ગુજરાત (Gujarat )જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-૩ની પરીક્ષા(Exam ) વલસાડ (Valsad )જિલ્લામાં તા.16 ઓક્ટોબર 2022 રવિવારે 24 જેટલા પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાનારી છે. જેમાં કુલ 6011 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. પરીક્ષામાં પેપરનો સમયગાળો સવારે 11 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધીનો રહેશે. પરીક્ષાર્થીઓ વિશ્વાસ સાથે નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા કો-ઓર્ડીનેટર અને કલેકટર ક્ષિપ્રા એસ. આગ્રેની અધ્યક્ષતામાં કલેકટરની ચેમ્બરમાં પરીક્ષાલક્ષી બેઠક યોજવામાં આવી હતી. જેમાં તમામ આનુસંગિક બાબતો આવરી લેવાઇ હતી. કલેકટર દ્વારા પરીક્ષાલક્ષી સુચારૂ આયોજન કરી પરીક્ષાની તમામ કામગીરી તટસ્થ રીતે કરવાની અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
જેમાં તમામ પેટા પરીક્ષા કેન્દ્રો ૫૨ ભૌતિક સગવડો જેવી કે ફરજિયાત સી.સી.ટી.વી. કેમેરાની સુવિધા, બ્લોકની વ્યવસ્થા, કંપાઉન્ડ, લાઇટ, પંખા ઉપરાંત પીવાના પાણીની સગવડ સાથે ઉપલબ્ધ છે. આ પરીક્ષા સંદર્ભે કલેક્ટર કચેરીના સ્ટાફ, જિલ્લા તિજોરી કચેરીના સ્ટાફ (કંટ્રોલ રૂમ), જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરીના સ્ટાફ, જિલ્લા શિક્ષણાધિકારીના સ્ટાફ અને પરીક્ષા સ્થળો પર સ્થળ સંચાલકશ્રીઓ અને પરીક્ષા સ્થળનો તમામ સ્ટાફ. ઝોનલ અધિકારી, આયોગના પ્રતિનિધિશ્રીઓ, તકેદા૨ી સુપરવાઇઝર તરીકે વર્ગ-1 અને વર્ગ-2ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
જિલ્લામાં તા.16 ઓક્ટોબરના રોજ યોજાનાર GPSC ની નાયબ સેકશન અધિકારી અને નાયબ મામલતદારની પરીક્ષા અંગે બેઠક યોજી, બેઠકમાં તટસ્થ રીતે કામગીરી કરવા અધિકારીશ્રીઓને સૂચના આપી. સવારે 11 થી 1 કલાકે 24 કેન્દ્રો પર 6011 ઉમેદવારો પરીક્ષા આપશે.@CMOGuj @pkumarias @revenuegujarat @InfoValsadGoG pic.twitter.com/DDqgBuP0aQ
— Collector Valsad (@collectorvalsad) October 12, 2022
પરીક્ષા સમય દરમ્યાન પરીક્ષા બિલ્ડીંગોની આજુબાજુ 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ મશીનો બંધ રાખવા, પરીક્ષાર્થીઓ પરીક્ષામાં કોઇપણ પ્રકારનું ઇલેક્ટ્રોનિક, ડિજિટલ કે સ્માર્ટ ઉપકરણો અને બિન અધિકૃત સાહિત્યનો ઉપયોગ ન કરવા માટે કલેકટર દ્વારા કલમ-144 હેઠળનું જાહેરનામું લાગુ કરાશે. પરીક્ષાલક્ષી તમામ સાહિત્ય લાવવા કે લઇ જવા માટે, સ્ટ્રોંગરૂમઝોન કચેરી ખાતે, તેમજ પ્રત્યેક પરીક્ષા બિલ્ડીંગો પર સલામતી વ્યવસ્થા માટે જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જરૂરિયાત મુજબનો પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવશે.
પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા તમામ અધિકારીઓ કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓ દ્વારા કોવિડ-19 અંતર્ગત સરકારની અદ્યતન સૂચનાઓનું પાલન કરવામાં આવશે. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના 30 મીનિટ પહેલા પ્રવેશ મેળવી લેવાનો રહેશે. 11 વાયા બાદ કોઇપણ ઉમેદવારને પ્રવેશ આપવામાં આવશે નહીં.