વડતાલ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામમાં કાર્તિકી સામૈયાનો દબદબાભેર આરંભ

તા 15મી ને સોમવાર પ્રબોધિની એકદિશીના દિને ગોપાળાનંદસ્વામીના આસને એક એન.આર.આઈ. સહીત 41 જેટલા યુવાનો આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ભાગવતી દિક્ષા ગ્રહણ કરશે.

વડતાલ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામમાં કાર્તિકી સામૈયાનો દબદબાભેર આરંભ
Vadtal Kartiki Samaiya grand opening in Swaminarayan Sampradaya Tirthadham
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2021 | 7:30 PM

વડતાલમાં (Vadtal) સ્વામિનારાયણ (Swaminarayan)સંપ્રદાયના તીર્થધામમાં કાર્તિકી સામૈયાનો દબદબાભેર આરંભ થયો છે. આ પ્રસંગે પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામીએ વ્યાસપીઠ પરથી વચનામૃત કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે આ સંપ્રદાયના સ્થાપક રામાનંદ સ્વામી છે.

220 વર્ષ પહેલા જેતપુર(Jetpur)માં રામાનંદસ્વામી એ ગાદી સ્વામિનારાયણ ભગવાન ને સોંપી હતી. નંદ સંતો અને દાસ સંતોએ આ સંપ્રદાય નો પ્રચાર – પ્રસાર કર્યો છે; કરે છે અને કરતા રહેશે .

સંતના લક્ષણોથી યુક્ત વ્યક્તિ સાક્ષાત ભગવાનની જેમ સેવા કરવા યોગ્ય છે. શુદ્ધ મુમુક્ષુ અને સાચા સંતનો સંયોગ થાય છે ત્યારે જીવનમાં ભગવાન પ્રગટ થાય છે આ વચનામૃત નો સાર છે અને ભગવાનશ્રી સ્વામિનારાયણ નો મત છે. આપણે એ ઊંચાઈ મેળવવાની છે. તા 15મી ને સોમવાર પ્રબોધિની એકદિશીના દિને ગોપાળાનંદસ્વામીના આસને એક એન.આર.આઈ. સહીત 41 જેટલા યુવાનો આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે ભાગવતી દિક્ષા ગ્રહણ કરશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

સાંજે 5:00 કલાકે ગોમતીજીથી જળયાત્રા નીકળી મંદિર પહોંચશે. રાત્રે 8:30 કલાકે સ્વામિનારાયણ રાસ – થ્રિડી ફિલ્મનું આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ , ચેરમેન દેવપ્રકાશસ્વામી તથા કોઠારી  ડો.સંતસ્વામી ના હસ્તે વિમોચન થશે.આ પ્રસંગે બોલીવૂડ સિંગર દિલેર મહેંદી પોતાની ટીમ સહીત ખાસ ઉપસ્થિત રહેશે.પૂ. શ્યામસ્વામી આ વિશેષ કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે.

આ પણ વાંચો : જાણો શા માટે નર્મદા મહાઆરતી માટે શૂલપાણેશ્વર પાસે જ વિશાળ ઘાટ બનાવાયો, શું છે આ પ્રાચીન તીર્થનું મહત્વ અને ઈતિહાસ?

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વેક્સિનના બુસ્ટર ડોઝ અંગે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">