Valsad : ઓમિક્રોનનો ભય ! મહારાષ્ટ્રથી ગુજરાતમાં આવતા પ્રવાસીઓનુ હાથ ધરાયુ ચેકીંગ

સરકાર દ્વારા જરૂર જણાય ત્યાં સલામતી અને સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમોને કાર્ય સોંપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગના કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2021 | 3:14 PM

દેશભરમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ(Omicron variant)ના કેસ વધી રહ્યા છે. મહારાષ્ટ્ર(Maharashtra)માં પણ ઓમિક્રોનના કેસ નોંધાયેલા છે. ત્યારે ગુજરાતમાં મહારાષ્ટ્ર તરફથી આવતા પ્રવાસીઓ(Tourists) દ્વારા સંક્રમણ ન ફેલાય તે માટે બોર્ડર પર સતર્કતા રાખવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ (Border) પર આવેલી ચેકપોસ્ટ પર ફરી એક વખત આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે.

આરોગ્ય કર્મચારીઓ કરાયા તૈનાત

પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને દેશના અન્ય રાજ્યોમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે. આથી રાજ્યમાં સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા જરૂર જણાય ત્યાં સલામતી અને સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગની ટીમોને કાર્ય સોંપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગના કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે.

પ્રવાસીઓનું સ્ક્રિનિંગ કરવાની કામગીરી

મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી ચેકપોસ્ટ પર મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા પ્રવાસીઓના સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યુ છે. દરેક પ્રવાસીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી નોંધવામાં આવી રહી છે. આ સાથે જો પ્રવાસીમાં શંકાસ્પદ લક્ષણો જણાય તો તેમના આરટીપીસીઆર ટેસ્ટ પણ કરવાની તૈયારી રાખવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પર સતત પ્રવાસીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસની ટીમ પણ તૈનાત

આરોગ્ય વિભાગની ટીમ સાથે મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર પોલીસની ટીમ તૈનાત કરવામાં આવી છે. પોલીસ દ્વારા વિદેશથી આવતા મુસાફરોના ડેટાની નોંધણી કરવામાં આવી રહી છે. જેને કારણે ચેકપોસ્ટ પર 150થી વધુ વાહનોની લાગી કતારો જોવા મળી.

મહત્વની વાત એ છે ચેકપોસ્ટ પર પ્રવાસીઓના આરોગ્યની તપાસ કરવામાં આવશે અને શંકાસ્પદ લક્ષણો જણાશે તો પ્રવાસી જે જિલ્લામાં જવાનો હોય તે જિલ્લાના વહીવટી તંત્રને આ અંગે જાણ કરવામાં આવશે. જેથી જે તે જિલ્લાનું વહીવટીતંત્ર તેના પર સાવચેતી અને સલામતીના પગલા લઇ શકે.

આ પણ વાંચોઃ Vijay Hazare Trophy 2021-22: 38 ટીમો, 6 ગ્રુપ અને 105 મેચ, 19 દિવસ સુધી દેશમાં વનડે ક્રિકેટનો જંગ જામશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

આ પણ વાંચોઃ સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનાર હેવાનને કોર્ટે ફટકારી ફાંસીની સજા, 29 જ દિવસમાં કોર્ટે સંભળાવ્યો ચુકાદો

આ પણ વાંચોઃ Covid-19 :ઓમિક્રોન વેરિઅન્ટ 5 રાજ્યમાં પહોંચ્યો, અત્યાર સુધીમાં 23 કેસની પુષ્ટિ થઈ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">