વલસાડ આરોગ્ય વિભાગની બેદરકારી, રસી લીધા વગર સર્ટિફિકેટ આપી દેતા 3 કર્મચારીઓને નોટિસ

વલસાડ (Valsad) શહેરમાં રહેતા એક વેપારીના 13 વર્ષીય દીકરાને કોરોના રસીનો (vaccine) બીજો ડોઝ આપ્યા વગર રસી અપાઇ ગઇ હોવાની આરોગ્ય વિભાગ દ્વારા ઓનલાઇ એન્ટ્રી કરી નાખવામાં આવી છે.

વલસાડ આરોગ્ય વિભાગની બેદરકારી, રસી લીધા વગર સર્ટિફિકેટ આપી દેતા 3 કર્મચારીઓને નોટિસ
Corona vaccination (Symbolic Image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 27, 2022 | 2:31 PM

કોરોનાથી (Corona) બચવા સરકારે કોવિશિલ્ડ (Covishield) અને કોવેકસીન (Covexin) એમ બે રસી ઉપલબ્ધ કરી લોકોને રસી (vaccine) લેવા અપીલ કરી હતી. શરુઆતના તબક્કામાં લોકો રસી લેવામાં ડરતા હતા. ત્યારે સરકારે નિયમો બનાવ્યા બાદ મોટા ભાગના લોકોએ રસી મુકાવી હતી. જો કે આરોગ્ય વિભાગના (Department of Health)  જ કેટલાક કર્મચારીઓ સરકારે કારેલ કામગીરી પર પાણી ફેરવી રહ્યા છે. વલસાડ આરોગ્ય વિભાગના કેટલાક બેદરકાર કર્મચારીઓ લોકોના આરોગ્ય સાથે સરેઆમ ચેડાં કરતા હોવાની લોકોમાં અવાર નવાર ફરિયાદો ઉઠતી રહે છે. છતાં તંત્ર સુધરવાનું નામ લેતું નથી. યોગ્ય પગલાં ન લેવાને કારણે કેટલાક આરોગ્ય કર્મીઓ કામગીરીમાં લાપરવાહી બતાવી રહ્યા છે અને જીવલેણ કોરોના સામે રક્ષણ આપનાર રસી બાબતે પણ બેદરકાર બન્યા છે.

તાજેતરમાં એક વેપારીના પુત્રે રસીનો બીજો ડોઝ ન લીધો હોવા છતાં આરોગ્ય વિભાગે ફેક એન્ટ્રી કરી વેપારીના મોબાઇલ પર રસી લીધા હોવાનો મેસેજ કરતા મામલો બીચકયો છે. વલસાડ શહેરમાં રહેતા એક વેપારીના 13 વર્ષીય દીકરાને કોરોના રસીનો બીજો ડોઝ આપ્યા વગર રસી અપાઇ ગઇ હોવાની આરોગ્ય વિભાગ દ્વારા ઓનલાઇ એન્ટ્રી કરી નાખવામાં આવી છે. જેને લઇને વેપારીના મોબાઇલ ફોન ઉપર સર્ટી મળતા તેઓએ આરોગ્ય વિભાગને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણ કરતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ હતી.

વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારીએ અનીલ પટેલે ફરિયાદી પાસેથી જરૂરી પુરાવા મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. જે તપાસમાં ફરિયાદીની ફરિયાદ બરાબર હતી અને આરોગ્ય કર્મીઓની ભૂલ સ્પષ્ટ થઇ હતી. વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરુવાણીએ આરોગ્ય કર્મચારીઓને ફેક એન્ટ્રી ન કરવા વારંવાર સૂચનાઓ આપી છે. તેમ છત્તા કર્મચારીઓ દ્વારા ખોટી રીતે એન્ટ્રી કરવામાં આવી હોવાની બાબત સામે આવી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

પોતાની જવાબદારી બાબતે બેદરકાર બનેલા આને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા 3 કર્મચારીઓને નોટિસ આપવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગે નોટિસ બજાવી કર્મચારીઓના જવાબ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. આરોગ્ય વિભાગે આશા વર્કર સહીત ત્રણ કર્મચારીઓને નોટિસ આપી પોતાની કામગીરી પર લીપાપોતી કરી પોતાનો લુલો બચાવ કર્યો હોવાની ચર્ચા ઉઠવા પામી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">