં ચિંતા અને ડરનો માહોલ

પારડી તાલુકાના ડુમલાવ ગામમાં પશુપાલકો ઉપર આફત આવી છે. જે પશુઓ થકી તેમનું ગુજરાન ચાલે છે એવા પશુઓ મોતને ભેટી રહ્યા છે. ડુમલાવ ગામના પશુઓમાં ખરમાન નામનો રોગ જોવા મળી રહ્યો છે. પશુપાલકોનું કહેવું છે કે આ રોગની ચપેટમાં આવેલા પશુઓ પહેલા પગ ખંખેરે છે, પછી મોં માંથી પાણી પડવાનું ચાલુ થાય છે. આ ચિન્હ દેખાઈ એટલે સમજવાનું કે પશુ ખરમાનમાં સપડાઈ ગયું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ખરમાન રોગચાળામાં 10થી વધુ પશુના મોત : પશુપાલકો

ખરમાન રોગ અત્યારસુધી 15 થી 20 ઢોરને ભરખી ગયો છે. પશુપાલકોનું માનીએ તો આ રોગ ચેપીરોગ છે અને રોગના સકંજામાં આવેલા પશુઓને સારવાર ન મળે તો તેમનું મૃત્યુ થાય છે. અને સારા થયેલા પશુઓ પણ દૂધ ઓછું આપતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેના કારણે પશુપાલકોને આર્થિક ફટકો પડી રહ્યો છે. તેમાં પણ જેમણે પશુઓ માટે લોન લીધી છે તેમની હાલત તો ખુબજ કફોડી બની રહી છે. તો બીજી તરફ સરકારી વિભાગના પશુ ચિકિત્સકએ પશુઓની સારવાર માટે કોઈ પગલા લીધા ન હોવાનું પણ પશુપાલકોનું કહેવું છે.

પશુવિભાગનો સબસલામતનો દાવો

તો બીજી બાજુ જિલ્લા પંચાયતના પશુ વિભાગનું કહેવું છે કે રોગના કારણે માત્ર 2 થી 3 પશુઓના જ મોત થયા છે. અને હાલ પરિસ્થિતિ કાબુમાં છે.તો સાથે સાથે પશુઓને વેક્સીન પણ અપાઈ હોવાનું તબીબનું કહેવું છે.

હાલ તો ડુમલાવના પશુપાલકોમાં ભયનું વાતાવરણ છે. તેમના ઢોર ક્યાંક ખરમાનની ચેપેટમાં આવી ન જાય તેનો ડર સતાવી રહ્યો છે.ત્યારે સરકારી તંત્ર આ માટે પગલા લે અને ખરમાનને કાબુમાં લેવા કે તેને જળમૂળથી નાથવા ત્વરિત પગલા લે એવી પશુપાલકોમાં માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : Gujarat ના મુખ્યમંત્રી તરીકે પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલનું નામ પણ ચર્ચામાં, જાણો તેમની રાજકીય સફર

આ પણ વાંચો :  Ahmedabad : ડો.ડિટોક્ષ ક્લિનિકની બે પૂર્વ કર્મચારીએ 12.50 લાખની છેતરપિંડી આચરી, બંને મહિલા ઝડપાઇ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">