Valsad: એક એન્જિનિયરે શહેરમાં પાણી વિતરણ અને ડ્રેનેજ લાઈનના વ્યવસ્થિત આયોજન માટે બનાવી એક વિશેષ એપ્લિકેશન

વાપી નગરપાલિકામાં હાઈડ્રોલિક એન્જિનિયર તરીકે કામ કરતાં એક એન્જિનિયરે શહેરમાં પાણી વિતરણ અને ડ્રેનેજ લાઈનના વ્યવસ્થિત આયોજન માટે એક વિશેષ એપ્લિકેશન બનાવી છે.

Valsad: એક એન્જિનિયરે શહેરમાં પાણી વિતરણ અને ડ્રેનેજ લાઈનના વ્યવસ્થિત આયોજન માટે બનાવી એક વિશેષ એપ્લિકેશન
Follow Us:
Rahul Vegda
| Edited By: | Updated on: Mar 27, 2021 | 8:11 PM

વાપી નગરપાલિકામાં હાઈડ્રોલિક એન્જિનિયર તરીકે કામ કરતાં એક એન્જિનિયરે શહેરમાં પાણી વિતરણ અને ડ્રેનેજ લાઈનના વ્યવસ્થિત આયોજન માટે એક વિશેષ એપ્લિકેશન બનાવી છે. આ એપમાં માત્ર જે તે વિસ્તારના વસ્તીના આંકડા નાખવાથી જ પાણી વિતરણની સંપૂર્ણ વ્યવસ્થા અને ડ્રેનેજ લાઈનના આયોજનને લગતી તમામ વિગતો આંગળીના ટેરવે મળી શકે છે. આમ વિશ્વમાં સૌપ્રથમ વખત આવી એપ બની હોવાનો દાવો કરતાં હાઈડ્રોલિક એન્જિનિયરની આ વિશેષ એપ નેશનલ એવોર્ડ માટે તો સિલેક્ટ થઈ જ છે, સાથે એશિયાની સ્પર્ધામાં અત્યારે ટક્કર આપી રહી છે.

Vapi Nagar Palika

Vapi Nagar Palika

IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024

આ વિશેષ એપ શું છે? અને કેવી રીતે કરે છે કામ?

વલસાડ જિલ્લાની સૌથી મોટી વાપી નગરપાલિકામાં વર્ષ 2006થી હાઈડ્રોલિક એન્જિનિયર તરીકે ફરજ બજાવતા આ છે એન્જિનિયર સંજય ઝા (Er Sanjay Jha), જેઓ વાપી નગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણની વ્યવસ્થા સાથે જ ડ્રેનેજ લાઈનના વ્યવસ્થિત આયોજનનું પ્લાનિંગ અને સંચાલન કરે છે. નગરપાલિકાના હાઈડ્રોલિક એન્જિનિયર સંજય ઝા વાપી નગરપાલિકાના એમએલડીની ક્ષમતા ધરાવતા પાણીના ફિલ્ટ્રેશન પ્લાન્ટ અને શહેરની અને ડ્રેનેજ સિસ્ટમનો ઊંડો અભ્યાસ કર્યો છે.

અત્યાર સુધીના અભ્યાસના અને નિરીક્ષણના અનુભવના અંતે સંજય ઝાએ હવે વાપી નગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણની વ્યવસ્થા અને તેના આયોજન સાથે જ ડ્રેનેજ લાઈનના કામગીરી અને તેના સુચારું આયોજન માટે એક વિશેષ એપ બનાવી છે.આ મોબાઈલ એપ્લીકેશન વસ્તી આધારિત છે. જેમાં માત્ર વસતીના આંકડાઓ જ દાખલ કરવાથી શહેરના જે તે વિસ્તારની વસ્તીની સંખ્યાના આધારે તે વિસ્તારના પાણી વિતરણ માટેની સંપૂર્ણ જરૂરી માહિતી આંગળીના ટેરવે મળી શકે છે.

આ એપ્લિકેશનમાં માત્ર જે તે વિસ્તારના વસતીના આંકડા દાખલ કરવાથી પાણી વિતરણ માટે અને એ વિસ્તારમાં પૂરતા પાણીના વિતરણ માટે પાઈપલાઈનની લંબાઈ, પાણીની પાઈપની પહોળાઈ સાથે જ કેટલા પ્રેશરથી પાણી દાખલ થશે? સાથે જ પાણી વિતરણ માટે કેટલી ઊંચાઈની ટાંકી બનાવવાની જરૂર પડશે? આવી પાણી વિતરણ વ્યવસ્થાને લગતી તમામ માહિતીઓ માત્ર વસતીના આંકડા એપ્લિકેશનના દાખલ કરવાથી આંગળીના ટેરવે મળી શકે છે.

અત્યંત ઉપયોગી પુરવાર થઈ છે એપ

વર્ષોના બહોળા અનુભવને પગલે વાપી નગરપાલિકાના હાઈડ્રોલિક એન્જિનિયર સંજય ઝાએ બનાવેલી આ એપ્લિકેશન અત્યંત ઉપયોગી પૂરવાર થઈ રહી છે. વાપી નગરપાલિકા દ્વારા આ એપ્લિકેશનના આધારે શહેરમાં પાણીની વ્યવસ્થાઓ અને નવા વિસ્તારોમાં જ્યાં પાણી વિતરણ માટેની નવી પાઈપલાઈન નાખવામાં આવે છે. તે તમામ વ્યવસ્થા આ એપ આધારિત તેનું આયોજન કરવામાં ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. અગાઉના પાણી વિતરણને લગતી ઉભી થતી સમસ્યાઓનો પણ અંત આવી રહ્યો છે. આમ વાપી નગરપાલિકાના હાઈડ્રોલિક એન્જિનિયર દ્વારા બનાવવામાં આવેલી આ એપ્લિકેશન વધારે ઉપયોગી પૂરવાર થઈ રહી હોવાના વાપી નગરપાલિકા વિસ્તારમાં પાણી વિતરણની વ્યવસ્થાનું સુચારુ આયોજન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: World Theatre Day 2021: જાણો વિશ્વ રંગભૂમિ દિવસની ઉજવણી કરવાની શરૂઆત ક્યારે થઈ

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">