Valsad: પાગલ પ્રેમીએ સગીરાનું અપહરણ કરી જંગલમાં બાનમાં રાખી, પોલીસે ડ્રોન વડે આખી રાત સર્ચ કરી કિશોરીને બચાવી, આરોપી ફરાર

યુવક સગીરાના ઘરમાં ઘુસ્યો હતો અને તેની માતા અને કાકા તેમજ એક બહેને લાકડાના સપાટા મારી માથા, પગ તથા હાથમાં ઘાતક ઇજાઓ કરી સગીરાને લઈ જંગલમાં ભાગી ગયો હતો. હુમલામાં ઘાયલ થયેલા સગીરાના પરિવારના તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

Valsad: પાગલ પ્રેમીએ સગીરાનું અપહરણ કરી જંગલમાં બાનમાં રાખી, પોલીસે ડ્રોન વડે આખી રાત સર્ચ કરી કિશોરીને બચાવી, આરોપી ફરાર
પાગલ પ્રેમીએ સગીરાનું અપહરણ કરી જંગલમાં બાનમાં રાખી, પોલીસે ડ્રોન વડે સર્ચ સગીરાને બચાવી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 1:13 PM

એકતરફી પ્રેમમાં પ્રેમી (lover) ઓ હિંસક બનવાની બીજી ઘટના સામે આવી છે. વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં એક યુવાન એકતરફી પ્રેમમાં સગીરાના પરિવારજનો પર ઘાતક હુલો કરી ચાકુની અણીએ સગીરાને ઉઠાવી ગયો હતો. યુવકે સગીરા (teenager) ના ઘરમાં ધસી જઈ તેની માતા અને કાકા તેમજ બહેન પર લાકડાના સપાટાથી જીવલેણ હુમલો કર્યા બાદ 17 વર્ષીય સગીરાનું અપહરણ (kidnap) કરી જંગલ (forest) માં ભાગી ગયો હતો.

ઘટનાની જાણ પોલીસને કરાંતાં પોલીસ (police) એ સગીરાને પાગલ પ્રેમી પાસેથી છોડાવવા આખી રાત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. યુવકે જંગલમાં સગીરાને તીક્ષણ હથિયારની અણીએ બાનમાં રાખી હોવાથી વલસાડ જિલ્લા પોલીસે નાઇટ વિઝન ડ્રોન વડે આખી રાત જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે અંતે સગીરાને બચાવવામાં વલસાડ પોલીસ સફળતા મળી હતી, પણ આરોપી ફરાર થઈ ગયો છે. આરોપીને ઝડપી લેવા પોલીસ કાફલાનું સર્ચ ઓપરેશન હજી પણ ચાલુ છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે શુક્રવારે યુવક સગીરાના ઘરમાં ઘુસ્યો હતો અને તેની માતા અને કાકા તેમજ એક બહેને લાકડાના સપાટા મારી માથા, પગ તથા હાથમાં ઘાતક ઇજાઓ કરી સગીરાને લઈ જંગલમાં ભાગી ગયો હતો. હુમલામાં ઘાયલ થયેલા સગીરાના પરિવારના તમામને 108 દ્વારા સારવાર અર્થે પારડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઘટનાની જાણ થતાં તાત્કાલિક પારડી પોલીસને તથા તેમના સ્ટાફ સાથે મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. છેલ્લા એક વર્ષથી એકતરફી પ્રેમી આ સગીરાની પાછળ પડ્યો હતો. અને સગીરાના પરિવારજનોને મારી નાખવાની તથા બીજા પાસે મર્ડર કરાવી નાખવાની ધમકી આપતો હતો.

પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ સગીરાને શોધવા તમામ પ્રયત્નો કરવામાં આવ્યા હતા. પારડી પોલીસ સહિત LCB અને SOGની અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. નાકાબંધી સાથે સર્ચ કરવા ડ્રોનનો ઉપયોગ કરાયો હતો. જોકે પોલીસની ભીંસ વધતાં યવુક સગીરાને મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે સગીરાનો કબજો લઈ તેના પરિવારજનોને સોંપી છે, જ્યારે આરોપીને પકડવાના પ્રયાસો ચાલુ રાખ્યા છે.

આ પણ વાંચોઃ  Porbandar : માછીમારો ઓનલાઇન રજીસ્ટ્રેશનના નિયમથી મુશ્કેલીમાં મુકાયા, હાલ પૂરતી વ્યવસ્થા સ્થગિત

આ પણ વાંચોઃ Jamnagar : સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી, કાર્યોની સમીક્ષા કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">