વલસાડ પોલીસે બનાવટી સરકારી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું

વલસાડ પોલીસે બનાવટી સરકારી દસ્તાવેજો બનાવનારા બેની ધરપકડ કરી છે. પોલીસે પકડેલા બન્ને આરોપીઓ, માત્ર ચારસો રૂપિયામાં જરૂરી દસ્તાવેજો બનાવી આપતા હતા. અત્યાર સુધીમાં 200 લોકોને બનાવટી દસ્તાવજો બનાવી આપ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

વલસાડ પોલીસે બનાવટી સરકારી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું
બનાવટી સરકારી દસ્તાવેજો બનાવવાનું કૌભાંડ ઝડપ્યું

વલસાડ પોલીસે બોગસ સરકારી દસ્તાવેજો બનાવવા અંગે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. પોલીસે પકડેલા બન્ને વ્યક્તિઓ માત્ર ચારસો રૂપિયામા જરૂરી સરકારી દસ્તાવેજો બનાવી આપતા હતા. બન્ને વ્યક્તિની હાથ ધરાયેલ પ્રાથમિક તપાસમાં, પોલીસને જાણવા મળ્યુ હતુ કે  200 થી વધુ લોકોને આ કૌભાંડીઓએ પોલીસના નકલી દસ્તાવેજો બનાવી આપ્યા છે. તેમના ઘરે પડેલા દરોડામાં પોલીસને ગ્રામપંચાયતોના અને સરપંચના રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા છે. જો કે આ કૌભાંડ ત્યારે બહાર આવ્યું જયારે અગાઉ લુંટના ગુનામાં સંડોવાયેલા 2 વ્યક્તિઓ ખાનગી કંપનીમાં નોકરી All Posts કરી રહ્યા હતા.આ કંપની પોલીસ ક્લીયરન્સ સર્ટીફિકેટ વિના નોકરી આપતી નથી.તો લુંટના આરોપીઓને કેવી રીતે નોકરી મળી એ તપાસવા પોલીસે તેમના દસ્તાવેજો મંગાવ્યા હતા.જેમાં સામે આવ્યું કે પોલીસની અપાયેલી એન.ઓ.સી નકલી છે. જેથી ગ્રામ્ય પોલીસની ટીમ એના જડ સુધી જવા કામે લાગી હતી.જેમાં બહાર આવ્યું કે મુજીબ રમઝાન શેખ અને રીતેશ પટેલ નામના વ્યક્તિઓ નકલી દસ્તાવેજો બનાવે છે. અતુલ કંપનીમાં લેબર સપ્લાય કરતા કોન્ટ્રેક્ટરો તેમની પાસેથી નકલી દસ્તાવેજો બનાવે છે અને એજ દસ્તાવેજો તેમના અન્ય પુરાવાઓ સાથે કંપનીમાં રજુ કરે છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કૌભાંડ છેલ્લા 10 માસથી ચાલી રહ્યું છે અને અતુલ કંપનીમાં લેબર સપ્લાય કરતા 10 થી વધુ લેબર કોન્ટ્રેક્ટરો એ બનાવટી દસ્તાવેજોનો સહારો લઈને માણસો ભરતી કર્યા હતા.જેથી પોલીસે લેબર કોન્ટ્રેક્ટરોને સહઆરોપી બનાવ્યા છે.તો આ કૌભાંડ કેવી રીતે શરુ થયું હતું એ પણ એક રસપ્રદ છે. મુજીબ પેહલા જે કંપનીમાં નોકરી કરતો હતો એ કંપનીમાં તેણે દસ્તાવેજો બનાવવા અવરનવર જનસંપર્ક કેન્દ્રમાં આવવા જવાનું થતું હતું.જેથી તેણે સમગ્ર પ્રક્રિયા જોઇને પોતે દસ્તાવેજો બનાવવાનું નક્કી કર્યું હતું. મુજીબે અગાઉ બનેલા દસ્તાવેજો ભેગા કર્યા અને તેના ઉપરથી પોતેજ ફોર્મ બનાવીને અલગ અલગ દાખલા આપવાના શરુ કર્યા હતા.

વલસાડ પોલીસે હાલ આરોપીઓની ધરપકડ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. તેમની પાસેથી મળેલા પ્રિન્ટર, કોમ્પ્યુટર, જુદા જુદા રબર સ્ટેમ્પ પોલીસે કબજે કર્યા છે અને અતુલ કંપનીમાં કેટલા વ્યક્તિઓ પાસે નકલી દાખલા છે તેની પોલીસ તપાસ કરી રહી છે. તો ગ્રામપંચાયતના પણ કેટલા નકલી દસ્તાવેજો તેમણે બનાવ્યા છે અને કોને કોને આપ્યા છે? એ વ્યક્તિઓ એ દસ્તાવેજોનો ક્યાં ક્યાં ઉપયોગ કર્યો છે એની પણ પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે પોલીસની તપાસ અને આરોપીઓના રિમાન્ડ દરમિયાન અનેક વધુ ખુલાસા થઇ શકે છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati