ગુજરાત નજીક આવેલા સંઘ પ્રદેશ દાદરા નગરહવેલી (Dadra And Nagar Haveli )માં ભારે વરસાદ પડ્યો છે. તેમજ આ વલસાડના મધુબન ડેમમાંથી પાણી છોડાતા પ્રદેશમાંથી પસાર થતી દમણગંગા(Daman ganga) નદીમા નવા નીર આવ્યા છે. જેમાં મધુબન ડેમમાંથી નદીમાં 75 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના લીધે સેલવાસના નરોલી નજીક દમણગંગા નદી કિનારાના રિવર ફ્રન્ટ પર પાણી ફરી વળ્યા છે. જ્યારે નદી કિનારે આવેલ એક સ્મશાન ભૂમિ સુધી પાણી પહોંચ્યા છે. જેના લીધે લોકોને કિનારાથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. તેમજ દમણ ગંગા નદી કિનારા વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે.