વલસાડના કપરાડામાં ધોધમાર વરસાદ, કોલક-નદીનો કોઝ-વે પાણીમાં ગરકાવ

વલસાડના કપરાડામાં ગુરુવારે પણ ભારે વરસાદ પડ્યો છે. જેમાં ભારે વરસાદના પગલે નદી નાળાઓ તોફાની સ્વરૂપે જોવા મળી રહ્યાં છે.

ગુજરાતમાં(Gujarat)સતત વરસી રહેલા વરસાદના(Rain)પગલે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. જેમાં વલસાડના(Valsad)કપરાડામાં ગુરુવારે પણ ભારે વરસાદ પડ્યો છે. જેમાં ભારે વરસાદના પગલે નદી નાળાઓ તોફાની સ્વરૂપે જોવા મળી રહ્યાં છે.

તેમજ ખડકાવાલ ગામ વચ્ચેથી પસાર થતી કોલક નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે. જેના લીધે કલાકો સુધી ગામનો સંપર્ક કપાયો છે. તેમજ ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

ગુજરાતના હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના કપરાડા ઉપરાંત નવસારીમાં પણ વરસાદની તોફાની બેટિંગ જોવા મળી રહી છે. તેમજ દક્ષિણ ગુજ્રરાતના પડી રહેલા ભારે વરસાદથી અનેક નદી અને નાળા અને ડેમમાં નવા નીર ઉમેરાયા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat)સપ્ટેમ્બર માસમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ(Rain) પડી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 માંથી 31 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી 80 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં જામનગરના જોડિયામાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અનેક સ્થળોએ સારો વરસાદ પડ્યો છે. જેમાં 31 જિલ્લાના 183 તાલુકામાં પડ્યો વરસાદ
સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં સરેરાશ 12 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડામાં સાડા છ ઈંચ વરસાદ બોડેલીમાં સવા પાંચ, કપરડામાં પાંચ, જેતપુરમાં પોણા પાંચ ઈંચ વરસાદ, ધોરાજીમાં સવા ચાર, ધરમપુરમાં 4, વિસાવદરમાં પોણા ચાર, વાલિયામાં પણ પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : Mehsana News: પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

આ પણ વાંચો : અંબાજીમાં શુક્રવારે કરાશે મંદિર શુદ્ધિકરણ, નદીના પાણીથી મંદિર પરિસરને શુધ્ધ કરાશે

 

Click on your DTH Provider to Add TV9 Gujarati